Tuesday, January 27, 2026

મગફળી કાંડની આગે ભાજપમાં આગ લગાડી,ઓડિયો વાયરલ

વિઠ્ઠલ રાદડીયા, આર.સી.ફળદુ અને ગાંધીનગરના નેતાઓ સાથે ઠંડુ પાડવા વાત કરી કરોડો રૂપિયાની મગફળીકાંડમાં વાડ ચીભડાં ગળે એમ ભાજપના જ અનેકાનેક આગેવાનોએ પ્રજાના રૂપિયાનો વેડફાટ કર્યો હોવાનું હવે ધીમેધીમે ‘ઓન પેપર’ પણ આવવા માંડ્યું છે ત્યારે ગુજકોટ સૌરાષ્ટ્ર ઝોનના મેનેજરની એક ઓડિયો ક્લિપ આજે ચર્ચામાં આવી છે. હાલ મગફળી કૌભાંડમાં પકડાયેલા આ આરોપી મગન ઝાલાવડિ...

ઉકાઈમાં શેરડીનું વાવેતર મોડું કરો

ઉકાઈ કેચમેંટ એરિયામાં મેઘરાજાએ રિસામણા કરતાં ડેમમાં પાણીની આવક ઓછી થઈ છે. જેને લઈ ડેમમાં હાલમાં પાણીની સપાટી માત્ર 300 ફૂટ જેટલી જ છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદના એંધાણ જણાતા નથી. જેને લઈ ઉકાઈ કાકરાપાર કમાન્ડ એરિયાના પ્રમુખ દ્વારા વિવિધ સુગર ફેક્ટરીઓને જાણ કરી છે કે પાણીની સપાટી ધ્યાનમાં રાખી 15 સપ્ટેમ્બર પછી શેરડીની રોપણી કરવા અ...

ખેડૂતો હોસ્પિટલ માટે ભૂખ હડતાલ કરશે

ખેડા કેમ્પ દૂધ ઉત્પાદક સહકારી મંડળીને જિલ્લા કલેક્ટરે જમીનની ફાળવણી કરી હોવા છતાં આ જમીન પર અમૂલ ડેરીના સહકારથી પશુઓ માટેના કુત્રિમ વીર્યદાન કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું હતું. જે કામ છેલ્લા દસ મહિનાથી પાલિકા દ્વારા બંધ કરાવી દેવાતા ભારે વિવાદ સર્જાયો છે. કાયદેસરનું કામ હોવા છતાં પણ તેને રાજકિય દબાણ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. તેવા આક્ષેપ સાથે સ્થ...

ખાનગી કૃષિ કોલેજો સામે વિદ્યાર્થીઓનો વિરોધ

કૃષિ સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કૃષિ યુનિવર્સિટીઓ જ આ કૃષિ શિક્ષણ આપવાની માન્યતા ધરાવે છે. તેમ છતાં કેટલીક ખાનગી યુનિ.ઓ પણ વગર પરવાનગીએ આ પ્રકારના કોર્સ ચલાવતી હોઇ વિદ્યાર્થીઓને એડમીશન પણ આપી દીધા છે. ત્યારે સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જે પરીક્ષા લેવાય છે તેના પર આ ખાનગી યુનિ.ઓએ સ્ટે લાવતા...

મગફળી કૌભાંડમાં ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયાનુ નામ બહાર આવ્યુ...

ભાજપના પૂર્વ કૃષિ મંત્રીની સંડોવણીની પણ સરકાર તપાસ કરશે. મગફળી કાંડનો રેલો ભાજપ તળે આવતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા નું નામ આ કૌભાંડમાં ઉછળતા સરકાર ચિંતિત બની છે. અને આ મામલે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કૃષિ વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી. મગફળી કૌભાંડ માં નિતનવા વળાંકો આવી રહ્યા છે. ત્યારેઆ મગફળી કાંડનો રેલો ...

181 અભયમ મોબાઇલ એપનું લોન્ચીંગ, બટન દબાવો મદદ મેળવો

પૂર્વ મુખ્ય પ્રધાન આનંબેન પટેલે 2014માં શરૂં કરેલી 181 મહિલા હેલ્પલાઈન હવે મોબાઈલ અેપ્લીકેશન પણ શરૂ કરી છે.  ગુજરાતની મહિલાઓ માટે ઝડપી મદદ મળી રહે તે માટે 181 અભયમ મોબાઇલ એપનું લોન્ચિંગ કર્યું છે. રાજ્યમાં કયાંય પણ કોઇ પણ મુસીબતમાં મહિલાઓને ગણતરીની પળોમાં જ પોસલીસની મદદ પુરી પાડવામાં આ એપ્લિકેશન સહાયક બનશે. મહિલા બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ તેમજ મહ...

ગાંધી તારી સાબરમતી મેલી, વકરતું સાબરમતીનું પ્રદુષણ

ગુજરાતના આર્થિક પાટનગર અને જાગૃત શહેર અમદાવાદના લોકો દ્વારા સાબરમતી નદીમાં દરરોજનું 12.50 કરોડ લીટર ગંદુ પાણી જેમનું તેમ જ છોડી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે ખંભાતનો અખાત પ્રદુષીત થાય છે અને અમદાવાદથી ખંભાત સુધીના 24 ગમોની જમીનમાં પ્રદૂષણ આવી ગયું છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) છે, જે ગંદું પાણી અન-ટ્રીટેડ ઠાલવી દ...

સરકારી બેંકમાં 14 ટકા, સહકારી બેંકમાં અડધો ટકો લોન પરત આવતી નથી

ગુજરાતની સહકારી બેન્કો સાથે સહકારી ક્ષેત્રમાં દેશભરમાં શ્રેષ્ઠ છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની એનપીએ 12-14 ટકા જેટલી ઉચીં છે. જયારે સહકારી બેન્કોની એનપીએ અડધા ટકા જેટલી છે તે જ આ ક્ષેત્રની પ્રતિબધ્ધતા દર્શાવે છે. ગુજરાતમાં પત્યેક ચાર વ્યકિતએ એક વ્યકિત સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. ગુજરાત અર્બન કો-ઓપ...

12 લાખ લોકોને હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ થનાર છે રાજ્યમાં મા વાત્સલ્ય યોજના હેઠળ 64.06 લાખ પરિવારો એટલે રાજ્યની 3.25 કરોડ જનસંખ્યાને આવરી લેવામાં આવી છે. જે પૈકી 12.10 લાખ વ્યક્તિઓએ રૂ.17.1 અબજના ખર્ચે સારવાર લીધી છે. પાંચ લાખ સુધીની આવક ધરાવતા વરિષ્સિઠ નાગરિકને વાત્સલ્ય યોજના હેઠળ આવરી લીધા છે. પગના ધૂંટણના ઓપરેશન માટે હ...

દેવી પૂજકના 1700 વિદ્યાર્થીઓનું સન્માન

દેવી પૂજક સમાજ માટે શૈક્ષણિક અને રચનાત્મક કામગીરી કરનાર એસડીએમની એટલે કે સ્ટુન્ડન્ટ ડેવલપમેન્ટ તથા ઓલ ઇન્ડિયા દેવી પૂજક વિકાસ પરિષદ તથા અન્ય સાથી સંસ્થાઓ દ્વારા દેવી પૂજક સમાજના ધોરણ-10-12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન અર્થે ઇનામ વિતરણ તેમજ સમાજના નિવૃત કર્મચારી-અધિકારીઓનું સન્માન તથા બઠતી મેળવેલ અધિકારીઓ તેમજ સમાજના વિવિધ ક્ષેત્રો...

મગફળીકાંડના મુળિયા મુખ્‍યમંત્રી કચેરી સુધી, કોંગ્રેસ

મગફળીકાંડમાં ન્‍યાયિક તપાસની માંગ સાથે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ રાજકોટ જીલ્‍લાના જેતપુર તાલુકાના પેઢલા ખાતે, ત્‍યારબાદ ગોંડલ રામરાજય ગોડાઉન ખાતે અને આજરોજ શાપર- વેરાવળ ખાતે સતત ત્રીજા દિવસે મગફળીકાંડમાં સંડોવાયેલાને સજા થાય, 4000 કરોડના મગફળી કૌભાંડની ન્‍યાયિક તપાસ થાય તે માંગ સાથે પ્રતિક ધરણાં યોજયા હતા. જેમાં મોટી સંખ્‍યા...

વિશ્વ ઉમિયા ફાઉંડેશન ભાજપની સંસ્થા બની

ભારતીય જનતા પક્ષે સહકારી મંડળીઓ, સહકારી બેંકો, સહકારી ડેરી, સહકારી ખાંડ ફેક્ટરીઓ, હિન્દુ ધર્મ, અનેક જ્ઞાતિ મંગળો પર રાજકીય પ્રભુત્વ જમાવી દીધા બાદ હવે પાટીદાર જ્ઞાતિઓની ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પર પણ પ્રભુત્વ જમાવી દીધું છે. ભાજપના નેતાઓએ એક વર્ષ પહેલાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનની સ્થાપના કરીને કડવા પાડીદાર સમાજ પર કબજો કરી દેવા બનાવેલા પ્લાનમાં તેઓ...

ગુજરાત બુક ઓફ રેકોર્ડ સંસ્થા કેમ નથી સ્થપાતી ?

રાજસ્થાન અને ગુજરાતમાં વિશાળ કલાત્મક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે ભારત જીવન અને પ્રાચીન જીવનની કલા દર્શાવે છે. ગુજરાત પાસે સમૃદ્ધ અને વૈવિધ્યસભર લોક સંસ્કૃતિ ધબકે છે. ગુજરાતમાં અનેક લોકો અવનવું કરીને વિક્રમો બનાવી રહ્યાં છે. પણ આવા વિક્રમો માટે એક જ સ્થળેથી તેની વિગતો પ્રકાશીત થાય અને તેને સન્માન મળે એવી કોઈ ગુજરાત બુક ઓફ રેકોર્ડ નથી. જે રાજસ્થાનમ...

મંજૂરી મળે કે ના મળે, ઉપવાસ થશે જ, હાર્દિક પટેલ

:200થી વધું પ્રતિનિધિ સભાની સાથે આયોજન કર્યા બાદ પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે  મંજૂરી મળે કે ના મળે. વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ થશે.જોરદાર હો.૨૫ ઓગસ્ટના રોજ આયોજિત વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આયોજન ને લઈને આજે મારા નિવાસ સ્થાન પર ગુજરાતભર માંથી તાલુકા જિલ્લાના કન્વીનર,સહકન્વીનર અને મુખ્ય આંદોલનકારી સાથે આજે મહત્વ ની...

ભાજપના કુંવરજી સફળ કે નિષ્ફળ

કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા પછી તેઓ ભાજપને ફાયદો કરાવવાના બદલે નુકશાન વધું કર્યું છે. જો કે રાજકોટ જિલ્લા પંચાયતમાં તેમના કોંગ્રેસ વખતના કેટલાંક ટેકેદારોઆ મળીને કોંગ્રેસની લોકપ્રિય જિલ્લા પંચાયત ઉખેડીને ફેંકી દેઈને લોકશાહી વિરુદ્ધ પગલાં ભર્યા છે. પણ તેઓ એક પ્રધાન તરીકે જોઈએ એવો દેખાવ કરી શક્યા નથી. વળી તેમનો ઉપયોગ ભાજપના કોળી નેતાઓ સામે કરવાનો હ...