ઇસ્લામાબાદ,
દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે.
અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તાનમાં લાખો લોકો બેકાર બન્યાં છે અને હજુ લોકોની નોકરીઓ જઇ રહી છે, સરકારની કરોડો રૂપિયાની આવક બંધ થઇ ગઇ છે. પાકિસ્તાનની વસ્તી પ્રમાણે કોરોનાના દર્દીઓનો આંકડો ઘણો વધારે છે, ઇમરાન ખાન સરકાર હવે આગળ કોઇ લોકડાઉન લગાવશે નહીં, પહેલાથી જ મંદીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ભયંકર મંદીના એંધાણ દેખાઇ રહ્યાં છે.
લોકડાઉન લાગુ કર્યા પછી અહીના ઉદ્યોગ-ધંધા પડી ભાગ્યા છે. જેથી ઇમરાન સરકાર હવે ફરીથી બધું ધમધમતુ કરવામાં લાગી છે, પાકિસ્તાનમાં પંજાબ, સિંધ, બલુચિસ્તાન, કરાંચી અને ઇસ્લામાબાદમાં કોરોનાના અનેક કેસ છે અને હવે બધુ સામાન્ય કરી દેતા અહી કોરોનાનો રાફડો ફાટે તેવી સ્થિતી પણ ઉભી થઇ છે.