અમૂલ દૂધ 80 લાખ થેલી પ્લાસ્ટિક ફેંકતું હોવાથી નોટિસ, બંધ કરો આ બધું

Notice that since Amul milk throws 80 million bags of plastic, stop it all

ગુજરાત સરકારે પ્લાસ્ટીકના પાઉચમાં દૂધનું વિતરણ કરતી 33 સહકારી ડેરીઓના અમૂલ બ્રાંડ કંપનીને નોટિસ ફટકારી છે કે હવે બહુ થયું, દૂધના પ્લાસ્ટિકના પાઉચને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે. રોજના 70થી 80 લાખ પ્લાસ્ટિક થેલીમાં દૂધ, દહીં, છાસ, ઘી આપવામાં આવે છે. જે કાંતો કાટની બોટલો અથવા ટેટ્રાપેકમાં દૂધ આપવું જોઈએ એવું પર્યાવરણ બચાવો આંદોલન કરનારા અનેક વખત કહી ચૂક્યા છે.

ગુજરાત કોઓપેરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને કહેવામાં આવ્યું છે કે દૂધના ખાલી પાઉચ માટે નક્કર યોજના બનાવવામાં આવે. મુંબઇ અને દેશના અન્ય રાજ્યોમાં દૂધ પ્લાસ્ટીકના પાઉચમાં નહીં પણ કાચની બોટલો મળે છે. આ દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. અમૂલે કાચની બોટલમાં દૂધ આપવું જોઈએ. પહેલા વડોદરા ડેરી આપતી હતી.

1 લાખ કિલો અમૂલના પ્લાસ્ટીકના પાઉચમાંથી સિંચાઇ માટેની પ્લાસ્ટીકની પાઇપ્સ અને પ્લાસ્ટીક શીટ બનાવી શકાય છે. સરકાર દ્વારા પ્લાસ્ટીકના રિસાયકલીંગ અને પ્લાસ્ટીકની નિયમોનો ભંગ કરતી કંપનીઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે કંપનીઓ પ્લાસ્ટીકને વધુ માત્રામાં રિસાયકલ કરતી નથી તેની સામે પગલાં લેવામાં આવશે. રાજ્યની 100 પ્લાસ્ટીક કંપનીઓ પૈકી 56 કંપનીઓએ તેનની કાર્યયોજના સરકારને આપી નથી. તેથી આ કંપનીઓને બંધ કરવાની કાર્યવાહી શરૂ કરવામાંઆવશે.