ડાંગરની ટેકાના ભાવે અડધો ટકો ખરીદી થઈ, ગુજરાતના ખેડૂતોને અન્યાય

https://twitter.com/vijayrupanibjp/status/1350045111103590400

ગાંધીનગર, 7 જુલાઈ 2021

નર્મદા યોજનાથી ગુજરાતમાં 100 લાખ ટન ચોખા પાકવા જોઈતા હતા તે નથી પાકતાં પણ ચોખા પકવતાં ખેડૂતોની પાસેથી ટેકાના ભાવે અડધો ટકો ચોખા ગુજરાતમાંથી ખરીદાતાં નથી.

ગુજરાતે ભારતની સૌથી મોટી સિંચાઈ યોજના બનાવી ત્યારે ચોખાનું ઉત્પાદન પંજાબના ખેડૂતો પકવે છે એટલું 133 લાખ ટન થવું જોઈતું હતું. પણ માંડ વાવેતર 19 લાખ ટન થયું છે. તેના 0.50 % ખરીદી ટેકાના ભાવે ગુજરાતમાંથી થાય છે.

ટેકાના ભાવે ખરીદીમાં જાદુ થઈ રહ્યો છે. ખરીફ સીઝન 2019-20માં તેલંગાણાના 1,988,630 ખેડૂતો પાસેથી એમએસપી પર મહત્તમ ડાંગરની ખરીદી કરવામાં આવી હતી.

આમા ગુજરાત ક્યાંય નથી.

ગુજરાતમાં 8.40 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર ગયા વર્ષે થયું હતું. જેમાં સૌથી વધું મધ્ય ગુજરાતમાં 5.40 લાખ હેક્ટર ડાંગર વાવવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ડાંગરનું સૌથી વધું વાવેતર અમદાવાદના ખેડૂતો 1.33 લાખ હેક્ટરમાં કરે છે. આણંદ 1.17, ખેડા 1.14 લાખ હેક્ટરમાં વાવેતર થયા હતા. દક્ષિણ ગુજરાતમાં કુલ 2.70 લાખ હેક્ટર વાવેતર થયા હતા. સૌરાષ્ટ્રમાં જરા પણ ડાંગર પાકતી નથી.

તે પછી બીજા ક્રમે હરિયાણા પછી સરકારી દરે 1,891,622 ખેડુતોએ પોતાનો ડાંગર વેચી હતી. છત્તીશ ગઢ ત્રીજા નંબરે 1,838,593 ખેડૂતોએ ડાંગર વેચી હતી. જ્યારે ઓડિશામાં 1,161,796 અને પંજાબમાં 1,125,238 ખેડૂતો પાસેથી એમએસપી પર ડાંગરની ખરીદી કરી હતી. મતલબ કે જો આપણે નંબરોની વાત કરીએ તો પંજાબના ખેડુતો એમએસપીમાં ડાંગર વેચવાના મામલામાં પાંચમાં સ્થાને હતા.

2015-16થી 2019-20ની ખરીફ સીઝનમાં છત્તીસગના મહત્તમ 16,862,309 ખેડુતોએ એમએસપી પર તેમનો ડાંગર વેચી હતી.  આ કેસમાં પંજાબ (15,851,950) બીજા ક્રમે, તેલંગાણા ત્રીજા (6,164,444) ઓડિશા ચોથા (5,150,594) અને હરિયાણા (4,173,403) પાંચમાં સ્થાને છે.

વર્ષ 2019-20માં તેલંગાણામાં 76.78 લાખ ટન ડાંગરનું ઉત્પાદન થયું હતું, જેમાંથી 97.08% (74.54 લાખ ટન) ડાંગરની MSP પર ખરીદી કરવામાં આવી હતી. પંજાબમાં ઉત્પાદિત 118.23 લાખ ટન ડાંગરમાંથી, 91.99% (108.76 લાખ ટન) અને હરિયાણામાં ઉત્પાદિત 48.24 લાખ ટન ડાંગરમાંથી 89.20% (43.03 લાખ ટન) સરકારી દરે ખરીદવામાં આવ્યા છે.

કુલ ઉત્પાદનની સામે, ઉત્તર પ્રદેશમાં વર્ષ 2019-20માં 24.42% ડાંગર, મધ્ય પ્રદેશમાં 36.20% અને પશ્ચિમ બંગાળમાં 10.59% એમએસપી ખાતે ખરીદવામાં આવ્યા હતા.

વર્ષ 2019-20માં ઉત્તર પ્રદેશ દેશમાં ડાંગરના ઉત્પાદનમાં સૌથી આગળ રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે પશ્ચિમ બંગાળ, ત્રીજા નંબરે પંજાબ, ચોથા નંબરે આંધ્રપ્રદેશ અને પાંચમાં ક્રમે ઓડિશા છે. આ યાદીમાં હરિયાણા પણ ટોપ -10 માં નથી, પરંતુ સરકારી દરે ખરીદીની દ્રષ્ટિએ તે ખૂબ આગળ છે.

યુપી-બિહારથી ડાંગરની સેંકડો ટ્રકો ફેંકી દેતી કિંમતે ખરીદે છે અને પંજાબમાં વેચાય છે.

ડાંગરનો એમએસપી (ગ્રેડ એ ડાંગર માટે ક્વિન્ટલ દીઠ રૂ. 1,888 અને અન્ય ડાંગર માટે રૂ. 1,868) સામાન્ય રીતે ખુલ્લા બજાર ભાવ કરતા વધારે હોય છે.

ગુજરાતના ખેડૂતોએ મોદીને ગુજરાતની લોકસભાની તમામ બેઠકો બે વખત આપીને તેમને વે વખત વડાપ્રધાન બનાવ્યા છે. જ્યાં સૌથી ચોખા પાકે છે એવા અમદાવાદ, ખેડા, નડિયાદે ભરપુર મત આપ્યા પણ મોદીએ ચોખા ખરીદવામાં અન્યાય કર્યો છે.

ગુજરાતમાંથી મોદીએ કૃષિ રાજ્ય પ્રધાન તરીકે પરસોત્તમ રૂપાલાને બનાવ્યા છે. પણ પ્રજાને આ બન્ને નેતાઓએ બનાવી દીધા છે.

રૂપાણી અને મોદી સરકારના જૂઠાણા કેવા છે તે તેમના જ શબ્દોમાં હવે વાંચો 

https://twitter.com/BJP4Gujarat/status/1361186727965061121 

https://twitter.com/BJP4Gujarat/status/1363869908325523460 

https://twitter.com/CMOGuj/status/1313839825766633472 

https://twitter.com/vijayrupanibjp/status/1313811001494573056 

https://twitter.com/Janmabhoomi1/status/1307881874761580548 

https://twitter.com/BJP4Gujarat/status/1335935844226482176 

https://twitter.com/dmpatel1961/status/1369325709370552335 

https://twitter.com/BharwadRajendra/status/1314428060691656704