Patil’s track-1: why to start #We_Support_CRPAATIL social media campaign in its defense
દિલીપ પટેલ
ગાંધીનગર, 17 એપ્રિલ 2021
#We_Support_CRPAATIL વી સપોર્ટ સીઆર પાટીલ કેમ્પેઈન સુરતમાં ચાલુ કરવું પડ્યું છે. કેમ આવું કરવું પડ્યું તે સીધી વાત છે. પાટીલની શાખ ક્યારેય ન હતી. તેમાં વેક્સીનમાં 4500 સરકારી સ્થાનો પર ભાજપના 2 લાખ કાર્યકરોને ઘુસી જવા માટે પાટીલે યોજના બનાવી હતી. ત્યાંથી અટકવાના બદલે પક્ષ પોતે જ સરકાર બનવા લાગ્યો હતો. ભાજપના કાર્યાલયને જ સરકારી તંત્ર સાથે હરિફાઈમાં ઉતારી દીધું હતું. પાટીલે રેમડેસિવિર ઇંજેક્શનો પક્ષના કાર્યાલયમાં જ ખડકી દીધા હતા. આ ગેરકાયદે કૃત્ય હતું. તેમાં અનેક કાયદાઓનો ભંગ થતો હતો. તેથી પ્રજાએ પાટીલના જૂના ગુનાઓ ઉખેળવા માંડ્યા છે. તેમણે લોકસભાની ચૂંટણી વખતે આપેલા સોગંદનામાને ફરીથી લોકો સોશિયલ મિડિયામાં ફેરવવા લાગ્યા છે. તેમના 100થી વધારે ગુનાઓ ફરી એક વખત તાજા થયા છે. પાટીલને આરોપી તરીકેની ઈમેજ ફરી એક વખત પ્રજા સમય આવી રહી હતી. તે ઇમેજ સુધારવા માટે તેમણે આઈ સપોર્ટ સી આર પાટીલ કેમ્પેઈન શરૂ કરવું પડ્યું છે. તેઓ પક્ષના પ્રમુખ છે અને તેમાં આ સપોર્ટ માટે કમ્પેઈન કરવાની સામાન્ય રીતે કોઈ જરૂર રહેતી નથી. પણ પાટીલે તેમની બગડેલી ઇમેજ સુધારવા માટે કરવું પડ્યું હતું. પાટીલે આવું કેમ્પેઈન શરૂ કર્યું તો સામે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નામે આઈ સપોર્ટ વિજય રૂપાણી શરુ થઈ ગયું છે.
હોસ્પિટલ ના બેડ ની વ્યવસ્થા કરો સ્મશાન ના લાકડા ની વ્યવસ્થા નહીં કરવી પડે 🙏 લાકડા ની વ્યવસ્થા કરી એવી ટવિટ કરીને સાબિત સુ કરવા માંગો છો?? 15 માસ જેટલો કોરોના ને સમય થવા આવ્યો તો પણ વ્યવસ્થા કરવામાં નિષ્ફ્ળ!! સ્મશાન ના લાકડાની વ્યવસ્થા કરી મૃતદેહો ના નામે આવી રાજનીતિ!! pic.twitter.com/XbHcxo5q7z
— Mansi joshi ❤️ (@Mansivalangar) April 16, 2021
રેમડેસિવિર ઇંજેક્શનું રાજકારણ
પાટીલે જ્યારે 4500 સરકારી રસી કેન્દ્રોમાં ભાજપના કાર્યકરોને ઘુસી જવા કહ્યું ત્યારે રૂપાણી પોતે સમસમી ગયા હતા. તેમણે ક્યારેય જાહેરમાં આ ઘુસણખોરીની વાત કરી નથી. અમરેલીમાં 5000 લોકોને રસી આપવાની વાતે મોટો ભડકો થયો હતો. પાટીલ અને અમરેલીના સહકારી અને ભાજપના આગેવાન દિલીપ સંઘાણી ભેગા એક થયા છે. આ બન્ને નેતાઓ પહેલેથી રૂપાણીની અને અમિત શાહની સામે રહીને પડકારતાં રહ્યાં છે. તેથી અમરેલીમાં રૂપાણી સરકાર સામે જંગ જાહેરમાં ખેલાયો હતો. રસી કરકારની અને પક્ષના નેતાઓ તેના કાર્યક્રમો કરવા લાગ્યા હતા. ભાજપના કાર્યકરોએ માસ્ક ન પહેરેલા હોવાથી અને સામાજિક અંતર રાખ્યું ન હતું. સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે ખરાબ વર્તન થતાં ભાજપના કાર્યકરોને માર માર્યો હતો. તે પોલીસ અધિકારીને આગળ ધરીને રૂપાણી પર સંઘાણીએ પ્રહારો કર્યા હતા. બન્ને વચ્ચે યુદ્ધ છેડાયું હતું. આખરે પાટીલ અને સંઘાણીએ પેલા પોલીસ અધિકારીની બદલી કરાવી દીધી હતી. વળી સુરતમાં પાટીલે ભાજપની કચેરીએ ઈન્જેક્શનનો કેમ્પ શરૂ કર્યો તેમાં પક્ષનું આંતરિક રાજકારણ બહાર આવી ગયું હતું. રૂપાણીએ કહેવું પડ્યું હતું કે ઈંજેક્શનો ક્યાંથી આવ્યા તે પાટીલને ખબર તેમને પૂછો, મને નહીં. આ જવાબથી ભાજપનું આંતરિક રાજકારણ જાહેરમાં આવી ગયું હતું.
https://twitter.com/CRPaatil/status/1383111189421510658 ૉ
https://twitter.com/VimalPa06118047/status/1382979055822114817