Orange orchards growing from 1 thousand fruits in one tree in Gujarat
(દિલીપ પટેલ)
જ્યાં લીંબુ થઈ શકે ત્યાં સંતરા થઈ શકે છે. કારણ કે લીંબુ પરિવારનું ફળ છે. મોસંબી, લીબુ, સંતરા જેવાં ખટાશવાળાં – Citrus – ફળ ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં થઈ રહ્યા છે. સંતરાની ખેતી વધી છે.
ગુજરાતમાં 4 હજાર હેક્ટરમાં સંતરા પાકે છે. જે વધીને 20 હજાર હેક્ટર સુધી કરી શકાય તેમ છે. 1થી 2 લાખ ટન સંતરાનું ઉત્પાદન થઈ શકે છે.
મહેસાણામાં ખટાશ વાળા ફળોના બગાચી હાલ 13300 હેક્ટરમાં 1.90 લાખ ટન પાકે છે. જ્યાં આખા ગુજરાતમાં સૌથી વધું સંતરાના બગીચા બનાવવાની શક્યતા ખેડૂતો જોઈ રહ્યાં છે.
કૃષિ વિભાગે અંદાજો જાહેર કર્યા છે કે 48500 હેક્ટરમાં 6.25 લાખ ટન ખટાશ વાળા ફળ ગુજરાતમાં આ વર્ષે પાકશે. જેમાં સંતરા પણ વધરો બતાવે છે. સંતરાના બગીચાઓ થઈ શકે એવા વિસ્તારોમાં આણંદ, વડોદરા, મહેસાણા, ભાવનગર, મોરબી છે.
4.46 લાખ હેક્ટરમાં ફળોના બગીચામાં 93 લાખ ટન ફળ પાકે છે. જેમાં ખાટા ફળોનો હિસ્સો 10 ટકા છે.
2019-20માં 4.54 લાખ હેક્ટરમાં ઉત્પાદન 61.36 લાખ મેટ્રિક ટન હતું. 2020-21માં 4.62 લાખ હેક્ટરમાં 60.26 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા છે.
સંતરાનાં એક ઝાડ દીઠ ઉતારો 1000 ફળ થી 1500 ફળોનો હોય છે. ગુજરાતની સરહદના ત્રણેય રાજ્યોમાં સંતરા થાય છે.
મધ્યપ્રદેશમાં છિંદવાડા, બેતુલ, હોશંગાબાદ, શાજાપુર, નિચમ, રતલામ અને મંદસૌરના થાય છે. રાજસ્થાનના ઝાલાવાડમાં પણ ખેતી થાય છે, જ્યારે પંજાબ અને હરિયાણામાં ખેડૂતો પકવે છે.
મધ્ય પ્રદેશમાં 43000 હેક્ટરમાંથી 23000 હેક્ટર વિસ્તાર છિંદવાડા જિલ્લામાં સંતરા છે. સંતરાની ઉત્પાદકતા 12 ટન પ્રતિ હેક્ટર છે.
આખા ગુજરાતમાં 48 હજાર હેક્ટરમાં 6.25 લાખ ટન પાકે છે.
20 રૂપિયા પ્રતિ કિલોના ભાવ ખેડૂતને મળે છે.
6 વર્ષમાં ફળદાયી બને છે, જેમ જેમ વૃક્ષો મોટા થાય તેમ ફળ આવવાની માત્રામાં વધારો થશે. 1 ઝાડમાં 1થી 1.5 ક્વિન્ટલ ફળ આવી શકે છે.
ગુજરાતમાં સૌથી વધું ઉત્તર ગુજરાતમાં ખાટા ફળો પાકે છે. મહેસાણામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ખાટા ફળ પાકે છે.