ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. મહેન્દ્ર મુંજપરા? पाटिल ने पार्टी में गुंडागर्दी और कलह पैदा कर दी, इसे कौन शांत करेगा? Patil has created hooliganism and discord in the party, who will calm it down?
રાજકોટના ધારાસભ્યના બહેનનો ગંભીર આરોપ
દિલીપ પટેલ
અમદાવાદ, 7 જાન્યુઆરી 2025
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ પૂર્વ સાંસદ અને મોદીના પ્રિય ડો. મહેન્દ્ર મુંજપરા આવે તેવી શક્યતા છે. પાટીલે પક્ષમાં ગુંડાગીરી અને વિખવાદો પેદા કર્યા તે કોઈ પણ નવા પ્રમુખ આવે તો તેમની મોટી જવાબદારી બની ગઈ છે. આવા વિવાદો અને ગુંડાગીરી કોણ શાંત કરશે? પાટીલના સમયમાં 40 જેટલાં કિસ્સા બન્યા હતા જેમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો ધાકધમકી અને ગુંડાગીરી કરતાં હોય.
મુંજપરા પ્રદેશ પ્રમુખ પદે આવે તો, શું ભાજપના નેતાઓની ધમકીઓ અને દાદાગીરીને અંકૂશમાં રાખી શકશે કે કેમ તે આજે મોટો સવાલ છે. કારણ કે રાજકોટના ભાજપના ધારાસભ્યની બહેન પોતે પોતાના ભાઈ પર ધમકીના આરોપો મૂકી રહ્યા છે.
કેન્દ્રીય આયુષ, મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા 2 લાખ 77 હજાર મતથી ચૂંટાયા છે. ઓબીસી છે, કોળી પટેલ છે. ડૉ. મહેન્દ્રભાઈ કાળુભાઈ મુંજપરા ભારતીય જનતા પાર્ટી 6 લાખ 31 હજાર મત મળ્યા હતા. ઓબીસી – કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાને હરાવ્યા હતા.
સુરેન્દ્રનગરમાં ભાજપે 2019માં દેવજી ફતેપરાનું પત્તું કાપીને નવોદિત ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા હતા. રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા ડો. મુંજપરા તબીબ છે. સોમા ગાંડા પટેલને ઉતાર્યાં હતા. ગુજરાતમાં સૌથી વધારે સુરેન્દ્રનગરમાં 31 ઉમેદવારો હતા. કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર મારી જન્મભૂમિ છે પરંતુ અમદાવાદ એ મારી કર્મભૂમિ છે આ એ જ અમદાવાદ છે કે જેણે મને ડૉ.મહેન્દ્ર મુંજપરા બનાવ્યો. રૂપિયા બે ફી લઇને દસ વર્ષ સુધી દર્દીઓની સેવા કરી છે.
રાજકોટનો વિવાદ
ભાજપના ધારાસભ્યની બહેન સલામત નથી, રાજકોટ 200 કરોડની શાપરમાં આવેલી 150 વીઘા જમીનના વિવાદમાં ધારાસભ્ય રમેશ ટીલાળાની બહેનને પોલીસ ઉઠાવી ગઈ હતી. 9 ભાઈ-બહેન વારસદાર છે.
રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેના ભાઇ મગન ટીલાળા સામે આરોપ મૂકવામાં આવ્યા હતા.
સગા બહેનને પોલીસ ફાર્મ હાઉસમાંથી ઉઠાવી ગઈ હતી. પોલીસ મથકમાં આખો દિવસ બેસાડી રાખ્યા હતા. સવારે 10 વાગ્યે શાપર પોલીસ મથકના કર્મચારીઓ દયાબેન ઉંધાડને તેમના ફાર્મ હાઉસથી ઉઠાવ્યા બાદ રાત્રે 9.30 વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી છોડ્યા હતા.
ધારાસભ્ય રમેશ ટીલાળાને તેના ભાણેજે ફોન કર્યો હતો. સમગ્ર વિવાદમાં ધારાસભ્યના બહેનને ભાઈ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રાજકોટ જિલ્લાના 150 વિઘા જગ્યા કે જેની કિંમત આશરે 200 કરોડની રૂપિયા થાય છે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને તેમના ભાણેજનું કોલ રેકોર્ડિંગ સમગ્ર મામલે વાયરલ થયું હતું. સિવિલ કોર્ટમાં દાવો ચાલી રહ્યો છે.
પોલીસ વિવાદમાં આવી છે.
ધારાસભ્ય રમેશ ટીલાળાના બહેને કહ્યું કે, મને પોલીસે શા માટે ઉઠાવી? સવારથી સાંજ કેમ બેસાડી રાખી? મારો ગુન્હો શું? મુકેશભાઈ નામના પોલીસકર્મીએ અને પીઆઇ રાણા એ કહ્યું તમારી જમીનની બાબતમાં તમારા ભાઈ રમેશ ટીલાળા સાથે હું સમાધાન કરાવી દઉં. મારા બાપુજીની જમીનમાં ભાગ નથી આપતા, 25 વર્ષ પહેલા બાપુજી વાડીએ ગુજરી ગયા હતા. 150 વીઘા જમીનમાં 9 ભાઈ બહેનનો ભાગ છે. 6 બહેન અને ત્રણ ભાઈનો ભાગ છે.
પોલીસ અધિકારીઓએ જાહેર કર્યું કે, બેહેને ફાર્મ હાઉસમાં તોડફોડ કરતા અમે ત્યાં ગયા હતા, પરંતુ ફરિયાદી મગન ટીલાળાએ ફરિયાદ ન નોંધાવતા અમે બહેનને જવા દીધા હતા.
અમારી પાસેથી સહીઓ કરાવી લેવામાં આવી છે. 4 બહેનોની સહીઓ કરી લીધી હતી. પોલીસે પણ મને ધમકી આપી હતી. પોલીસ મારી ફરિયાદ લેતી નથી. મારો ભત્રીજો મને ધાક-ધમકી આપે છે અને પોલીસ અમારી ફરિયાદ નોંધે. રમેશ ટીલાળા, મગન ટાલાળા, રમેશ ભાઈ અને ભત્રીજો પ્રકાશ મને એક વર્ષમાં 10 વાર ધમકી આપી છે અને 10 વાર પોલીસ સ્ટેશનમાં બેસાડી છે. અને હુ વાડીએ જાઉ તો મને કાઢી મુકે છે.ભુખી તરસી બેસાડી રાખી અને ધમકી આપી હતી કે, તમે જે કેસ કર્યો છે તે પાછો લઈ લ્યો. મારી સહી વગર તેઓએ જમીન પોતાના નામે કરી લીધી છે. અને તેઓ અમારી સહી લેવા માટે આવે છે અને અમે સહી નથી કરતા એટલે અમને ધમકી આપે છે.
હવે તમે અહીંથી જતા રહો તેમ કહીને બળજબરીથી કાઢી. અને જ્યારે મે પોલીસને મારો કેસ લખવા કહ્યુ તો તેમને કહ્યુ કે, રમેશ ભાઈને પૂછ્યા વગર કંઈ થશે નહીં. આમ તેમણે પોલીસ પર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમણે કેસ પણ ચાલવા દેતા નથી અને વારંવાર નરેન્દ્ર મોદીના નામે ધમકી આપે છે.
ભાણેજે શું કહ્યું
ભાણેજ ચેતને કહ્યું કે, હું બહાર હતો અને મારા માતાને શાપર પોલીસ લઈ ગઈ. મેં ફોન કર્યો હતો તો કહે અમે કોઈને લઈ ગયા નથી. મે કહેલું કે સીસીટીવી છે અને તે તપાસ કરો તમે ઉઠાવી જ ગયા છો. પોલીસ અમારી અરજી સ્વીકાર કરતા નથી. પોલીસ મમ્મીને ઉઠાવી ગઈ હોવાની વાત રમેશ ટીલાળાને તેના ભાણેજ ચેતન ઉંધાડે કરી હતી. તો બંને વચ્ચે થયેલ વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. ધારાસભ્ય રમેશ ટીલાળાએ તેના ભાણેજને કહ્યું કે, મને મેટરની કંઈજ ખબર નથી. પરંતુ હવે આ બધું પતાવો તો સારું. છેલ્લા 25 વર્ષથી મેં મારી રીતે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ બહેન માનતા નથી.
રાજકોટના 7 પાસ રમેશ ટીલાળા પાસે સૌથી વધુ 170 કરોડથી વધુની મિલકત છે.
ખોડલધામ
રમેશ ટીલાળા લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી હતા. ચૂંટણી લડતા પહેલા તેમણે ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું હતું. તે પહેલાં ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલ જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે રમેશ ટીલાળાને દિલ્હી લઈ ગયા હતા. ટિકિટ નક્કી કરી હતી. નરેશ પટેલ અને રમેશ ટીલાળાએ ભાજપના મોવડી મંડળની મુલાકાત કરી હતી. નરેશ પટેલ ખાસ ચાર્ટડ પ્લેનમાં તાત્કાલિક અમદાવાદ ભાજપના નેતાઓને મળવા આવ્યા હતા.
આ બેઠક પર ભાજપના ઉપાધ્યાક્ષ ભરત બોઘરા ટિકિટ માંગી રહ્યાં હતા. ધારાસભ્ય ગોવિંદ પટેલે સ્થાનિકને ટિકિટ આપવાની માંગ કરી હતી. ખોડલધામ પોતે લોબીંગ કરી રહ્યું હતું.
ઉદ્યોગપતિ છે.
પાટીદાર સમાજના અગ્રણી અને સામાજિક આગેવાન છે. રમેશ ટીલાળાનો જન્મ 15 જાન્યુઆરી 1964ના રોજ રાજકોટ જિલ્લાના શાપર ગામમાં થયો હતો. શાપર ખાતે પ્રાથમિક શાળામાં ધો.7 સુધી અભ્યાસ કર્યો છે. 10મું પાસ રમેશ ટીલાળા ખેતી કરતા હતા. કાપડ ઉદ્યોગથી શરૂ કરીને અનેક ઉદ્યોગો ધરાવે છે. રાજકોટ અને આણંદમાં કુલ 7 ઉદ્યોગો છે.
રમેશ ટીલાળા પટેલ કન્યા છાત્રાલય અને લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે. રાજકોટના ટોચના 5 બિલ્ડરોમાંના એક છે. શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારના પ્રમુખ હતા.
ધારાસભ્યો અને સાંસદોની ધમકીઓ કેવી
પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાને જ ભાંડી રહ્યાં છે. તેઓ ટપોરી ભાષા બોલી રહ્યાં છે. પ્રજા માટે આવા પ્રતિનિધિઓ ગળાનું હાડકું બની ગયા છે. તેમની વાણી સ્વીકારવા યોગ્ય નથી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ શેરીના ગુંડાની ભાષામાં વાત કરી રહ્યાં છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય લોકશાહીમાં સાચું ઉદાહરણ બની ન શકે.
જાહેરજીવનમાં ભાષાકીય વિવેક ઓળંગવો એ ભાજપ માટે સામાન્ય થઈ ગયું છે. પહેલા નેતાઓ આવાં નિવેદનો કરે કે ભાષાને લઈને કોઈ છૂટ લે તો પ્રજા તેને માફ કરતી ન હતી. પરંતુ હવે મોટા નેતાઓ માટે પણ આ વાત સામાન્ય થઈ ગઈ છે.
લોકશાહીના મુલ્યો ભુલી જાય છે.
ચૂંટણી સમયે આ નેતાઓ લોકોને હાથ જોડતા હતા, ચૂંટાયા પછી હાથ ઉગામે છે. ચૂંટણી જીત્યા બાદ પોતાનો અસલી ભગવો રંગ બતાવી રહ્યા છે. ચૂંટણી સમયે મત આપવા માટે પ્રજાને કાલાવાલા કરે છે. પણ પછી લોકોને તતડાવે છે.
નેતાઓએ હવે લોકશાહીની જાણે કે મજાક બનાવી દીધી છે. મત લેવા માટે પ્રજા સમક્ષ કાલાવાલા કરતાં હોય તે ચૂંટાઈ આવે એટલે હુકમ કરવા લાગે છે. નેતાઓ ચૂંટણી પત્યા બાદ આ રીતે પ્રજાને ધમકાવશે તો લોકશાહીનું શું થશે તે સવાલ છે.
ભાજપના નેતાઓ ખુલ્લે આમ ધમકી આપી રહ્યા છે. તેમ છતાં ભાજપ સરકાર દ્વારા કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. પ્રજા પર આ એક પ્રકારનો અત્યાચાર પણ ગણાવી શકાય છે.
નાગરિકોને ધમકી મળતી હોય, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થઈ શકે તેમ ના હોય ત્યાં તે બેઠકની ચૂંટણી રદ કરવાનો અધિકાર પણ પંચને છે. પણ તેમ હવે થતું નથી.
નફરતનું ભાષણ
હેટ સ્પીચ એટલે કે નફરત ભરી ભાષા વાપરનારા લોકોને રાજકીય પક્ષો, ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર બનાવી રહ્યા છે. તમામ પક્ષોનું વલણ એકસરખું રહ્યું છે. 2024 પહેલાની સંસદમાં 33 સાંસદ વિરુદ્ધ નફરત ભર્યા ભાષણના કેસ નોંધાયેલા હતા. 7 સાંસદો યુપીના, 4 સાંસદ તમિલનાડુના, 3 સાંસદ બિહાર, 3 કર્ણાટક અને 3 તેલંગાણાના, 2 આસામ, 2 ગુજરાત, 2 મહારાષ્ટ્ર અને 2 પશ્ચિમ બંગાળ, 1 ઝારખંડ, 1 મધ્યપ્રદેશ, 1 કેરળ, 1 ઓડિશા અને 1 પંજાબનના સાંસદ હતા.
સૌથી વધુ 22 કેસ ભાજપના સાંસદો સામે નોંધાયેલા છે. 22 સાંસદ વિરુદ્ધ નફરત ભર્યા ભાષણના કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના બે સાંસદ, આમ આદમી પાર્ટી, AIMIM, DMK, AIUDF, DMK, PMK, શિવસેના U, VCK અને એક સ્વતંત્ર સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.
દેશમાં 74 ધારાસભ્ય વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણના કેસ છે. જેમાં ગુજરાતના 5 ધારાસભ્યો છે. દેશમાં સૌથી વધારે ભાજપના 20 ધારાસભ્યો સામે દ્વેષપૂર્ણ ભાષણના સૌથી વધુ કેસ નોંધાયા છે. 13 ધારાસભ્યો કોંગ્રેસના છે.
લો કમિશન
માર્ચ 2017માં લો કમિશનએ પોતાના રિપોર્ટમાં નફરત ભર્યા ભાષણ અંગે ગંભીર ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું હતું કે, અત્યાર સુધી કોઈ કાયદામાં નફરતના ભાષણની વ્યાખ્યા કરવામાં આવી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. કેટલીક જોગવાઈ છે જેના આધારે તાર્કિક નિયંત્રણ લાદવામાં આવ્યા છે. કોર્ટના ઘણા નિર્ણય છે.
જાતિ, ધર્મ, રહેઠાણ અથવા જન્મસ્થળ વિરુદ્ધ અપમાનજનક, ધમકી આપતી, ઉત્પીડન કરતી અથવા કરવામાં આવેલી ટિપ્પણીઓને અપ્રિય ભાષણ ગણવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલત
દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, અપ્રિય ભાષણના કોઈપણ કિસ્સામાં કેસ નોંધાવો જોઈએ. કોઈએ ફરિયાદ કરી હોય કે ન કરી હોય. પ્રશાસને કેસ નોંધાવા પડશે. IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ નોંધવામાં આવે છે. અપ્રિય ભાષણના કિસ્સામાં પોલીસ ધરપકડ કરી શકે છે.
ગુજરાત વડી અદાલત
ધારાસભ્ય ધમકી આપે તો કલમ 307 મુજબ જેલમાં રાખવાનું ગુજરાતની હાઈકોર્ટ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય સી કે રાઉલના કેસમાં કહ્યું છે.
ગુજરાતમાં આવી ધમકી આપનારા સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સામે પોલીસ કે સરકાર કેમ કેસ કરતી નથી. પણ સામાન્ય માણસ આવી જ ધમકી કોઈને આપે ત્યારે તેની સામે પોલીસ અને સરકાર ગુના દાખલ કરે છે.
ભારતીય દંડ સંહિતાની કલમ 506 સ્પષ્ટપણે જણાવે છે કે જો જાનથી મારી નાખવાની ધમકી આપે તો 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
છેલ્લો દાખલ જુનાગઢનો છે જે નફરત જ નહીં પણ આઈપીસીનો ભંગ કરે છે.
રાજેશ ચુડાસમા
જૂનાગઢના પ્રાચી ખાતે અભિવાદન કાર્યક્રમમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ આક્રમક અને ગુસ્સે થઈને ભાજપના જ નેતાઓ અને કાર્યકરોને જાહેર મંચ પરથી જોઈ લેવાની ધમકી આપી દીધી.
વિરોધી પ્રવૃત્તિ કરનારને ભાજપ છોડી શકે છે, પણ હું કોઈને નહીં છોડું. 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી. ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ હું જે 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી.
તાલાલા વિધાનસભામાં ભાજપને માત્ર 35 મતોની સરસાઈ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મળી હતી. સરસાઈ ન મળી એટલે ધમકી આપવા પર ઉતરી આવ્યા છે.
જૂનાગઢના ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભેરવાયા હતા. આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઇ શકે તેમ હતી.
રમેશ કટારા
2024માં ગુજરાતના ફતેહપુરાના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયો ચર્ચામાં છે. જેમાં તેઓ કહે છે, ”ઈવીએમમાં ભાભોર અને કમળના ચિહ્ન વાળા બટન દબાવશો. આ વખતે મોદી સાહેબ (મતદાન કેન્દ્રમાં) કૅમેરા મૂક્યા છે. ત્યાં બેઠા-બેઠા તેમને ખબર પડી જશે કે કોણે ભાજપને વોટ આપ્યો, કોણે કૉંગ્રેસને. તમારા ફોટો ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રૅશનકાર્ડ પર પણ છે.”
ગેનીબેન ઠાકોર
2024માં ભાજપની ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવવા અને ધમરી આપવાનો આરોપ હતો. ભાજપે પૈસા આપીને ગેનીબેન ઠાકોરના ખૂદના ગામમાં પણ મતદાનમાં ગોલમાલ કરાવી તેવો આરોપ પણ લગાવ્યો છે.
રમેશ મિસ્ત્રી
વિડિયો 2024માં ભાજપના ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મિડિયાને ધાક ધમકી આપી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જીતુ વાઘાણી
સુરત કોંગ્રેસ તરફથી કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ 4 એપ્રિલે એક જાહેર સભામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ‘હરામજાદા’ કહ્યા હતા અને સુરતમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.
વિજય શાહ
વડોદરા ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહે પણ આવી જ ખુલ્લી ધમકી આપી હતી અને જેણે મત આપ્યા નથી ત્યાં કામ નહી થાય તેમ કહ્યું હતું.
મધુ ધારાસભ્ય
ભાજપના વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક એકા નેતા રહ્યાં છે કે તેમણે ગુજરાતમાં સૌથી વધારે વખત લોકોને, મતદારોને, ભાજપના નેતાઓને અને પત્રકારોને ધમકીઓ આપી હતી.
અધિકારીઓને ધારાસભ્ય આપી ધમકી કહ્યું કે, ચૌદમું રતન બતાવીશ.
અહીંથી બધા કમલ જ નીકળવા જોઈએ, નહિ તો જોઈ લઈશ.
ભાજપના કાર્યકર દિપ્તીના પતિ દિલિપ જયસ્વાલને મધુ શ્રીવાસ્તવે સમજવી દેવા ધમકી આપી હતી.
જાન્યુઆરી 2020માં પત્રકારોને માર માર્યો હતો. કેમેરા આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના ટીવીના વાયર કાપી નાંખવા માટે ટીવીને ધમકી આપી હતી.
મધુ શ્રીવાસ્તવ અધિકારીઓની સાથે મારામારી કરવા માટે પંકાયેલા છે. પ્રધાન કે અધિકારીઓને તેઓ વિનંતી કરતા નથી પણ માર મારવાની વાત કરે છે. ઘણા અધિકારીઓને માર્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને બે લાફા માર્યા હતા. પછી, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે તેમની સામે 14 ગુના દાખલ કર્યા હતા
એમ અલગ અલગ આવી ધમકી તેઓ આપતાં રહ્યાં હતા.
ગજેન્દ્ર પરમાર
2023માં ભાજપના ધારાસભ્ય અને સરકારમાં પ્રધાન ગજેન્દ્ર પરમાર સામે સગીરાની છેડતી અને ધમકીનો ગુનો નોંધાયો હતો.
સૌરભ પટેલ
2023માં બોટાદથી ભાજપ ધારાસભ્ય સૌરભ પટેલએ ધમકી આપી હતી. ભાજપના જ આગેવાનો આરોપ લગાવ્યો હતો.
શામજી ચૌહાણ
2024માં ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે અધિકારીઓને ભાજપના કાર્યકરોને હેરાન ન કરવા ચીમકી આપી હતી. 7 તારીખ પછી નુકસાન કરે તેના માટે અમારી તૈયારી છે.
ચૈતર વસાવા
2024માં તાલુકા વિકાસ અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવાએ બંધ ઓફીસમાં ધાક ધમકી આપી હોવાનો સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ
શશીકાંત પંડ્યા
2022માં ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કહ્યું- ‘ભાજપની સરકાર કે ભાજપના કાર્યકરો સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તો તેની આંખ ચીરી નાખવામાં આવશે’
મોહન કુંડારીયા
2024, માર્ચ – વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા પર કટાક્ષ કરતા કહ્યું કે, રૂપાલાને ટિકિટ આપી છે તેઓ સાંસદ બનશે પણ કોઈને ધમકાવશે નહીં, કોઈને ગાળો નહીં આપે.
રામ મોકરિયા
2024માં ‘હું તમારી પર કેસ કરીશ’, ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની વીટીવીના પત્રકારને અગ્નિકાંડમાં પ્રશ્ન પૂછતાં ખુલ્લી ધમકી આપી હતી.
કેતન ઇનામદાર
2022 – સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ગૌરવ યાત્રા વખતે ખુલ્લેઆમ ધમકી આપી હતી. રાજ્યમાં કોઈની પણ બાઈક ચાલકને પોલીસ રોકશે નહીં, લાયસન્સ પણ બતાવવાની જરૂર નથી. વિપક્ષે પ્રેમથી ચૂંટણી લડવી નહીં, તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હવે વધુ એક વખત બીજેપી નેતાનો વાણી વિલાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
ડો.મહેન્દ્ર મુંજપરા
સુરેન્દ્રનગરમાં ભાજપના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા વી ટીવી અને ગુજરાત સમાચારના પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અગાઉ તેઓ 3 પત્રકારોને અલગ અલગ સમયે પત્રકારો સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે.
ભાજપ સરકાર
વલસાડ અને સુરત અને અમદાવાદમાં આવી 4 પત્રકારોને દેશદ્રોહી ભાજપ સરકારે જાહેર કર્યા હતા. તેમને ધમકીઓ આપવામાં આવી હતી.
2021 – કુતિયાણાના ધારાસભ્યએ ધમકી આપી નિર્દોષ જાહેર.
સી. કે. રાઉલ
2021 – ભાજપના ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલ જન પ્રતિનિધિ હોવા છતાંય પ્રજાના કામ કેમ કરતા નથી તેવો પ્રશ્ન કરીને તેમના પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી કરનારી વ્યક્તિને તડી પાર કરવાનો આદેશ કરતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેને લઈ હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો હાઇકોર્ટએ લીધો ઉધડો છે. MLA રાઉલ અને ગોધરા SDM સામે હાઇકોર્ટએ નારાજગી વ્યક્ત કરી હતી.
બલરામ થવાણી
2020માં અમદાવાદમાં નરોડામાં સામાજિક કાર્યકર દીપા સંતવાણીના ઘરે જઈને ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીના બે માણસોએ ધમકી આપી હતી કે ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મિડિયામાં લખવાનું બંધ કરે.
રમેશ કટારા
2019માં મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થવા મુદ્દે ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ શું કહ્યું? જુઓ વીડિયો
મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થવા મુદ્દે ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ શું કહ્યું? જુઓ વીડિયો
મોહન કુંડારિયા
2019માં રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ ચોખ્ખી ધમકી આપી કે તમારા ગામમાંથી 70 ટકા મતો મળે એવું કંઈક ગોઠવી આપો છો કે કેમ. મને સાંભળી લો, મતો અપાવવા પડશે. નહિ તો પછી આ બધી સહકારી મંડળી મંડળી જતી રહેશે.
પબુ માણેક
2019 જૂલાઈમાં ભાજપના ધારાસભ્ય પબુ માણેકે ધણકી આપી હતી કે, થોડા ઘણા સુવર (આરટીઆઈ એક્ટવિસ્ટ) પેદા થઇ ગયા છે.હવે સુધરી જાઓ નહીં તો મરી ગયા. નહીં તો તીસરી આંખ ખુલશે અને શિવ શિવ થશે, એમાં બે મત નથી.
નારણ કાછડીયા
2019માં ભાજપના અમરેલીના સાંસદ નારણ કાછડીયાના પુત્ર પિયુષે ઠેકેદારોને ધમકી આપી હતી.
લક્ષ્મણ બારડ
ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કેમેરામેન આકાશ પરમાર હુમલો કરાયો હતો. કુવારસી ગામમાં ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ બારડની આશ્રમશાળાનો અહેવાલ આપ્યા બાદ તેના ભાઈ વદનસિંહે પત્રકારોનું અપહરણ કરીને નજીકમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં માર માર્યો હતો.પોલીસ દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું.
છબીલ પટેલ
પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ આ પહેલા વિવાદમાં રહ્યા છે. નડિયાદની વિધવા પર બળાત્કાર ગુજારીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની છબીલ પટેલ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ હતી.
2018માં ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના પુત્ર પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. છબીલ પટેલે ધમકી આપી અને બળાત્કાર અને ખૂન કેસમાં તેમની સામે ગુના નોંધાયા હતા.
કેસરી સોલંકી
2018માં ભાજપના માતરના ધારાસભ્ય કેસરી સોલંકી લવાલ ગામના સરપંચની ફેંટ પકડીને ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેકો આપતા હતા. આ અગાઉ ધારાસભ્ય મહિલા DySP સાથે માથાકૂટ કરી હતી.
હીરા સોલંકી
2018 – પીપાવાવમાં જમીન મુક્તિ માટે આંદોલન ચલાવી રહેલા ખેડુતોને આંદોલન બંધ કરવા ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ખેડૂતોને મારી નાખવાની અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી.
અનીરૂધ્ધ
રિબડાના અનીરૂધ્ધ મહિપત જાડેજાની સાથે ભાજપના અનેક નેતાઓની દોસ્તી છે. તેથી તેની સામે કંઈ થઈ શક્યું નથી. સી આર પાટીલ પ્રમુખ બનતા જે તેને ત્યાં રીબડામાં દરોડો પાડ્યો હતો.
કાંધલ જાડેજા
2018માં લીલાભાઈ ટપુભાઈ ઓડેદરાએ ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી, તેમાં ધારાસભ્ય નિર્દોષ છૂટી ગયા હતા.
પૂનમ મકવાણા
10 વર્ષ પહેલાં પાટડીનાં ધારાસભ્ય પૂનમ મકવાણાએ યુવતીના પરિવારને ગાંધીનગરમાં ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી.
ડિસેમ્બર 2018માં રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો.
કે.સી.પટેલ
2017માં વલસાડના સાંસદ ડો કે.સી.પટેલએ અધિકારીને ધમકી આપી હતી કે, કોઈ પણ અધિકારી અમારા કાર્યકર્તાઓને હેરાન કરશે એની ખેર નથી.એને જિલામાં નહી રહેવા દઇયે ”
મનસુખ વસાવા
ભરૂચના ભાજપના ધારાસભ્ય મનસુખ વસાવાએ અનેક વખત જાહેરમાં ધમકી આપી હતી. મલ ચૌહાણે જણાવ્યુ કે, એક સાંસદે ન શોભે તેવું કૃત્ય કર્યું છે અમે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીશું.
2021માં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ધમકી- ‘ભાજપ કાર્યકર્તાઓ રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.