10 વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર 14 ટકા સફળતા મળી?

Only 14 percent success in 10 Vibrant Gujarat? 10 वाइब्रेंट गुजरात में सिर्फ 14 फीसदी सफलता?

10 વાઈબ્રન્ટ ગુજરાતમાં 103 લાખ કરોડના 2 લાખ ઉદ્યોગોના કરારો, તો સરકાર શું છુપાવે છે
2002 પહેલાં વિકાસ થતો હતો, વાયબ્રન્ટ પછી જીડીપી ઘટી ગયો
10 ઉદ્યોગ રોકાણ સંમેલનમાં શું થયું, જાણો તમામ વિગતો
સરકાર કેમ રોકાણની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું

અમદાવાદ, 15 ઓક્ટોબર 2024
પ્રથમવાર વર્ષ 2003માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતુ, 10 વખત વાયબ્રંટ ગુજરાત થયા છે. 10 વાયબ્રંટ કુલ મળી ગુજરાતમાં આશરે રૂ. 103.37 લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU કરવામાં આવ્યાં છે. 2 લાખ એમઓયુ કરાયા છે. જેમાં માત્ર 14 ટકા જ સફળતા મળી હોવાનું માનવામાં આવે છે. વાયબ્રંટ ગુજરાતની વિગતો જાહેર કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકાર છુપાવી રહી છે.

ગુજરાતમાં વર્ષ 2003માં માત્ર પાંચ સહભાગી સંસ્થા, 200 NRI અને 200 અગ્રણી મહાનુભાવો સાથે VGGSનું પ્રથમ વાર આયોજન થયું હતું. જેમાં રૂ. 66 હજાર કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે 80 MoU થયા હતા.

10મી વાઈબ્રંટ ગુજરાતમાં 35 દેશ અને 16 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થયા હતા.
140 દેશ અને 61 હજાર દેશ-વિદેશના પ્રતિનિધિઓ VGGSના 10માં સંસ્કરણમાં જોડાયા હતા. 10મી વાયબ્રન્ટ ગુજરાતમાં રૂ. 47.51 લાખ કરોડના રોકાણ માટે 98 હજાર 900 MoU કરવામાં આવ્યા છે.

2002-03થી 2022-23 દરમિયાન ગુજરાતનો CAGR એટલે કે, સંયોજિત વાર્ષિક વૃદ્ધિ દર 15% પહોંચ્યો હતો. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. ગુજરાતનો બેરોજગારી દર 2.2% છે.

ગુજરાતમાં સુઝુકી, હોન્ડા, હિટાચી, ટોયોટા, બોમ્બાર્ડિયર, બેંક ઓફ અમેરિકા, DBS, એબોટ, એકજોનોબલ, BASF, સોંગવોન, યુનિલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, બેયર્સડોર્ફ, આર્સેલર મિત્તલ, POSCO, શેલ, વેસ્ટાસ, વોપાક જેવા પ્રતિષ્ઠિત ઉદ્યોગો તરફથી દેશમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રાપ્ત થયું છે. રાજ્યમાં 100થી વધુ ફોર્ચ્યુન અને 500 વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની અનેક મોટી મલ્ટિનેશનલ કંપનીઓ આવેલી છે.

સરકાર દ્વારા સત્તાવાર વિગતો આપવામાં આવી છે. તે હિસાબે પણ તેમાં 103 લાખ કરોડના રોકાણ માટે કરાર થયા હતા. 2 લાખ એમઓયુ કરાયા હતા. જેમાં માત્ર 14 ટકા જ સફળતા મળી હોવાનું માનવામાં આવે છે.

10મી વાયબ્રંટ
2024ની 10મી વાયબ્રન્ટ સમિટમાં રૂ. 26.33 લાખ કરોડના 41,299 MOU થયા હતા. અગાઉના 9 વાયબ્રંટ ગુજરતામાં 98 ,540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MOU થયા હતા.
વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા ગુજરાત સરકારે વિવિધ કંપનીઓ સાથે 10.31 લાખ કરોડ રૂપિયાના 234 એમઓયુ પર સહી કરી છે. જેમાં 12.89 લાખ નોકરી મળવાની જાહેરાત કરી હતી. 3 જાન્યુઆરીએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રૂપિયા 7 લાખ કરોડનાં એમઓયુ પર સહી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર પ્રમાણે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એમઓયુ પર સહી થઈ હોય તેવી પ્રથમ ઘટના છે.

2022
2022માં કોરોનાને કારણે મુલતવી રહેલી વાયબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં ₹18.87 લાખ કરોડના રોકાણોના MoU થયા હતા.

તો સવાલ એ છે કે,
10 વર્ષમાં કેટલું રોકાણ થયું?
2 લાખ ઉદ્યોગો આવવાના હતા, તો કેટલાક આવ્યા?
કેટલા લોકોને રોજગારી મળી છે?
કયા ક્ષેત્રમાં કેટલા રોકાણ થયા?
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કે કચ્છમાં કેટલાં ઉદ્યોગો આવ્યા અને કેટલું રોકાણ કર્યું છે?

લોકોને નહીં મોદીને ફાયદો
સમિટથી ગુજરાતની જનતા, રાજ્યની આર્થિક સ્થિતિ અને લોકોની સુખાકારીમાં શું ખરેખર વધારો થયો છે? સમિટ માત્ર રાજ્યની બ્રાન્ડ બની ગઈ હતી. વાયબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં વખાણ કરાવાતાં હતા અને તેમને ભારતના સૌથી યોગ્ય નેતા કહેવામાં આવ્યા હતા. મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન તાતા, આદિ ગોદરેજ જેવા ઉદ્યોગકારોએ ગુજરાતના વિકાસ પાછળ નરેન્દ્ર મોદીની ભૂમિકાના વખાણ કર્યાં કે કરાવાયા હતા અને કહ્યું હતું કે તેમના નેતૃત્વના કારણે ગુજરાતમાં ચારેબાજુ વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતનો વિકાસ 2002 પહેલા વધારે હતો.

સરકાર ભલે સત્તાવાર જાહેર ન કરે પણ સત્ય આ રહ્યું.

2003થી 2017
2003થી 2017 સુધીની 8 સમિટમાં રૂ. 85 લાખ કરોડના એમઓયુ થયા પણ ખરેખર કેટલું રોકાણ થયું તેની વિગતો સરકાર પાસે નથી. ઉદ્યોગ કમિશનરની ઓફિસ રોકાણના આંકડા જાહેર કરવાથી દૂર ભાગે છે. ઉદ્યોગ કમિશનરની વેબસાઇટ મુજબ માત્ર 11 લાખ કરોડનું રોકાણ થયું છે. મતલબ કે 13થી 14 ટકા સફળતા મળી છે.

2003-2017 સુધી 8 સિઝનમાં કુલ 76512 પ્રોજેક્ટ્સ માટે એમ.ઓ.યુ. થયા. 50 હજાર પ્રોજેક્ટ્સમાં કામ શરૂ થયું,17 લાખ નોકરીઓ આ પ્રોજેક્ટ દ્વારા જનરેટ કરાઈ છે.

રિલાયન્સે 1 લાખ કરોડ, અદાણીએ 50 હજાર કરોડ અને એસ્સારે 1 લાખ કરોડના રોકાણની જાહેરાત વાયબ્રન્ટમાં કરી હતી. પણ તેમાંથી એક્ચ્યુલ રોકાણ કેટલું થયું એ વિશે સરકાર પાસે કોઈ વિગતો નથી.

2003થી 2019
2003થી 2019 સુધી 1,04,872 એમઓયુ કર્યાં હતા.

67 ટકા સફળ
નવેમ્બર 2021 પ્રમાણે 70,742 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે, જ્યારે 3,661 કમિશન સ્ટેજ પર છે. એટલે કે સરકારી આંકડા પ્રમાણે 67.45% જેટલા પ્રોજેક્ટ શરૂ થઈ ચૂક્યા છે અથવા તો શરૂ થવાના છે.

2003થી 2011
સરકારી આંકડા પ્રમાણે 2003થી 2011 સુધીમાં કૂલ 17,705 પ્રોજેક્ટ માટે એમઓયુ પર સહી કરવામાં આવી હતી. જેમાંથી નવેમ્બર 2011 પ્રમાણે 1,907 પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા અને 1,710 પ્રોજેક્ટ પ્રોસેસમાં હતા. પૂર્ણ થયેલા પ્રોજેક્ટની ટકાવારી 10.77 ટકા પ્રોસેસમાં હતા. પ્રોજેક્ટની ટકાવારી લગભગ 9.68 ટકા હતી. જોકે ત્યારબાદ રાજ્ય સરકારે ક્યારેય રોકાણની રકમ અને પ્રોજેક્ટની સંખ્યાની વિગતો બહાર પાડી નથી. સહી કરાયેલાં એમઓયુ, રોકાણની રકમ, રોજગારની તકો વગેરે પર અનેકવાર સવાલ ઉભા થયા હતા. રોકાણની રકમ 2011 પછી જાહેર કરવામાં નથી આવી.

વિગતો જાહેર કરો
રાજ્ય સરકાર એક શ્વેતપત્ર બહાર પાડે જેમાં તેઓ વીજીજીઆઇએસની ઇવેન્ટ માટે કરેલો ખર્ચ, સહી કરેલા એમઓયુ અને તેના રોકાણની વિગતો, તેમાંથી કેટલાક પ્રોજેક્ટ ધરાતલ પર કાર્યરત છે? કેટલી રોજગારી મળી? આ તમામ વિગતો હોય. જેથી લોકોને ખબર પડે કે ખરેખર આનાથી લોકોને ફાયદો થયો છે કે કોઈ એક વ્યક્તિને. વાઇબ્રન્ટ ગુજરાતને કારણે ગુજરાતને ફાયદો નહીં પરંતુ નુકસાન થયું છે. ગુજરાતને દેશના ગ્રોથ એન્જિનનું નામ મળ્યું છે. તે પાછળ વીજીજીઆઇએસનું યોગદાન મોટું છે. પણ એન્જિન ખોટકાઈ ગયું હતું.

નુકસાન
1980 થી 1995 સુધી દેશની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્યુસ) કરતાં ગુજરાત રાજ્યની સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્યુસ (એસડીપી) બમણી હતી. ભારતની જીડીપી 5.5 ટકા હતી ત્યારે ગુજરાતની એસડીપી 10 ટકા કરતાં પણ વધારે હતી. રાષ્ટ્રીય GDP કરતાં બમણી હતી તે માત્ર 2 કે 3 ટકા જેટલી જ વધારે રહી છે.”

સરકારી આંકડા
2003 થી 2019 સુધી કુલ 1,04,872 પ્રોજેક્ટના એમઓયુ થયા છે. જેની 30મી નવેમ્બર 2021 સુધી 70,742 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 3,661પ્રોજેક્ટ્સ કમિશન સ્તર પર છે.

સરકારી આંકડા પ્રમાણે 2013 સુધી કેટલા એમઓયુ થયા હતા. તેમાંથી 57.43% જેટલા કમિશન અથવા તો કમિશન થવાની પ્રક્રિયામાં હતા. જ્યારે 2016 સુધી આ ટકાવારી 65.86 ટકા સુધી પહોંચી હતી.

2003
2003ના પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં 76 એમઓયુ થયા હતા. જેમાં 66,068.50 કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી.

2005
2005ની બીજી સમિટમાં કુલ 226 એમઓયુ થયા હતા. જેમાં 1,06,160 કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી. જેમાંથી 42 પ્રોજેક્ટ શરૂ થયા છે. જેમાં 7,787 કરોડનું રોકાણ થયું છે.

2007
2007ની સમિટમાં 363 એમઓયુ પર સહી થઈ હતી. જેમાં 4,61,835 કરોડ રૂપિયાના રોકાણની વાત કરવામાં આવી હતી અને 13,26,387 રોજગારી ઊભી કરવાની વાત કરવામાં આવી હતી. આ વર્ષમાં સૌથી વધુ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા.

2009
2009ની સમિટમાં 28 વિવિધ સેક્ટરમાં 8,660 એમઓયુ થયા. જેમાં 12.40 લાખ કરોડનાં રોકાણ અને 26.83 લાખ રોજગારીની વાત કરાઈ હતી.

2011
2011ની સમિટમાં 7,936 એમઓયુ થયા. જેમાં 20.83 લાખ કરોડ રૂપિયાના રોકાણની વાત કરાઈ છે.

2013
2013માં એમઓયુની જગ્યાએ ‘ઇન્વૅસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ’ અને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ટેશન્સ’ થયા હતા. જેની સંખ્યા અનુક્રમે 17,719 અને 2,670 હતી.

2015
2015માં ‘ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન્સ’ અને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ઇન્ટેશન્સ’ અનુક્રમે 21,000 અને 1,225 રહ્યા હતા.

આ પછીની સમિટના આંકડા સરકારે જાહેર કર્યા નથી.