મસાલા પાકોનું ઉત્પાદન વધારવા અસલી બિયારણોની ઓન લાઈન ખરીદી
Online purchase of original seeds to increase production of spice crops
દિલીપ પટેલ
ગુજરાતમાં મસાલા પાકો જીરૂ, ધાણા, મેથી, વરિયાળી, સુવા, અજમો, કાળુ જીરૂ, જેવા પાકોના બિયારણો માટે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. તેઓ ઘરે બેઠા ઓનલાઈન પૈસા આપીને ઓનલાઈન બિયારણ મંગાવી શકશે. સરકારી સંસ્થા હોવાથી તેમાં છેતરપીંડીને કોઈ અવકાશ નથી.
આ શિયાળામાં લસાણનું 200 ટકા અને ઈસબગુલ અને ઘાણા 145 ટકા સરેરાશ કરતાં વધારે વાવેતર થયું છે. ગુજરાતનો સૌથી મોટો મસાલા પાર જીરૂ છે પણ જીરૂમાં આ વર્ષે વાવેતર ગયા વર્ષ કરતાં 40 ટકા ઘટી ગયું છે. જો ઓન લાઈન સારા બિયારણ જીરૂના મંગાવે તો ઉત્પાદકતા વધારી શકાય તેમ છે.
ગુજરાતમાં 10 લાખ ખેડૂતો 7 લાખ હેક્ટરમાં મસાલા પાકોનું વાવેતર કરે છે. 11 લાખ ટન ઉત્પાદન થાય છે. 7 લાખ હેક્ટરમાંથી સૌરાષ્ટ્રમાં 4.75 લાખ હેક્ટર મસાલા પાકો છે. જેનું વેચાણ મોટાભાગે ઊંઝા કૃષિ બજારમાં કરવામાં આવે છે.
નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓન સીડ સ્પાઈસીસના રાજસ્થાનના અજમેર દ્વારા મસાલાના બીજ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે.
ખેડૂતને બિયારણ ખરીદવા સંશોધન કેન્દ્રમાં આવવું પડતું હતું. દેશના કોઈપણ રાજ્યના ખેડૂતો આ પોર્ટલ પરથી સરળતાથી ઓર્ડર કરી શકે છે.
દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેડૂતો પણ ડિજિટલ માધ્યમથી બિયારણ ખરીદી શકશે અને બીજ વિનાના મસાલા પાકની ખેતી કરી શકશે. એપ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી સાથે 10 ભાષાઓમાં છે.
ગુજરાતમાં મસાલા પાકનું વાવેતર સતત વધી રહ્યું છે તેથી ખેડૂતો વધારે ઉત્પાદન આપતી જાતોની સતત શોધમાં હોય છે. 20 વર્ષ પહેલા 2.85 લાખ હેક્ટરમાં 2.14 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે 0.75 ટનની હતી. મસાલા પાક થતાં હતા હવે 2020-21માં 7.55 લાખ હેક્ટરમાં 12 લાખ ટન ઉત્પાદન સાથે હેક્ટરે ઉત્પાદકતા 1.60 ટનની છે.
ઉત્પાદકતાં હેક્ટરે 2.28 ટન સુધી ગઈ હતી. મોદી દિલ્હી ગયા પછી આંકડાઓ ઘટી ગયા અને હવે ઉત્પાદકતા 1.60ની રહી છે. તેથી ખેડૂતો નવા બિયારણોની શોધમાં છે તેઓ ઓલ લાઈન મંગાવી શકે છે.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન દ્વારા 109 મસાલાઓમાંથી, ભારત તેના વૈવિધ્યસભર કૃષિ-ક્લાઈમેટિક ઝોનને કારણે 63 મસાલાનું ઉત્પાદન કરે છે. જેના સૂકા બીજ અથવા ફળોનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.
દેશના કુલ મસાલા ઉત્પાદનમાં બીજ મસાલાનો હિસ્સો 45 ટકા છે. કૃષિનું કુલ 18 ટકા ઉત્પાદન છે.
ઓનલાઈન પોર્ટલ પર, ખેડૂતો બીજ મસાલા પર નેશનલ સેન્ટર ફોર રિસર્ચ દ્વારા વિકસિત બીજ વિનાના મસાલા પાકોના બીજ મંગાવી શકે છે. 8 બીજ મસાલા પાકોની 26 જાતો વિકસાવી છે.
2 લાખ ખેડૂતોના ખેતરમાં જીરૂ 3.37 લાખ હેક્ટરમાં 4.80 લાખ ટન પેદા થાય છે.
3.50 લાખ ખેડૂતોના વરિયાળી 53 હજાર હેક્ટરમાં 1.10 લાખ ટન પાકે છે.
20 હજાર ખેડૂતોના ખેતરમાં સૂકા મરચા 11 હજાર હેક્ટરમાં 22 હજાર ટન પાકે છે.
1.60 લાખ ખેડૂતોના ખેતરમાં ધાણા 85 હજાર હેક્ટરમાં 95 હજાર ટન પાકે છે.
20 હજાર ખેડૂતોના ખેતરમાં આદુ 5 હજાર હેક્ટરમાં 1.13 લાખ ટન પાકે છે.
1.18 લાખ ખેડૂતોના ખેતરમાં હળદર 4600 હેક્ટરમાં 91 હજાર ટન પાકે છે.
22 હજાર ખેડૂતોના ખેતરમાં મેથી 7500 હેક્ટરમાં 15 હજાર ટન પાકે છે.
28 હજાર ખેડૂતોના ખેતરમાં 10 હજાર હેક્ટરમાં 11 હજાર ટન ઈસબગુલ પાકે છે.
30 હજાર ખેડૂતોના ખેતરમાં અજમો 10 હજાર હેક્ટરમાં 10 હટાર ટન પાકે છે.
45 હજાર ખેડૂતોના ખેતરમાં સુવા 15 હજાર હેક્ટરમાં 20 હજાર ટન પાકે છે.
45 હજાર ખેડૂતોના ખેતરમાં સુવા 15 હજાર હેક્ટરમાં 21 હજાર ટન પાકે છે.
આમ કુલ લગભગ 10 લાખ ખેડૂતો 7.10 લાખ હેક્ટરમાં મસાલા લે છે.
લસણને પણ આ પાકમાં લેવામાં આવ્યો છે. જે 1.21 લાખ હેક્ટરમાં 95 હજાર ટન પાકે છે.