જે કામ 4 મહિના પહેલાં કરવું જોઈતુ હતું તે હવે મુઢ રૂપાણી સરકારે શરૂ કર્યું, સેંકડો લોકોના મોત

ગાંધીનગર, 13 મે 2021

જે કામ જાન્યુઆરી પહેલા પૂરું કરી દેવું જોઈતું હતું તે કામ હવે સંવેદનહીન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂ કર્યું છે. રાજ્યમાં ઓક્સિઝન ન હોવાના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. જો દરેક તાલુકા મળીને 250 અને શહેરોમાં 125 મળીને 375 પ્રાણવાયુ બનાવતી પ્લાંટ બનાવવાની જરૂર હતી.

ત્યારે રૂપાણી સરકાર મુઢ બનીને ઊંઘતી હતી. હવે એકાએક 348 આરોગ્ય કેન્દ્રો પર પ્રાણવાયું પ્લાંટ ઊભા કરવા માટે એકાએક નિર્ણય લીધો છે. આ કામ જાન્યુઆરી 2021માં 4 મહિના પહેલા પૂરું થઈ ગયું હોત તો હજારો લોકોના મોત થયા છે તેને બચાવી શકાયા હોત.

આરોગ્ય રાજ્ય પ્રધાન કિશોર કાનાણી એ જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અનેક સ્થળે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 348 સીએચસી (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) સેન્ટર પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર નાગરિકોને સર્વોત્તમ સારવાર આપવા માટે કટિબદ્ધ છે અને આરોગ્યની બાબતમાં સહેજ પણ કચાશ ન રહે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સામે જીત મેળવવા તથા કોરોનાના કપરાકાળમાં રાજ્યના નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવામાં આવશે.

કોર ગ્રુપ કમિટીની બેઠક મળે છે જેમાં આરોગ્યહિતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે માર્ચ સુધીમાં એટલે કે કોરોનાની પ્રથમ લહેરમાં 150 મેટ્રીક ટનની જરૂરિયાત રહેતી હતી.

બીજી લહેરમાં 1150 મેટ્રીક ટન સુધી પહોંચી છે.

હજુ કોરોનાની ત્રીજી લહેર આવશે તેવું નિષ્ણાંતોનું માનવુ છે. ત્યારે રાજ્ય સરકારે તે પરિસ્થિતીને પણ પહોંચી વળવા માટે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા માટે 108 એમ્બ્યુલેન્સ વધારવી પડે તેમ છે. 175 નવી એમ્બ્યુલન્સની તાત્કાલિક ખરીદી કરીને કામ કરતી કરી દીધી છે.

1 મહિનામાં 7 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા છે.

કોર કમિટીની બેઠકમાં 10 જુલાઈ 2021 સુધી બે મહિના સુધી 80 લાખ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલોમાં મા કાર્ડ અને વાત્સલ્યમ્ કાર્ડનો ઉપયોગ કરી શકશે.

દરરોજના રૂ.5 હજાર સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા 50 હજાર સુધીની સારવાર મળી શકશે.

સ્મશાનગૃહોના કામ કરતાં કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે.

સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય મળશે.