Sunday, June 21, 2026

ભાજપનું ભરૂચ ભાંગવાની ભાંગજળ

પાંચ વખત લોકસભાની ચૂંટણી જીતીને ભાજપને અજય બનાવનારા ભરૂચના સાંસદ મનસુખ વસાવા લોકોની વાત કરવા માટે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. તેઓ પક્ષની પણ શરમ રાખ્યા વગર જે કંઈ પ્રજા હીતમાં લાગે તે ચોખ્ખું કહી દે છે. આ કારણે તેમણે કેન્દ્ર સરકારમાં મંત્રી પદેથી હઠાવવામાં આવ્યા હતા અને હવે તેમને ભરૂચની ટિકિટ ભાજપ ન આપે એવી ગણતરી મૂકવામાં આવતાં કોંગ્રેસ ગેલમાં છે...

ગોંડલમાં વકરતી ભાજપની રાજકીય દાદાગીરી

ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપત જાડેજાના પૌત્રોએ હવામાં ગેસ સિલિન્ડર પિસ્ટલમાંથી ફાયરીંગ કરતાં હોવાનો વિડિયો જાણી બુજીને વાયરલ કર્યો છે. રીબડા પાસે જન્મ દિનની મીજબાનીમાં કાર લઈને નિકળેલા યુવાનો કારના છાપરું ખોલી બંદુક જેવા હથિયારથી ફાયર કરતાં હોવાનો વિડિયો મિત્રો દ્વારા ઉતારવામાં આવ્યો હતો. બીજો વિડિયો પણ વાયરલ કરાયો હતો. રાજદીપ જાડેજાનો જન્મ દિવસ હતો...

દાડમમાં ભાવ ગગડી જઈ રૂ.15 થઈ ગયા

દાડમની ખેતી ગયા વર્ષ સુધી નફાકારક હતી. આ વર્ષે દાડમના ભાવ હવે તૂટી રહ્યાં છે. બજારમાં છુટક રૂ.120 સુધી દાડમ મળે છે પણ ગુજરાતમાં જ્યાં સૌથી વધું દાડમ પાકે છે તે  23 ઓગસ્ટ 2018માં કચ્છમાં દાડમમા ભાવ એક કિલોના રૂ.15 થઈ ગયા છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતી છે. ગુજરાતમાં 24,000 હેક્ટરમાં વાવેતર થયું છે. જેમાં 3.50 થી 3.45 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની ધારણા...

હાર્દિક પટેલે અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ શરૂ કર્યા

હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે માત્ર 100 પાટીદારો જ ઉપસ્થિત રહી શક્યા ગાંધીનગર. હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે પહોંચવા કેટલાક પાટીદારો એ પોતે વેટરનરી ડૉક્ટર હોવાની ઓળખ આપી હતી. પરંતુ પોલીસે ડૉક્ટર હોવાનું આઈકાર્ડ માંગતા જવાબ આપી શક્યા ન હતા. લલિત વસોયા કિરીટ પટેલ લલિત કથગરા અને વિરજી ઠુમમર ગાંધીનગર. હાર્દિક પટેલના ઉપવાસ નિવાસ સ્થાને કોંગ્રેસ ના 3...

ભારતમાં એકમાત્ર સુરતમાંથી સંસ્કૃત ભાષાનું સમાચારપત્ર : વિશ્વસ્ય વૃતાંત...

26 ઓગષ્ટ- વિશ્વ સંસ્કૃત દિન: સંસ્કૃત ભાષાને ધબકતી કરવા સુરતના સંસ્કૃત અખબારના 8 વર્ષથી ઉમદા પ્રયાસો પરેશ ટાપણીયા ‘ભારતરત્ન: અજાતશત્રુ: અટલ: મહાનિદ્રાયાં વિલીન:’, ‘સૂઈધાગા’ ચલચિત્રસ્ય નૂતનં છાયાચિત્રં પ્રસારિતં જાતમ’, ‘રક્તદૂર્ગોપરિ નરેન્દ્રમોદીના સર્વકારીયગુણગાથા: પ્રસારિતા:’, ‘શતાબ્દીપુરૂષ અટલબિહારી મહાભાગ: તુ સર્વજન હ્રદયસમ્રાટ:-વિજય રૂપાણી’ ...

બહેન ભાઈને રક્ષા બાંધી અભય બનાવે છે

ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ માટે આપણી ધર્મ-સંસ્કૃત્તિએ બે તહેવારોની પણ ઉજવણી રાખી છે. ભાઈબીજ અને બળેવ. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને વીરપસલી ધરે છે. જ્યારે બળેવને દિવસે બહેન ભાઈ ને ત્યાં આવે અને ભાઈને રાખડી બાંધી શુભ અને દિર્ઘાયુ ઈચ્છે છે. ભાઈ યથાશક્તિ હૃદયપૂર્વકની લાગણીથી પોતાની ભેટ ધરે છે. બહેન કેવ...

રાજકોટના નવા હવાઈ મથક પાસે કરોડોનું જમીન કૌભાંડ

રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાનો રૂપિયો 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે. બામણબોર જીઆઈડ...

ગાંધીજીના નામે ભાજપ સરકારનો પ્રચાર કે મહાત્માનો પ્રેમ

ગાંધીજીની 150મી જન્મ જ્યંતિ ઉજવણી માટેની રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની બેઠક મળી હતી. જેમાં આગામી 2 ઓકટોબરે રાજ્યભરના ગામો-નગરો-શહેરોમાં સવારે 7 વાગ્યે પ્રાર્થના સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોરબંદરમાં કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભા યોજશે. જોકે ગાંધીજીને પ્રિય એવી પ્રભાત ફેરી અને દારૂના અડ્ડા પર પીકેટીંગ કરવાન...

22 I.V.F અને 10 ગર્ભપાત બાદ જામનગરના દંપતીને સંતાનપ્રાપ્તિ

જામનગર ના મહિલા એડવોકેટ શીતલબહેન ઠાકર ને 10 ગર્ભપાત અને 22 આઈવીએફ બાદ બાળકીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર છે. સામાન્ય રીતે કોઈપણ યુગલ વધુમાં વધુ પાંચ વખત આઈવીએફ કરાવે અને ધારી સફળતા ના મળે તો તે માનસિક અને શારીરિક રીતે પડી ભાંગતા હોય છે પણ મહિલા એડવોકેટ શીતલબહેન અને બેંકમાં ફરજ બજાવતા તેમના પતિ પ્રણવભાઈ એ અમદાવાદના ડો.બીવીશી પાસે I.V.F કરાવ્યુ...

ભાજપ સરકારના ભરતી કૌભાંડ અંગે તપાસ કેમ નહીં

29 જુલાઈ 2018ના રોજ યોજાયેલ 1.47 લાખ માધ્યમિક શિક્ષકોના પરીક્ષાર્થીઓની ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર તપાસ કરવા કે પોલીસ કેસ કરવા ગંભીર નથી. માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા 29 જુવાઈ 2018ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના મા...

બાજપાઈએ જાહેર કરેલાં 10 લાખ ગ્રામ પંચાયતને 16 વર્ષથી હજુ નથી મળ્યા

અટલબિહારી બાજપાઈ દ્વારા 2002 ના એપ્રિલ માસમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ યોજવામાં આવેલ જેમાં પોતાના ગામમાં ઉત્તમ કાર્યો જેવાકે સ્કૂલ,કોલેજ,દવાખાના,રોડ-રસ્તા,ગટર-પાણી,વીજળી અને પાકા મકાનો,તંદુરસ્ત બાળકો અને તંદુરસ્ત ઢોર સાથે ઉત્તમ ખેતી જેવી તમામ સુવિધા અને જરૂરિયાતો પ્રત્યે સભાન અને સજાગ રહીને કરાયેલા કાર્યોને લઈને અન્ય ગામડાઓ ને પ્રોત્સાહિત કરવાના હે...

4000 કરોડની ભાડભૂત યોજના અંતિમ તબક્કામાં

ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની જીવાદોરી બની રહેશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે : બાબુભાઇ નવલાવાલા ભાળભુત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લા માટે આશીર્વાદ રૂપ બની રહેશે, તેનો વિરોધ કરનારા લોકોએ જળ સંચયની જરૂરિયાત ને ધ્યાનમાં રાખી ,સર્વના સારા ભવિષ્ય માટે હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ તેવો અનુરોધ રાજ્ય ના મુખ્યમંત્રી ના સલાહકાર, કલ્પસર યોજના અંગેની ...

બુટેલ ટ્રેનનું આંદોલન કરાતાં નેતાઓ મોદીના કારણે નજર કેદ

વલસાડ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી ખેડૂતોને નજર કેદ કરી દેવાયા હતા. દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો  બુલેટ ટ્રેનના પ્રોજેકટનો વિરોધ કરતાં હોવાથી આજરોજ વડા પ્રધાનના કાર્યક્રમ પહેલા વલસાડ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ, ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ, તેમજ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખને નજરકેદ કરતાં ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડા પ્રધાનન...

અટલના મોતને મોદી અને અમિત શાહે વટાવી ખાધું

પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીનાં મૃત્યુ બાદ વિવાદ શરૂં થયો છે. અટલ બિહારીના ભત્રીજી કરુણા શુક્લાએ નરેન્દ્ર મોદીની આકરી નીંદા કરીને કહ્યું છે કે મોદી અને અમિત શાહે અટલ માટે કંઈ કર્યું નથી. માત્ર 15 ઓગસ્ટે જ તેમનો તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. મોદી અને અમિત શાહ એટલા માટે અટલને હવે યાદ કરી રહ્યા છે કારણ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં અટલની નિષ્ઠા,...

પોતાને ‘પક્કા મુસલમાન’ ગણાવતો યુવક સુરતનો હિંદુ નીકળ્યો

એજન્સી) નવી દિલ્હીGujarat Today પોતાને મુસ્લિમ સમાજનો ગણાવનારા યુવકનો વાંધાજનક દાવો કરતો વીડિયો ટિ્‌વટર અને ફેસબૂક પર વાઇરલ થયો હતો જેના કારણે કોમી તંગદિલીની વાતાવરણ સર્જાયું હતું. આ ઘટના ગુજરાતના સૂરત શહેરની છે જ્યાં એક ૧૪ વર્ષના હિંદુ યુવકે તેના મિત્રો સાથે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં આ યુવક પોતાને ‘પાક્કો મુસલમાન’ ગણાવી રહ્યો છે અને ભા...