અદાણી સામે કચ્છમાં ફરી એક વખત દેખાવ કરી સૂત્રો પોકાર્યા, વાંચો અદાણીના મુન્દ્રા બંદરની નશીલી વાતો, Adani and Modi are brothers, sell drugs and reap the profits!, Once again, a protest was held in Kutch in front of Adani Port, with slogans being chanted, Read the drug-related stories of Adani’s Mundra Port.
દિલીપ પટેલ
અમદાવાદ, 9 ડિસેમ્બર 2025
અદાણી મોદી ભાઈ ભાઈ નારાઓ સાથે અદાણીના મુન્દ્રા બંદરના મુખ્ય દરવાજા પર નશીલા પદાર્થો સામે દેખાવો થયા હતા. જેમાં દેખાવકારોએ સૂત્રો પોકાર્યા હતા કે, “અદાણી-મોદી ભાઈ ભાઈ, ડ્રગ્સ વેચી મલાઈ ખાઈ” અને “ડ્રગ્સ હટાવો, ગુજરાત બચાવો”
ગુજરાતને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે આમ આદમી પક્ષ દ્વારા મુંદરા બંદર સામે 6 ડિસેમ્બર 2025 દેખાવો કર્યા હતા.
કચ્છમાં મુન્દ્રા બંદર અને અમદાવાદની અદાણી કંપનીની કચેરી સામે રાજકીય પક્ષો વારંવાર દેખાવ અને સૂત્રો પોકારી રહ્યાં છે. અગાઉ કોંગ્રેસે મુદ્રામાં અને અમદાવાદમાં અદાણીની મીઠાખળીની કચેરી સામે નશીલા પદાર્થો સામે સૂત્રો પોકાર્યા હતા.
આપના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટે જણાવ્યું હતું કે, આ પોર્ટ પરથી ખરબો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે, જે દર્શાવે છે કે ગુજરાત ડ્રગ્સના રવાડે ચઢીને ‘ઉડતા ગુજરાત’ બની રહ્યું છે. ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે. પોર્ટ પરથી ડ્રગ્સનો કારોબાર અટકાવવા માટે લશ્કર અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ખાસ જરૂર છે. ડ્રગ્સ ઉપરાંત અન્ય ઘણી વાંધાજનક વસ્તુઓની આ પોર્ટ પરથી આયાત-નિકાસ થતી હશે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે.
આપના ધારાસભ્ય
અગાઉ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધનસભામાં અને વિધાનસભા બહાર અદાણીના મુન્દ્રા બંદર પર આવી રહેલા ડ્રગ્સના પ્રશ્નો પૂછી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને મૂંઝવણમાં મૂકી દીધા હતા.
એમણે પૂછેલા પ્રશ્નના જવાબમાં સંઘવીએ કહેવું પડ્યું હતું કે, અદાણી પોર્ટ પરથી 11 માર્ચ 2023 સુધીમાં બે વર્ષમાં 375 કરોડના હેરોઈન-ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. સરકારે જવાબ વિધાનસભામાં આપ્યો હતો.
હિરોઇનનો 75 કિ.ગ્રામનો જથ્થો પકડવામાં આવ્યો હતો. પકડાયેલા જથ્થો નાશ કરવામાં આવ્યો નથી.
અદાણી પોર્ટ પરથી મળેલા ડ્રગ્સ બાબતે પોર્ટના 2 કર્મચારીઓની ધરપકડ કરી હતી.
ભારતીય જળ સીમા પરથી એક વર્ષમાં ગુજરાત એટીએસ દ્વારા રૂ. 925 કરોડનો 184,9994 કિં.ગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. 40 આરોપીની ધરપકડ કરી હતી. આ પકડાયેલા આરોપીઓમાં 7 ભારતીય, 32 પાકિસ્તાની, 1 અફધાનીસ્તાની હતો.
23 ઓગસ્ટ 2024માં ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ પર 2021થી 2024 સુધીમાં ઝડપાયેલું 35000 કરોડનું ડ્રગ્સ ક્યાં ગયું? ગૃહ વિભાગ પાસે વિગતો ન હતી.
કચ્છમાં અદાણી સંચાલીત મુન્દ્રા પોર્ટ પર અંદાજિત 35,000 કરોડનું 2021ના વર્ષમાં એનઆઇએ દ્વારા 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ કેમ નહીં ?
વારંવાર બિનવારસી ડ્રગ્સ પકડાતું હોય છે અને તેમાં કોઈનું નામ નથી આવતું. ઝુંપડપટ્ટીમાં રહેનાર ગરીબ વ્યક્તિ કે સાયકલ પણ ન હોય તેવા વ્યક્તિનું નામ આવે છે. બીજી બાજુ અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ પણ કરવામાં આવતી નથી. આ સવાલનો પણ જવાબ ગૃહમંત્રીએ આપ્યો નથી. માટે ગુજરાતના યુવાનો માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર રાજનીતિ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. વિપક્ષ ગૃહમાં જનતાનો અવાજ ઉઠાવવાને બદલે માત્ર રાજનૈતિક નિવેદનબાજી કરે છે. આજે વિધાનસભા ત્રીજા દિવસે 116 ની નોટિસ પર લોકોના પ્રશ્નો પર ચર્ચા થતી હતી. આ જથ્થો ક્યાં છે તેની માહિતી ગૃહ વિભાગ પાસે નથી. સરકારે 90 વિદેશી ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
શા માટે વારંવાર અદાણી સંચાલિત કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સના જથ્થા ઠલવાઈ રહ્યા છે. ખાનગી પોર્ટના અધિકારીઓ, ડાયરેક્ટર્સ અને માલિકોની ગૃહ વિભાગ દ્વારા કોઈ તપાસ કરીને શું કાર્યવાહી કરવામાં આવી છે? પોર્ટના કેટલા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે કે નહીં?
2025ના દેખાવો કરવામાં પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટની આગેવાની હેઠળ મુન્દ્રા તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ ભરતભાઈ ધેડા, અનુસૂચિત જાતિ શહેર પ્રમુખ જય માતંગ, મુન્દ્રા તાલુકા મંત્રી પ્રશાંત રાજગોર, શહેર મહામંત્રી જીજ્ઞેશ રાવલ, અલીમામદ, રાણાભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અદાલત
2021માં અદાલતે રિમાન્ડ આપતા સમયે પોર્ટની ભૂમિકા અંગે નારાજગી દર્શાવતી ટિપ્પણી કરી હતી. મુંદ્રા પોર્ટથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે ભુજની એનડીપીએસ કોર્ટે ફરી એક વાર શખસ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘શું અદાણી પોર્ટ કાયદાથી પણ પર છે?’. અગાઉ કોર્ટે આ ડ્રગ્સ સ્મગલિંગ મામલામાં પોર્ટને કોઈ લાભ મળે એમ છે કે નહિ? એ તપાસવા ડીઆરઆઈને કહ્યું હતું. આરોપી હરપ્રીત સિંહ તલવારને 3 હજાર કિલો ડ્રગ્સમાં જામીન આપ્યા ન હતા.
સત્ય
2020થી 2024ના પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના બંદરો પર ડ્રગ્સની દાણચોરીની મોટી જપ્તીઓ જોવા મળી છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશભરના બંદરો પર રૂ. 11 હજાર 300 કરોડના ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાંથી 65 ટકા એટલે કે રૂ. 7 હજાર 400 કરોડ ગુજરાતના બંદરો પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. આમાં અદાણી ગ્રુપના મુન્દ્રા બંદર પરથી જ રૂ. 6 હજાર 386 કરોડના ડ્રગ્સનો સમાવેશ થાય છે. આ માહિતી તાજેતરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવી હતી. એમ સત્ય હિંદીનો અહેવાલ કહે છે.
પીપાવાવ બંદર પર રૂ. 180 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. મુન્દ્રા અને ગાંધીધામ CFS પર અનુક્રમે રૂ. 377 કરોડ અને રૂ. 302 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરુ બંદર પર રૂ. 2,284 કરોડ, તમિલનાડુના V.O. ચિદમ્બરનાર બંદર (તુતીકોરીન) પર રૂ. 1,515 કરોડ અને કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર રૂ. 78 કરોડના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
દેશભરના પાંચ મુખ્ય બંદરો અને ત્રણ કન્ટેનર ફ્રેટ સ્ટેશન પર આશરે 5,000 કિલોગ્રામ ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
આમાં હેરોઇન, કોકેન, મેથામ્ફેટામાઇન અને ટ્રામાડોલ ગોળીઓ અને ઇન્જેક્શનનો સમાવેશ થાય છે.
ખાસ કરીને, 2024માં મુન્દ્રા અને કોલકાતા CFS માંથી 71.32 લાખ ટ્રામાડોલ ગોળીઓ અને 1,000 ટ્રામાડોલ ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા.
17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
મુન્દ્રાના APSEZ પર 3 કસ્ટમ બ્રોકર્સ – પેસિફિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાવાદ; કોન્ટ્રેન્સ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ, નવી દિલ્હી; અને સારથી શિપિંગ કંપની લિમિટેડ, ગાંધીધામ – સામે કાર્યવાહી કરી હતી.
ગુજરાતના મુન્દ્રા બંદર પર ડ્રગ દાણચોરીના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મુન્દ્રા બંદર ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે.
અદાણીના બંદર પર દેખરેખ આટલી નબળી કેમ છે?
જોકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ભારતીય નૌકાદળ અને ગુજરાત ATS જેવી સુરક્ષા એજન્સીઓ બંદર પર છે.
2021માં મુન્દ્રા બંદર પર ટેલ્કમ પાવડર તરીકે 3,000 કિલો હેરોઈન પકડાયું હતું. મુન્દ્રામાં ખૂબ જ નબળી દેખરેખ છે, બધા કન્ટેનરની તપાસ કરવામાં આવતી નથી.
ગેંગ ગુજરાતના બંદરોનો ઉપયોગ ડ્રગ સપ્લાય માટે હબ તરીકે કરે છે, જ્યાંથી ડ્રગ્સ ઉત્તર ભારતમાં, ખાસ કરીને દિલ્હી અને પંજાબમાં મોકલવામાં આવે છે. તપાસ એજન્સીઓ ડ્રગ માફિયા કાર્ટેલને કેમ તોડી શકતી નથી? તેમને કોણ રક્ષણ આપી રહ્યાં છે?
કેટલાક કિસ્સાઓમાં નાણાંનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને નાણાં આપવા માટે થાય છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ખુલાસો કર્યો છે કે મુન્દ્રા બંદર પર જપ્ત કરાયેલા ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રકમ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા જેવા જૂથોને જાય છે.
કોંગ્રેસ અને આપ દ્વારા આરોપ લગાવ્યો છે કે ભાજપના કેટલાક નેતાઓ અથવા તેમના સંબંધીઓ ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા હોઈ શકે છે. જે તપાસમાં અવરોધ ઉભો કરે છે. આરોપોના તેમાં કોઈ નક્કર પુરાવા નથી. ભાજપે ક્યારેય આંકડા કે આરોપોને પડકાર્યા નથી, મૌન રહ્યા છે.
અદાણી જૂથે સ્પષ્ટતા કરી હતી કે, તેમની ભૂમિકા બંદર કામગીરી સુધી મર્યાદિત છે, પરંતુ વારંવાર ડ્રગ જપ્ત થવાથી તેની છબી ખરડાઈ છે.
અફઘાનિસ્તાન વિશ્વનો સૌથી મોટો હેરોઈન સપ્લાયર છે, જે વૈશ્વિક હેરોઈનનો 80% હિસ્સો ધરાવે છે. મુન્દ્રા બંદર પર પકડાયેલા મોટાભાગના ડ્રગ્સ, ખાસ કરીને 2021 માં રૂ. 21,000 કરોડના હેરોઈન, અફઘાનિસ્તાનથી આવ્યા હતા. તેવી જ રીતે, પાકિસ્તાનથી પણ મોટા પાયે ડ્રગ્સ ભારતમાં આવી રહ્યા છે.
કોંગ્રેસ
2024માં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ આરોપો લગાવ્યા હતા કે, સરકાર નશાના રવાડે ચડાવીને યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહી છે.
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિંબ મુંદરા આવી દેખાવો કર્યા હતા. મુન્દ્ર અને અમદાવાદ ખાતે 29 નવેમ્બર 2024માં દેખાવોનું સૂત્ર હતું, ‘નોકરી આપો, નશા નહીં’.
સરકારના ઇશારે કામ થઈ રહ્યું છે. કચ્છના અદાણી પોર્ટ પરથી 50,000 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યું છે. કચ્છની અંદર 2022માં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા 95000 હતી, પણ વાસ્તવમાં 2 લાખ બેકારો કચ્છમાં છે.
ગુજરાત યુથ કોંગ્રેસે અમદાવાદના મીઠાખાળી વિસ્તારમાં આવેલ અદાણી વિલ્મરની ઓફીસ બહાર દેખાવો કર્યા હતા. ત્યાં સૂત્રો બોલાયા હતા કે, અદાણી પોર્ટ પરથી 2 લાખ કરોડોનું ડ્રગ્સ પકડાયું હોવા છતાં સરકાર પોર્ટ માલિકની પૂછપરછ કે ધરપકડ નથી કરી.
અદાણી અને સરકાર વચ્ચે સાંઠગાંઠ છે અને તેને કારણે અત્યાર સુધી અદાણી સામે પગલાં નથી લેવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. સરકાર અદાણીનો બચાવ કરે છે.
પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કોણે મંગાવ્યું હતું, જ્યાં જવાનું હતું તે દિશામાં કોઈ તપાસ થતી નથી.
રાહુલ ગાંધી
અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાતમાં ડ્રગ્સ અંગે પ્રશ્ન કર્યો હતો કે વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું હોવા છતાં પોર્ટના માલિકની પૂછપરછ કેમ નથી થઈ રહી? ગુજરાતમાં ડ્રગ્સ કારોબાર ચલાવી રહેલ નાર્કોસ ને એનસીબી કે અન્ય સરકારી એજન્સીઓ કેમ નથી પકડી શકી ? અને કેન્દ્ર-ગુજરાત સરકારમાં બેઠેલા કયા લોકો છે કે જેઓ માફિયા ‘મિત્રો’ને સંરક્ષણ આપી રહ્યા છે ?
21 હજાર કરોડના ડ્રગ્સની હકીકત
તપાસ કરવાની જરૂર છે કે દેશમાં કેટલા ડ્રગ્સ પ્રવેશી ચૂક્યા છે અને નુકસાન પહોંચાડ્યું છે, તેની પાછળ કોણ છે અને કાનૂની હોદ્દા પર રહેલા લોકો સાથે તેમના શું સંબંધો છે. આ ડ્રગ સ્ટોક્સનો મજબૂત વ્યાપારી સંબંધ આંધ્રપ્રદેશના એક શહેરમાં જોવા મળ્યો છે. ડ્રગ્સ આંધ્રપ્રદેશમાંથી ઉદ્ભવ્યા હતા અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા.
આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી નજીક વિજયવાડામાં નોંધાયેલ ફર્મ, આશી ટ્રેડિંગ કંપની, આ કામગીરીમાં સામેલ હતી. આને ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટી હેરોઇન જપ્તી તરીકે વર્ણવવામાં આવી રહી છે. વિશ્વભરમાં સૌથી મોટી પણ એક છે.
સંડોવાયેલા વ્યક્તિઓ છે:
(i) એક દંપતી, ગોવિંદ રાજુ દુર્ગા પૂર્ણા વૈશાલી અને માચાવરમ સુધાકર, જેમણે કંદહાર સ્થિત કંપનીમાંથી તેમની વિજયવાડા-રજિસ્ટર્ડ ફર્મ (આશી ટ્રેડિંગ કંપની) દ્વારા અર્ધ-પ્રોસેસ્ડ ટેલ્ક પત્થરોમાં છુપાવીને હેરોઈન આયાત કર્યા હોવાનો આરોપ છે,
(ii) ચાર અફઘાન નાગરિકો અને
(iii) એક ઉઝબેક મહિલા.
વૈશાલી અને સુધાકરને નાના વેપારીઓ છે. હેરોઈનની દાણચોરી માટે તેમના ટેલ્ક પત્થરના કન્ટેનરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ માત્ર રૂ. 10 લાખ થી રૂ. 12 લાખનું કમિશન મળ્યું હતું.
વૈશાલી અને સુધાકર અફઘાનિસ્તાન અને ઈરાનમાં સ્થિત વ્યક્તિઓ પાસેથી સૂચનાઓ લઈ રહ્યા હતા. કંદહાર મુખ્યત્વે અફીણ ખસખસની ખેતી થાય છે.
અફઘાનિસ્તાનમાં 800 થી 900 મધ્યમ અને ઉચ્ચ સ્તરના ડ્રગ હેરફેર કરનારા/સિન્ડિકેટ છે. ઘણા પાસે ઉચ્ચ ગુણવત્તાવાળા હેરોઈનમાં અફીણ ખસખસને પ્રોસેસ કરવા માટે સંપૂર્ણ વિકસિત પ્રયોગશાળાઓ પણ છે.
2020 માં અફઘાનિસ્તાનમાં સંભવિત અફીણ ઉત્પાદન 6,300 ટન હોવાનો અંદાજ હતો, જેમાં સરેરાશ અફીણ ઉત્પાદન પ્રતિ હેક્ટર 28.0 કિલોગ્રામ હતું. વિશ્વના અફીણના 85% થી વધુ ઉત્પાદન કરે છે.
અફઘાનિસ્તાનમાં અફીણ ખસખસની ખેતી હેઠળનો કુલ વિસ્તાર 2 લાખ 24 હજાર હેક્ટર હોવાનો અંદાજ હતો.
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી કંદહારથી ભારત મોકલવામાં આવતા ડિલિવરીની નાર્કો-આતંકવાદી લિંક્સ માટે તપાસ કરવામાં આવી હતી.
લાખો ટન કાર્ગો મુન્દ્રા અથવા અમારા કોઈપણ બંદરો પરના ટર્મિનલમાંથી પસાર થાય છે.
અદાણી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ દેશના સૌથી મોટા કોમર્શિયલ પોર્ટ ઓપરેટરોમાંનું એક છે. તે ભારતના સાત રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ અને ઓડિશાના 13 સ્થાનિક બંદરોમાં હાજરી ધરાવે છે.
ગુજરાતી
English



