મોદી સામે પાટીલના ત્રણ કાવતરાં

Patil’s three conspiracies against Modi मोदी के खिलाफ पाटिल की तीन साजिशें

રવિવારે નવું પ્રધાનમંડળ બની જશે. જેમાં ગુજરાતમાંથી 5 પ્રધાનો આ વખતે આવે તેવી શક્યતા હતી. ચંદ્રકાંત પાટીલને આ વખતે પ્રધાન બનાવવાના હતા. પણ ભારતમાં અને વારાણસીમાં ભાજપે પીછેહઠ કરતાં હવે તેમનું પત્તુ કપાઈ શકે તેમ છે.

પોતાની લીટી મોટી કરવા પાટીલે ભાજપની લીટી નાની કરી

પાટીલની વ્યૂહ રચના શું હતી તે હવે ભાજપના નેતાઓએ શોધી કાઢ્યું છે. પાટીલે અમિત શાહ, નરેન્દ્ર મોદી અને સુરતના મુકેશ પટેલને ઓછી લીડ મળે તે માટે કાવરતાં કર્યા હતા. જનો પર્દાફાશ થયો છે.

સુરતમાં બેઠક બિનહરીફ કરવાનું મુખ્ય કારણ હવે બહાર આવ્યું છે. તે મૂજબ સુરતમાં 10 લાખની લીડ મુકેશ પટેલને મળતી શકે તેમ હતી એવું ગણીત પાટીલ જાણી ગયા હતા.

પાટીલની મહત્લકાંક્ષાએ સુરત અને વારાણસીમાં ભાજપને સરસાઈ ઓછી કરવા માટે જવાબદાર માનવામાં આવે છે.

ભાજપને આ વખતે સૌથી વધારે સરસાઈ સુરતથી મળે તેમ હતી. 10 લાખની લીડ આવે તેમ હતી. તો તેમ થાય તો પ્રધાન મુકેશ પટેલ ગુજરાતમાં સૌથી વધારે આગળ નિકળે તેમ હતા. જો લીડ વધારે મળે તો તેઓ કેન્દ્રમાં પ્રધાન બનવાની શક્યતા વધી જતી હતી. પરંતું તે પાટીલને મંજૂર ન હતું. તેથી તેમને બિનહરીફ કરાવવાનો ખેલ ખેલીને જશ લેવાનો પ્રયાસ પાટીલે કર્યો છે.

આખા ગુજરાતમાં સૌથી વધારે લીડ મેળવવા માટે સુરતની બેઠક સૌથી વધારે સલામત હતી. અહીં 10 લાખની લીડ નક્કી હતી. જીતની બેઠક પાટીલે બિનહરીફ કરાવી દીધી હતી.

22 લાખ મતદારોમાંથી 15 લાખ મતદારો મતદાનથી વંચીત રહ્યાં. કોંગ્રેસના ઉમેદવારને ભાજપમાં લાવીને પાટીલે અનેક ખેલ કરી લીધા હોવાની હવે વિગતો બહાર આવી છે.

પાટીલે આવું એટલા માટે કર્યું કે તેઓ હવે કેન્દ્રમાં પ્રધાન બનવા માંગે છે. જો અમિત શાહ બાદ સુરતના મુકેશ પટેલને વધારે લીડ મળે તો પાટીલ પ્રધાન બનવા સામે પ્રશ્ન ઉભો થઈ શકે તેમ હતો.

તેથી નવસારીમાં પોતાની લીડ વધે એવો ખેલ ખેલી બતાવ્યો છે.

ગુજરાતમાં સૌથી વધારે લીડ પાટીલ છે. અમિત શાહને 10 લાખની સરસાઈથી જીતવું હતું.

ઈન્દોર મોટા માર્જિનથી જીતી
ઈન્દોર ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી 11 લાખ 72 હજાર મતોથી જીત્યા છે.

ધુબરી બીજી સીટ
આસામની ધુબરી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રકીબુલ હુસૈન 10 લાખ 12 હજાર મતો

વિદિશા ત્રીજી સીટ
મધ્યપ્રદેશની વિદિશા સીટ પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 8 લાખ 21 હજાર મતોના

નવસારી બેઠક ચોથી
2024ની ચોથી સૌથી મોટી જીત ગુજરાતની નવસારી બેઠક પર ભાજપના સીઆર પાટીલે 7 લાખ 73 હજાર મતોના માર્જિનથી હરાવ્યા છે.

ગાંધીનગર બેઠક પાંચમી
પાંચમી સૌથી વધુ જીત ગાંધીનગર બેઠક ભાજપના ઉમેદવાર અમિત શાહે 7 લાખ 44 હજારના અંતરથી હરાવ્યા છે.જો મુકેશ પટેલ હરિફાઈમાં હોત તો તે બીજા નંબર પર હોત. અને પાટીલ ત્રીજા નંબર પર હોત.

મહત્વકાંક્ષા પુરી કરવા તેમણે નારાણસીમાં પણ ધ્યાન આપ્યું ન હતું. વારાણસીમાં પાટીલે ધ્યાન ન આપવતાં મોદીને સૌથી ઓછી લીડથી જીતવું પડ્યું છે. સી.આર.પાટીલ વારાણસીમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારી લીડ પણ અપાવી શક્યા નહીં.

મોદીને પાટીલના કાવરતાની ગંધ આવી જતાં તેમણે તુરંત અમિત શાહને વારાસણસી દોડાવ્યા હતા.

પાટીલ આ જ કરવા માંગતા હતા. કારણ કે અમિત શાહ વારણસીમાં થોડો સમય રહે તો ગાંધીનગરને શાહની બેઠક નધણીયાતી બની જાય. તેથી અમિત શાહ કરતાં વધારે લીડ પાટીલને મળે. જો આમ થાય તો તે પોતે પ્રધાન બનવા માટે દાવો કરી શકે.

આમ પાટીલે સુરતમાં તો ખેલ પાડી દીધો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગાંધીનગરમાં અમિત શાહનો ખેલ પાડી દીધો હોવાની ચર્ચા ભાજપમાં છે.

ગાંધીનગર, નવસારી, પંચમહાલ અને વડોદરાની બેઠક પર ભાજપને પાંચ લાખ કરતાં વધુ મતોની સરસાઈથી વિજય મળ્યો છે.

ગાંધીનગર: 7.44 લાખ
નવસારી: 7.73 લાખ
પંચમહાલ: 5.09 લાખ
વડોદરા: 5.82 લાખ મત મળ્યા છે.

પાટીલ એવું માને છે કે તે ચૂંટણી આયોજન કરવામાં સૌથી વધારે હોંશિયાર છે.

ધારાસભ્યોને એક લાખની લીડ મેળવવા આદેશ આપ્યો હતો. જેથી 26 બેઠક પર 5 લાખની લીડ મળી શકે.

સી.આર.પાટીલ વારાણસીમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનજનક લીડ પણ અપાવી શક્યા નહીં.

પાટીલે પોતાની લીડ વધારવા નવસારીમાં એડીચોટીનું જોર લગાવ્યું
પાટીલે ખુદ પોતાની લીડ વધારવા નવસારીમાં એડીચોટીનું જોર લગાવી દીધુ પણ વારાસણીમાં નરેન્દ્ર મોદીની લીડ વધે તે દિશામાં ધ્યાન જ આપ્યુ ન હતું પરિણામે વડાપ્રધાન માત્રને માત્ર દોઢ લાખની લીડથી જીત્યા હતા. ટૂંકમાં, પાટીલ ઉપરાંત ટીમ ગુજરાત પર મોદીને ભરોસો મૂકવો ભારે પડ્યો હતો.

વારાણસી બેઠક પર પ્રચાર અને મતદાનની જવાબદારી પાટીલને સોંપી હતી

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પુરી થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પર પ્રચારથી માંડીને મતદાન સુધીની જવાબદાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી હતી. પાટીલની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્માને પણ વારાસણી મોકલ્યા હતા.

પરંતુ પાટીલે વારાણસીમાં કઈ કામ જ કર્યું નહી. હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા કંઈ કરી શક્યા નહીં.

મોદીને હારની બીક લાગતાં તેમણે તુરત અમિત શાહને વારાણસી દોડાવ્યા હતા. અમિત શાહે બાજી ગોઠવી ત્યારે માંડ દોઢ લાખની લીડ મોદીને મળી હતી.

મોદી સામે જો મજબૂત ઉમેદવાર હોત તો આ વખતે પાટીલના કારમે મોદી વારાણસીની ચૂંટણી હારી ગયા હોત. જો શ્યામ રંગીલાને ઉમેદવાર બનવા દીધો હોત તો પણ મોદીની હાક થાય તેમ હતી. પણ અમિત શાહે બચાવી લીધા હતા.

મોદીની આબરૂ માંડ બચી શકી છે.
2019માં મોદીને 4,79,505 મતની લીડ મળી હતી.

પાટીલે નવસારીમાં ભરપૂર પ્રચાર કરીને પોતાની લીડ 7 લાખથી વધુ વધારી દીધી પણ જેને પ્રચારની ધુરા સંભાળી તે નરેન્દ્ર મોદી માટે પાટીલે વારાણસીને રેઢું મૂકી દીધું હતુ.

કોંગ્રેસ પ્રમુખ અજ્યરાય સામે માત્ર દોઢ લાખની સરસાઈથી બીજેતા થયા. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના વિપક્ષના ઘણા નેતા ત્રણ-ચાર લાખની લીડથી જીત્યા હતા.

રાહુલ ગાંધીએ રાયબરેલીમાં 3.90 લાખની સરસાઈ મેળવી હતી. ખરેખર તો મોદીને 10 લાખની લીડ મેળવવાનું કામ થવું જોઈતું હતું. મોદી 1 લાખની ઉપર માંડ લીડ મેળવી શક્યા હતા. શું પાટીલની ચાલ હતી કે મોદી હારે.

ગુજરાતમાં 5 લાખની લીડથી તમામ ઉમેદવારોને જીતાડવાની જાહેરાત કરનારા પાટીલ હવે મોદીની આંખે ચઢી ગયા છે.

ADR મુજબ સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયેલા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે 17 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે.

ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 15 કરોડ રૂપિયા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 6 કરોડ રૂપિયા છે.

મોદી કરતાં વધારે લીડ મેળવનારા ગુજરાતમાં 20 સાંસદો છે.

5 લાખથી વધારે લીડ મેળવનારામાં

અમિત શાહ 7 લાખ 44 હજાર
સી આર પાટીલ 7 લાખ 73 હજાર
પંચમહાલના રાજપાલ 5 લાખ

વારાણસીમાં કોણ હતું.
ગુજરાતની ટીમે ચાર્જ સંભાળ્યો
પીએમ મોદી જ્યારે પહેલીવાર વારાણસીથી ચૂંટાયા ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે ત્યાં લાંબો સમય ધામા નાખ્યા હતા. આ વખતે પણ સીઆર પાટીલની ડ્યુટી વારાણસી સીટ પર છે. તેમની ટીમ માઈક્રો મેનેજમેન્ટનું કામ જોઈ રહી છે. આ ઉપરાંત ગુજરાત ભાજપના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી (સંગઠન) રત્નાકર પણ સક્રિય બન્યા છે. આ ઉપરાંત ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલ પણ વારાણસીમાં છે. ભાજપ વારાણસીથી પીએમ મોદીને મોટા માર્જિનથી હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. શક્ય છે કે પીએમ મોદી આ વખતે વારાણસીમાં પાંચ લાખથી વધુની લીડથી જીતી શકે. વારાણસીમાં ભાજપે સીઆર પાટીલના નેતૃત્વમાં પન્ના પ્રમુખ અને પેજ સમિતિનો ઉપયોગ કર્યો હતો. સીઆર પાટીલના નેતૃત્વમાં આ ટીમ મતદાનની સાંજ સુધી વારાણસીમાં સક્રિય રહેશે. પાટીલની ટીમમાં સામેલ યુવાનોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આમાં સ્લિપ વિતરણથી લઈને રિપોર્ટિંગ અને મોનિટરિંગ સુધીના કામનો સમાવેશ થાય છે. વારાણસીમાં ચૂંટણી પ્રબંધન સાથે સંકળાયેલા એક નેતાએ નવભારત ટાઈમ્સ ઓનલાઈનને જણાવ્યું કે મતદાર યાદીના એક પેજ પર લગભગ પાંચ પરિવારો છે. અમે સરેરાશ ત્રણ પરિવારોનો સંપર્ક કર્યો છે.

લોકસભા ચૂંટણી 2024: નોમિનેશન વખતે અધિકારી PM મોદી સામે કેમ ન ઉભા રહ્યા, જાણો કારણ?

માઇક્રો મેનેજમેન્ટમાં ભાજપ આગળ
ઈન્ડિયા એલાયન્સની સરખામણીમાં ભાજપ માઈક્રો મેનેજમેન્ટમાં ઘણી આગળ છે. ભાજપ વતી વારાણસી લોકસભા સીટ પર 80 વર્ષથી વધુ ઉંમરના મતદારોને બોલાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં આ મતદારોની માહિતી પણ બીએલઓને સોંપવામાં આવી છે. ભાજપે પોતાના તરફથી આ પ્રયોગ એટલા માટે કર્યો છે કે મતદાનમાં વૃદ્ધોની ભાગીદારી ઓછી ન થાય. એટલું જ નહીં, ભાજપે સમગ્ર સંસદીય ક્ષેત્રમાં પન્ના પ્રમુખો અને પેજ સમિતિના વડાઓની નિમણૂક કરી છે. ભાજપ પાસે આ તમામ પન્ના પ્રમુખો અને પેજ સમિતિના વડાઓની વિગતો છે. આ બધાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીધો સંદેશ તેમના મોબાઈલ નંબર અને ઈમેલ પર પહોંચે છે.