ગાંધીનગર, 14 માર્ચ 2020
સાયબર ક્રાઇમને રોકવા માટે ગુજરાતમાં નવ રેન્જમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે, જે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ રેન્જમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, પંચમહાલ-ગોધરા, ભાવનગર,સુરત,રાજકોટ, જૂનાગઢ અને કચ્છ બોર્ડર રેન્જ જિલ્લા પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર રેન્જનું મુ્ખ્યમથક ગાંધીનગર રહેશે જેના હેઠળ ગાંધીનગર, મહેસાણા,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ કરાયો છે.
અમદાવાદ રેન્જમાં તેનું મુખ્યમથક અમદાવાદ રહેશે જેમાં અમદાવાદ ગ્રામ્ય, ખેડા-નડિયાદ અને આણંદ જિલ્લાનો સમાવેશ કરાયો છે.
વડોદરા રેન્જનું મુખ્યમથક વડોદરા રહેશે જેમાં વડોદરા ગ્રામ્ય, ભરુચ, નર્મદા-રાજપીપળા અને છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.
પંચમહાલ-ગોધરા રેન્જનું વડુમથક ગોધરા રહેશે જેમાં પંચમહાલ-ગોધરા અને મહિસાગર-લુણાવાડાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે.
ભાવનગર રેન્જનું વડુમથક ભાવનગર રહેશે જેમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ કરાયો છે.
સુરત રેન્જનું વડુમથક સુરત રહેશે જેમાં સુરત ગ્રામ્ય, નવસારી, વલસાડ,તાપી-વ્યારા અને આહવા-ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજકોટ રેન્જનું વડુમથક રાજકોટ રહેશે જેમાં રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, દેવભૂમિદ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.
જૂનાગઢ રેન્જનું વડુમથક જૂનાગઢ રહેશે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ અને પોરબંદર જિલ્લાનો સમાવેશ થાય છે.
બોર્ડર રેન્જ કચ્છ-ભૂજનું વડુમથક ભૂજ રહેશે જેમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ, ગાંધીધામ, પાટણ અને બનાસકાંઠા-પાલનપુર જિલ્લાના પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે તેમ ગૃહ રાજ્ય પ્રધાન મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું.