મોદીના મોટાભાઈએ પણ ગેરકાયદે બાંધકામ કર્યું
અમદાવાદ મહાનગર પાલિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ પણ ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાનું ધ્યાનમા આવતાં તે તોડી પાડ્યું છે. પૂર્વ વિસ્તારમાં ઈન્દ્રપુરી વોર્ડના રબારી કોલોની ચાર રસ્તા પાસે મંગલદીપ એસ્ટેટમાં શેડ નંબર-4માં ગેરકાયદે કોર્મર્શીયલ ઇમારત ઉભી કરી દીધી હતી. જે અંગે તેમને અગાઉ નોટિસ આપી હતી. આમ તો 17 જુલાઈએ આ બાંધકામ તોડી ...
સડેલા બટાકા ખાતા 2 ગાયોના મોત
ડીસા તાલુકાના ડાવસ ગામે સડેલા બટાકા ખાતા 2 ગાયોના મોત નિપજ્યા હતા. ગાય માલિકે બટાકા ફેકનાર કોલ્ડ સ્ટોરેજ માલિકો સામે આક્ષેપ કર્યા હતા કે તેઓએ ગાયના મરણ બાદ સડેલા બટાકા અને મૃત ગાયનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. ડીસા ખાતે અગાઉ નાયબ કલેકટર દ્રારા જાહેર માં સડેલા બટાકા નાખવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જો કે, ત...
ગાય દોનારા જિલ્લા પ્રમુખ બની ગયા
પિનાબેન ઠાકોરને જીંદગીમાં વિચાર પણ ન હતો કે તે એક દિવસ રાજકારણમાં આવશે અને ખેતી કામ તથા ગાય દોવાનું કામ કરતાં દાંતીવાડા જિલ્લા પંચાયતના પ્રમુખ બની જશે. તેઓ ખેડા ગામમાં સામાન્ય ઘરમાંથી આવે છે. ખેડૂત તરીકે તેમનો વ્યવસાય છે. પશુપાલનનું કામ કરે છે. કોંગ્રેસા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 33 ટકા મહિલાઓ માટે જિલ્લા પંચાયતમાં અનામત લાવ્યા તેમાં 10 ધોરણ ભણે...
અભ્યાસ અને ધંધા માટે સવર્ણ યુવાનોને લોન અપાશે
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ અને ધંધો-રોજગાર કરવા માગતા લોકો માટે વિવિધ યોજનાઓ લોન અને સહાય સાથે જાહેર કરાઇ છે. જેમાં હાલ જે રીતે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને ઘેલુ છે તે જોતા સૌથી વધુ ૧૫ લાખ રૂપિયાની લોન ધોરણ ૧૨ પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હોય તો આપવાની મહત્વની જાહેરાત કરાઇ છે. તે માટ...
દૂધના બનાવટી વેપારીઓ સામે ફરિયાદો
ધારી, કુંકાવાવ, બગસરા, બાબરા પંથકમાં દૂધના નમૂના લેવાની કાર્યવાહી ખોરાક અને ઔષધ વિભાગે હાથ ધરતા મિલ્ક માફીયાઓમાં વ્યાપક ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લામાંથી કુલ 33 જેટલા શંકાસ્પદ દૂધના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલાયાનું જાણવા મળેલ છે.
આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લામાંથી દૂધમાં મિલાવટની ફરિયાદ સરકાર સુધી પહોંચતા રાજયના ફુડ વિ...
ગામે ગામ મગફળી કૌભાંડ નિકળી રહ્યાં છે, હવે કુતિયાણા આવ્યું
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના રોધડા ગામે મંડળી દ્વારા ખરીદી કરાયેલ મગફળીમાં ગેરરીતિ થયાનું અને ખરીદીમાં પણ ખેડુતો પાસેથી કમીશન રૂપે રૂપિયા ઉઘરાવ્યાની ફરીયાદ રોધડાના ખેડુતે આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરવામાં આવી છે. તેઓ પોતાની ફરીયાદમાં મંડળી દ્વારા ખરીદીમાં ગેરરીતિમાં બીજાના ૭-૧૨ના દાખલા ઉપર બીજાની મગફળી લીધાનું અને તેમાં ભ્રષ્ટાચાર કર્ય...
ગુજરાતની ટ્રાફિક સમસ્યા હલ કરવાનો આદેશ આપનાર ન્યાયમૂર્તિની વિદાય
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમજ ન્યાયાધીશ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુકતી બદલ ગુજરાત વતી મંત્રી મંડળે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.
મંત્રી મંડળ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં એમ.આર.શાહ તેમજ કે.એસ.ઝવેરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું...
રક્તપિત્તની નાબૂદી માટે ૪૪ લાખ ઘરનો સર્વે કરાશે
ગુજરાતમાંથી રક્તપિત્તના કાયમી નાબૂદી માટે ૨૦ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ૧૨ જિલ્લાઓમાં અસરકારક તપાસ અભિયાન હાથ ધરાશે. અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતી એસ. રવિએ ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, રક્તપિત્તનું ઉચ્ચ પ્રમાણદર ધરાવતા વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર તથા સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રક્તપિત્તના વણશોધાયેલા દર્દ...
બાંગ્લાદેશની સગીરાને માંગરોળથી બાંગ્લાદેશ મોકલી
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા બાળકોની સલામતી-સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં સૌરાષ્ટ્રના માંગરોળ ખાતેથી મળેલી બાંગ્લાદેશની યુવતીને તેના વતન પહોંચાડીને તેના માતા-પિતા સાથે મિલન કરાવવાની કામગીરી કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીના જણાવ્યાનુસાર મા...
ગુલાબી ઈયળ નિયંત્રણ થઈ હોવાનો કૃષિ નિયામકનો દાવો
રાજ્યનું કૃષિ અર્થતંત્ર કપાસ પાક પર મહદ અંશે નિર્ભર છે. બી.ટી. કપાસની જાતો આવવાથી જીવાત નિયંત્રણ અંગે ખેડૂતો દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં તેમજ કપાસમાં ગુલાબી ઇયળોનો ઉપદ્રવ જોવા મળતાં કપાસના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે લોક ભાગીદારી દ્વારા ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પગલાં લેતા છેલ્લા ત્રણ વર્ષથી ગુલાબી ઇયળ...
પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ બેઝ સંસ્કૃતિક કાર્યક્રમ
અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સંલગ્ન અમદાવાદની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૨-૦૮-૨૦૧૮ રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૦૦ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ આધારે કાર્યક્રમ રજૂ થશે.
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથી તરીકે ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સ...
યુવાનોને નોકરી નહીં પણ નવી થીમ શેપિંગ અ ન્યૂ ઇન્ડીયા સાથે વાયબ્રન્ટ સમ...
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડીયા’ના વિષયવસ્તુ સાથે યોજાશે. ભારત નિર્માણમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત પોતાનું યોગદાન આ સમીટથી આપવા પ્રતિબદ્ધ છે. જાન્યુઆરી-ર૦૧૯ તા. ૧૮ થી ર૦ દરમિયાન સમિટ યોજાવાની છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટની એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી.
મુખ્યમંત્રીએ વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ સમ...
સી.એમ. ડેશ-બોર્ડ બન્યું ત્રીજું નેત્ર, રિયલ ટાઇમ મોનિટીંગ
સી.એમ. ડેશ-બોર્ડ પર જિલ્લા કલેકટર કચેરીનું રિયલ ટાઇમ મોનિટીંગ કરતાં પ્રજાના કામો ન થતાં હોવાથી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા તંત્રોને પ્રજાકીય પ્રશ્નો અને પ્રજાને સ્પર્શતી બાબતોની સમસ્યાઓનું નિરાકરણ નિશ્ચિત સમયાવધિમાં લાવવા તાકીદ કરી છે. સી.એમ. ડેશ-બોર્ડના વિવિધ ઇન્ડીકેટર્સમાં જિલ્લાઓના પરફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ સિથીલ તંત્રને કહ...
પોરબંદરના ગોડાઉનમાં મગફળીનું કૌભાંડ પકડવા જનતા રેડ
ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ પાડવામાં આવી હતી. મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખીને જનતા દરોડો પાડતાં ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી પડેલી મગફળીના ઢગલા મળી આવ્યા હતાં. નિયમ મુજબ બારદાનમાં ભરેલી મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી હતી.
...
ડ્રીપ સિંચાઈથી 10 હજાર વૃક્ષો ઉગાડાશે
રાજ્યના પોલીસ વિભાગે રાજ્યમાં ૧ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશન, માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સના ઉપક્રમે સાણંદમાં વસુંધરા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અભિયાન અંતર્ગત પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન કેમ્પસમાં આજે ૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે આ અભિયાનને વેગવાન બનાવી સાણંદ વિસ્તારમાં ૧૦,૫૦૦ વૃક્ષો વવ...
ગુજરાતી
English