વિશ્વ પ્રસિદ્ધ અર્હમની સ્ટોરી બ્રેક કરનારા પત્રકાર મઝહર પઠાણ, જેમણે 9 મહિના પહેલાં જે સ્ટોરી લખી તે આખી દુનિયાના પત્રકારોએ ફોલો કરી

અમદાવાદ, 11 નવેમ્બર 2020

નવગુજરાત સમય સમાચારપત્રમાં કામ કરતાં પત્રકાર 37 મઝહર પઠાણે વિશ્વના સૌથી નાના પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરનારા અર્હમ ઓમ તલસાણિયાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્ટોરી બ્રેક કરી હતી. 9 મહિના પહેલાં સૌથી પહેલી સ્ટોરી તેમણે 28 ફેબ્રુઆરી 2020ના દિવસે પ્રસિધ્ધ કરી હતી. તેને ઉદમ શાળાના સ્ટાફના એક સોર્સે તેમને માહિતી આપી હતી કે આવા એક સમાચાર છે. પછી અરહમના પિતા સાથે વાત કરી અને તેમણે બધા દસ્તાવેજો મોકલી આપ્યા હતા.

પાયથોનમાં યંગેસ્ટ પ્રોગ્રામર હેડ લાઈન સાથે સમાચાર પ્રસિદ્ધ થયા હતા. ત્યાર પછી ઘણી બધી વેબસાઈટમાં તે સમાચારો ફોલોઅપ તરીકે આવતા રહ્યાં હતા. ત્યાર બાદ 6 નવેમ્બર 2020માં પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડની પ્રથમ સમાચાર લખ્યા હતા.

આજે 11 નવેમ્બર 2020ના દિવસે તેમની લગ્ન તીથિ છે. મઝહર આજે તેમના લગ્નને 14માં વર્ષમાં પ્રવેશની ઉજવણી કરી રહ્યાં છે. તેમનો ફોન નંબર 9825066856

શું છે મજહરની એ વિશ્વ પ્રસિદ્ધ સ્ટોરી ?

અમદાવાદના બીજા ધોરણના એક વિદ્યાર્થી અર્હમ ઓમ તલસાણિયાએ છ વર્ષની ઉંમરે શક્તિશાળી પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 23 જાન્યુઆરી, 2020એ માઇક્રોસોફ્ટ દ્વારા પ્રમાણિત પિયર્સન વુ ટેસ્ટ સેન્ટરમાં યોજવામાં આવી હતી. એન્જિનિયરો માટે અઘરી ગણાતી આ પરીક્ષાને પાસ કરીને વિશ્વના સૌથી નાની વયના કોમ્પ્યુટર પ્રોગ્રામનું બિરુદ મેળવ્યું છે. 1000માંથી 900 માર્ક્સ મેળવીને માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટ તરીકે ઓળખ મેળવી હતી.

અર્હમ લોજિકલ સ્ટ્રક્ચર અને કોડિંગ એક્સપર્ટાઇઝ ધરાવે છે એ અભૂતપૂર્વ છે. માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટના રૂપમાં માન્યતા મળી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, રોબોટીક્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગમાં પાયથન લૅન્ગવેજનો ઉપયોગ થાય છે. હાલ આખું વિશ્વ વર્ચ્યુઅલ દિશામાં જઈ રહ્યું છે. ધોરણ 8 અને 9ની એનસીઈઆરટીની બુકમાં પણ સમાવેશ કરાયો છે. અર્હમ આટલી નાની ઉંમરે કોડિંગ પર પકડ ધરાવે છે. પાકિસ્તાન મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા સાત વર્ષના મુહમ્મદ હમજા શહેજાદનો અગાઉનો ગિનિસ રેકોર્ડ તોડ્યો હતો.

શોખ – હવે પોતે ગેમ બનાવશે

વિડિયો ગેમ્સ રમવાનો ખૂબ શોખ હતો અને તે પોતાની વિડિયો ગેમ બનાવવા માગતો હતો, જેથી તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું હતું. આ નાનકડો કોમ્પ્યુટર પ્રોગ્રામર તેના પિતાને આદર્શ માને છે. હાલ અર્હમ પોતાની વિડિયો ગેમ બનાવી રહ્યો છે. ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તે એન્ડ્રોઈડ, વિન્ડોઝ અને આઈઓએસ એમ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ્સ વાપરતો થઈ ગયો હતો.

પાંચ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ શીખે છે તે સ્ક્રેચ અને ટિન્કર જેવી તમામ સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ એપ્સ જાણતો હતો. એપ્સ તેના માટે પૂરતી નહોતી એટલે તેણે પાયથન શીખવાનું શરૂ કર્યું. હાલ અર્હમ તેની પોતાની વીડિયો ગેમ બનાવી રહ્યો છે. તે એક જ સમયે ગેમના ટુડી અને થ્રીડી વર્ઝન પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં આ ગેમ લોન્ચ કરશે. તે મોટો થઈને ટેક્નોલોજીના ક્ષેત્રે ઉદ્યોગસાહસિક બનવા માંગે છે. તે પોતાની ગેમ્સ, સોફ્ટવેર અને રોબોટ્સ પણ બનાવવા માંગે છે. તે ઈચ્છે છે કે ટેક્નોલોજી આપણા જીવનમાં પરિવર્તન લાવે અને આપણને ભવિષ્યની દુનિયામાં લઈ જાય.

કુટુંબ

અર્હમના માતાપિતા બંને સોફ્ટવેર એન્જિનિયર છે. પિતા ઓમ તલસાનિયાસોફ્ટવેર એન્જિનિયર છે. અરહમના માતા તૃપ્તિ તલસાનિયા લેક્ચરર અને એન્જિનિયર છે. જ્યારે તેમના પિતા ઘરેથી કામ કરી રહ્યા હતા ત્યારે અરહમ પોતાના પિતાની સાથે ઘણુ શીખતો હતો. અંદાજે 2 વર્ષની ઉંમરથી અરહમને કોમ્પ્યુટર સાથે ઘણો લગાવ હતો. જે આગળ જઇને વધુ વધ્યો. પછી અરહમે પોતાના પપ્પાથી ખુદ વીડિયો ગેમ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

દિકરાની આ દિલચસ્પીને પિતા સમજી ગયા હતા. કારણ કે દીકરો ખુબ ઝડપથી શીખી પણ રહ્યો હતો. તેવામાં તેમના પિતાએ માઇક્રોસોફ્ટની પરીક્ષા અપાવવાનો નિર્ણય લીધો. તેને કુટુંબે પ્રોત્સાહિત કર્યો હતો. તેના પિતાને પોતાનો આદર્શ માને છે. તેના પિતા ઓમ તલસાણિયા હાલ અમેરિકા સ્થિત એક મલ્ટીનેશનલ કંપનીના ટેક્નોલોજી હેડ છે. પિતાએ કેટલાક કોડ્સ બતાવ્યા અને તેને પાયથનની મદદથી પોતાની ગેમ બનાવવાની પ્રેરણા મળી. પિતાએ પાયાની તાલીમ આપવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં તે ઝડપથી શીખવા લાગ્યો. પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજથી ગેમ્સ કેવી રીતે બનાવાય તે શીખવાનું તેણે શરૂ કરી દીધું.

શરૂઆતમાં અડધા કલાકથી એક કલાક સુધી ગમ્મત કરતાં-કરતાં કોડિંગની શરૂઆત થઈ. અર્હમ તેના પિતા સાથે શનિવારે અને રવિવારે થોડા સમય પસાર કરતો અને નાના પ્રોગ્રામ્સ બનાવતા શીખતો. એક વખત તેણે પૂરતું પાયાનું જ્ઞાન મેળવી લીધું પછી બંને જણા તેમાં વધુને વધુ સમય આપતા ગયા. એડવાન્સ લેવલે શીખતાં અર્હમને એટલો બધો રસ પડવા લાગ્યો કે આખું વીકેન્ડ પિતા-પુત્ર તેમાં જ રચ્યાપચ્યા રહેતા. પ્રોફેશનલ એન્જિનિયર્સ જેને હેકાથોન કહે છે તે મુજબ અર્હમ અને તેના પિતા આખું વીકેન્ડ ટેક્સ્ડ બેઝ્ડ ગેમ્સ બનાવવામાં જ વીતાવતા. અર્હમની માતા તેને પ્રોત્સાહિત કરતી અને આ સમગ્ર સફર દરમિયાન તેને ખૂબ જ મદદ કરી.

અર્હમ શું કહે છે

માતા-પિતા આઇટી ફિલ્ડમાં હોવાથી નાનપણથી જ હું વિવિધ ગેજેટ્સ સાથે રમતો હતો. હું બે વર્ષનો હતો ત્યારે પપ્પા કે મમ્મી કામ કરતા હોય ત્યારે લેપટોપ કે ટેબ્લેટ શીખ્યો હતો. મને વિવિધ ગેજેટ્સમાં ખૂબ રસ પડતો હતો. પાંચ વર્ષે હું બ્લોક બેઇઝ્ડ પ્રોગ્રામ શીખ્યો. એક દિવસ પપ્પા ઘરે કામ કરી રહ્યાં હતા, મેં પૂછ્યું કે તેઓ શું કરી રહ્યાં છે? તેમણે મને કમ્પ્યૂટરની પાયથન લેંગ્વેજમાં કામ કરી રહ્યાં હોવાનું જણાવ્યું. મને રસ પડ્યો તો મેં પૂછ્યું કે મને શીખવશો? પાયથન શીખવાની મારી જર્ની ત્યાંથી શરૂ થઇ. પપ્પા રવિવારે મને શીખવતા.

ગેમ બનાવી

પાયથન શીખવાની સાથે સાથે હું મારી નાની ગેમ પણ બનાવતો હતો. હાં, તે કોઇ ઓનલાઇન પ્લેટફોર્મ પર નથી. પરંતુ એ પઝલ, અંકોની પસંદગી, કેલ્ક્યુલેટર વગેરે ઇન્ટરેક્ટિવ ગેમ હતી. પરંતુ એ મેં બનાવી હતી. પાયથન મને બહું સરળ લાગવા લાગી. જ્યાં પણ અટકાતો ત્યાં મમ્મી કે પપ્પા તો હતા જ. અમે માઇક્રોસોફ્ટ ટેકનોલોજી એસોસીએટની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આ પરીક્ષા આઇટી ફિલ્ડનું ભણેલા લોકો માટે ઘણી અઘરી હોય છે. કારણ કે આ પરીક્ષામાં પ્રોગ્રામના કોડિંગની સાથે તમારું આઇ.ક્યુ ચેક કરવા માટે અટપટા પ્રશ્નો પૂછવામાં આવે છે. 1000 ગુણમાંથી 900 ગુણ મેળવ્યા અને વિશ્વમાં સૌથી નાની ઉંમરનો પ્રોગ્રામર બનીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

આંખોનું ચેકઅપ

મારા પેરેન્ટ્સ ગેજેટ્સ સાથે કામ કરતા હોવાથી તેઓને ખ્યાલ હતો કે મારે કેટલો સમય કામ કરવાનું છે, દર છ મહિને મારી આંખોની તપાસ કરાવતા હતા. હું ક્યારેય ટાઇમ પાસ કરવા કે એમ જ લેપટોપ પર નહોતો બેસતો. મને ખબર હોય છે કે મારે શું કરવું છે.

શાળા

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન વિદ્યાર્થી અર્હમ છે. ટેક્નોલોજીની બાબતમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન પહેલેથી જ બીજી સ્કૂલો કરતાં ઘણી આગળ રહી છે. કેજીના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યૂટર અને આઈપેડથી ક્લાસીસ ચલાવે છે. ટેક્નોલોજી ખાલી મોજમજા માટે જ નથી, તેમાં તાર્કિક ગણતરીઓનું પણ ઘણું મહત્વ છે. સ્કૂલમાં લોજિક્વિડ્સ જેવા પ્રોગ્રામ્સ છે જે સિનિયર કેજીના વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતાને વધારવામાં મદદરૂપ થાય છે.

ઉદગમ સ્કૂલ એક્સ્ટ્રામાર્ક્સ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. ખાસ કરીને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેનો મોટાભાગે આઈટી ઉદ્યોગમાં કોર્પોરેટ સ્તરે ઉપયોગ થતો હોય છે. પહેલા ધોરણના વિદ્યાર્થી માટે આ પ્રકારની સિસ્ટમ ઊભી કરવાથી બાળકને આઈટી ઉદ્યોગના સ્ટાન્ડર્ડ પ્લેટફોર્મ પર શીખવા મળે છે. આના પગલે વિદ્યાર્થીઓને બાળપણથી જ કોડિંગ અને ટેક્નોલોજીની દુનિયામાં આગળ આવવા માટે મદદ મળી શકે છે.