Odisha overtakes Gujarat in Cyclotron, neither Modi helped nor Mandaviya, साइक्लोट्रॉन में गुजरात से आगे निकला ओडिशा, न मोदी ने मदद की और न मंडाविया ने
ગાંધીનગર, 9 મે 2023
ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈસ્ટિટ્યુટમાં સાયક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડ રૂપિયા આપવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો. બે વર્ષમાં કામ પૂરું થશે. સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન થશે. તેનો ઉપયોગ કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે. ગુજરાતમાં વિશ્વ કક્ષાના કેન્દ્રની સ્થાપનાથી દવાના ક્ષેત્રમાં વપરાતા રેડિયો આઇસોટોપનું ઉત્પાદન, ન્યુક્લિયર મેડિસિન ક્ષેત્રે સાઉથ ઇસ્ટ એશિયન રિજનલ સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જનરલ સાયન્સ સહિત અનેક ફાયદા થઈ શકે તેમ હતા. પણ મોદી સરકાર તેમ કરાવી શકી નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ તો 2020માં કલકત્તામાં ચાલું કરી દીધું હતું. ગુજરાત 10મું રાજ્ય છે. આ પ્રોજેક્ટના અમલમાં.
મોદી સરકાર ગુજરાતને વારંવાર અન્યા કરી રહી હોવા છતાં લોકસભાના 26 સભ્યો, 182 ધારાસભ્યો, કેન્દ્રમાં રહેવા ભાજપના પ્રધાનો, ગુજરાતના ભાજપ સરકારના પ્રધાનો કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી આર પાટીલ કંઈ બોલી શકતાં નથી. તેઓ ગુજરાતનો અવાજ બની શકતા નથી.
રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. દર્દી-દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે. 1 હજાર ચોરસ મીટર જગ્યાની જરૂરિયાત સાયક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિત 5 માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે 1 હજાર ચોરસ મીટર જરૂર પડશે.
પ્રેઝન્ટેન્શન આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કર્યુ હતું. મનોજ અગ્રવાલે કહ્યું કે, હાલની સ્થિતિએ ઈન્સ્ટિટ્યુટમાં ન્યુક્લિયર મેડીસીન વિભાગનું પોતાનું સાયક્લોટ્રોન ના હોવાને કારણે વર્ષે દિવસે લગભગ 4 હજાર જેટલા દર્દીઓને જ લાભ મળે છે.
કેટલાક મોલેક્યુલસ એવા હોય છે જેની half life થોડી જ મિનીટો માટે હોય છે. આવી કોઇ પણ તપાસ અત્યારે આ ઇન્સ્ટીટ્યુટમાં શકય નથી. હવે કોઇ પણ તપાસ જ્યારે પણ કરવાની હશે ત્યારે કરી શકાશે.
ન્યુકિલયર મેડીસીન વિભાગ 28 વર્ષથી છે. હાલની સ્થિતીના 4 ગણા એટલે કે વર્ષે 16 હજાર દર્દીઓને તપાસ અને સારવાર આપી શકાશે. ભવિષ્યમાં જી.સી.આર.આઈ.ની અન્ય હોસ્પિટલો કે સેન્ટર્સ એવા સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગરને પણ મટિરિયલ સપ્લાય થઈ શકશે.
ઓડિશામાં ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ‘મેડિકલ સાયક્લોટ્રોન યુનિટ’ની સ્થાપના 2020માં કરવામાં આવી હતી. જ્યાં રાજ્ય સરકાર રૂ. 150 કરોડનું યોગદાન આપ્યું હતું. તેનાથી ઓડિશા સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં ‘મેડિકલ સાયક્લોટ્રોન’નું સંશોધન અને અમલીકરણ હબ (ગઢ) બની જશે. સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં અનન્ય હશે.
મેડિકલ સાયક્લોટ્રોન યુનિટ રેડિયોએક્ટિવ આઇસોટોપનું ઉત્પાદન કરશે જેનો ઉપયોગ કેન્સર અને અન્ય રોગોની સારવાર માટે PET સ્કેન જેવી જટિલ ઇમેજિંગ પ્રક્રિયાઓમાં થાય છે. આઇસોટોપ્સ હૈદરાબાદ, મુંબઈ અને કોલકાતાથી આયાત કરવો પડે છે. તે માત્ર થોડા કલાકો માટે જ અસરકારક છે.
NISER દ્વારા TeamMCH, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ, વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન સેન્ટર, કોલકાતા, રેડિયેશન અને આઇસોટોપ ટેકનોલોજી બોર્ડ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાતના મનસુખ માંડવિયા આરોગ્ય પ્રધાન કેન્દ્ર સરકારમાં હોવા છતાં તેઓ ગુજરાતમાં આવી સાયક્લોટ્રોન બનાવી આપ્યું નથી. ઓડીસાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે રાજ્યની કેપિટલ હોસ્પિટલ અને BMC હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટના ધોરણે નિષ્ણાત અને સુપર નિષ્ણાત ડૉક્ટરોની નિમણૂક માટે ભંડોળની જોગવાઈને પણ મંજૂરી આપી હતી.
વૈજ્ઞાનિકોએ ભારતીય એન્ટાર્કટિક સ્ટેશન મૈત્રી ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક આયન સાયક્લોટ્રોન (EMIC) તરંગોને ઓળખી લેવામાં આવ્યાં છે, જે પ્લાઝ્મા તરંગોનું સ્વરૂપ છે.
ઇલેક્ટ્રોમેગ્નેટિક યુગનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમને વિસ્તૃત કરવા માટે થાય છે . એક સાયક્લોટ્રોન જેમાં તેમના કક્ષની ત્રિજ્યાને સતત રાખવા માટે કણોની ઊર્જા સાથે ચુંબકીય ક્ષેત્રની શક્તિ વધે છે.
સાયક્લોટ્રોન જેમાં ઇલેક્ટ્રિક ફીલ્ડ સતત આવર્તન પર જાળવવામાં આવે છે.
જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને સોલા હોસ્પિટલ ખાતે મોડેલ હોસ્પિટલ બનાવવા 40 કરોડ રૂપિયાની જે ફાળવણી કરવામાં આવેલી છે.
રેડિયોલોજી, એનેસ્થેસિયા, મેડિસીન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, આંખોના રોગ સહિતના વિભાગોની ઉત્કૃષ્ટ કામગીરી માટે ખરીદવામાં આવેલા સાધનોની વિસ્તૃત વિગતો પણ બેઠકમાં આપવામાં આવી હતી.