અમદાવાદ, 21 મે 2020
કોરોના વાયરસના ચેપ સામેની લડાઇમાં જનતાને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવા ગુજરાત સરકારે પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સરકારી સાધુ અને સરકારી કથાકારો ઉપરાંત સરકાર સાથે સુંવાળી સંબંધો ખરાવતાં લેખકો મેદાને આવી ગયા છે. જે પહેલેથી જ ભાજપને સત્તા અપાવવા અને ટકાવી રાખવા કામ કરી રહ્યાં છે. આ એ સરકારી લોકો છે જે પ્રજાનું માનસ પરિવર્તન કરતાં આવ્યા છે.
હવે રૂપાણી સરકાર પ્રજામાનસમાં સફળ નથી, નિષ્ફળ છે ત્યારે ભાજપની સરકારને બચાવવા માટે તકસાધુઓ મેદાને આવી ગયા છે.
હું પણ કોરોના વોરીયર્સ જુંબેશનો મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવાર 21 મે 2020 સવારે 11 વાગે આરંભ વિડીયોથી કરાવશે.
પ્રારંભ વેળાએ કથાકાર વયોવૃદ્ધ મોરારી દાસ હરીયણવી , કથાકાર રમેશ ઓઝા, ભાજપની વિચારધારા ધરાવતાં લેખક ગુણવંત શાહ, રૂપાણીને ચૂંટણીમાં મદદ કરતાં આવેલા જય વસાવડા છે. ઉપરાંત સમાજના પ્રતિનિધિઓ, ધાર્મિક નેતાઓ, સામાજિક નેતાઓ, ઊદ્યોગ-વેપાર જગતના કહ્યાગરા અગ્રણીઓ , મહિલા અને યુવા અગ્રણીઓ 33 સ્થળોએથી જોડાવાના છે.
આ તકસાધુઓ સમગ્ર અભિયાન દરમ્યાન ફેઇસબુક અને ટી.વી.ના માધ્યમથી વાત કહેશે, પણ પ્રજા કઈ રીતે પીડાઈ રહી છે અને સરકારે શું ભૂલો કરી છે તે ક્યારેય નહીં કહે.
કોઈ એક રાજકીય પક્ષને મદદ કરતાં આ લોકો ક્યારેય પ્રજા હીતની વાત લઈને સરકારને ખોંખારીને કહેતાં નથી.
ચોથા તબક્કાના લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવી છે. તે પહેલાં ગરીબ પ્રજાની જે વલે થઈ છે તે અંગે તેઓએ એક શબ્દ ઉચ્ચારીને સાચા ધાર્મિક નેતાની ભૂમિકા ભજવી નથી. પણ ભાજપને સત્તા અપાવવા ચૂંટણી સમયે તેના નેતાઓની તરફેણમાં નિવેદનો કરેલાં છે.
‘અત્યાર સુધી આપણે ઘરની અંદર હતા તો સુરક્ષિત હતા પણ હવે બહાર નીકળવાનું થશે ત્યારે આપણે કોરોના સાથે સીધો જંગ છેડવાનો છે.’ એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાનું કોઇ નિદાન ના મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે, એટલે કોરોના વિરૂદ્ધની લડાઇ ચાલુ જ રહેવાની છે. કોરોના સાથે, કોરોના સામે જીવતા શીખવું પડશે.
‘હું પણ કોરોના વોરિયર’ સપ્તાહ ગુરૂવાર 21 મે થી 27 મે 2020 સુધી ચાલશે. જેમાં કોઈ નવી વાત નથી. લોકો જે આજે કરી રહ્યાં છે તેનું પુનરાવર્તન છે. ચીલાચાલુ જુંબેશ બની રહેશે. વડીલો સાથે સેલ્ફી લેશે. સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરશે.
વિપત્તિ ના સમયમાં મજૂર, ગરીબ, વેપારી કે ઉદ્યોગ ચલાવતાં લોકો માટેની આમાં કોઈ વાત નથી કે સરકાર પ્રજા માટે શું કરવા માંગે છે તે કોઈ આયોજન આ ઝુંબેશમાં દેખાતી નથી. તેથી આ ઝુંબેશ માત્ર ભાજપના કાર્યકરો માટેની બની રહેશે. કારખાનામાં કામ કરતાં 20 લાખ મજૂરો ગુજરાત બહાર હિજરત કરી ગયા છે. તેથી ગુજરાતમાં કારખાના બંધ છે.