દિલીપ પટેલ
ગાંધીનગર, 18 એપ્રિલ 2021
જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકામાં અમુક જ્ઞાતિઓને ખદેડવાનું કામ પાટીલે કર્યું છે. માધવસિંહે જે રીતે અમુક જ્ઞાનીઓને પક્ષ બહાર અને સત્તા બહાર મૂક્યા હતા, એવું પાટીલે પોતાના તારણહાર મોદી અને શાહની યોજના મુજબ કર્યું છે. માધવસિંહે જે રીતે અમૂક જ્ઞાતિને સત્તા અને પક્ષના વર્તુળમાં લાવી લીધી હતી એવી જ્ઞાતિઓને ભાઉએ લાવી દીધી છે. આ ભેજું કંઈ પાટીલનું થોડું હોઈ શકે. આ યોજના તો દિલ્હીની જ હોઈ શકે.
સત્તા મેળવવાના સમીકરણમાં અને જ્ઞાતિ વાદમાં પક્ષનો ખો નિકળી રહ્યો છે, તેમાં કોરોનામાં રસી અને કોરોનાના ઈંજેક્શનોના પ્રકરણ ઊભા થતાં ગુજરાતમાં ભાજપનું ધોવાણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની શાખનું ધોવાણ થયું છે. આ બન્નેએ યોજના બનાવીને સોંપી હોય અને તેનો અમલ પાટીલ કરતાં હોય એવું વધારે લાગે છે.
https://twitter.com/CRPaatil/status/1383434649616076804
ભાજપની જમીનની હકીકત એ છે કે, નવા માળખામાં ફેરફારો થયા છે, તે 2022 સુધી રહેશે. આ માળખામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાશે. તેઓ જ ટીકીટોની ફાળવણી કરશે. જેમાં ભાજપને મજબૂત કરી સત્તા પર બેસાડનારી અનેક જ્ઞાતિનો ખો કાઢી નાંખીને ભાજપનું ઓબીસીકરણ કરી દેવાશે.
https://twitter.com/dmpatel1961/status/1382743448361390086
પ્રજાનો રોષ
સોશિયલ મિડિયામાં લોકો ભાજપના પ્રમુખ ગુંડા કહી રહ્યાં છે. ઇંજેક્શનની ઘટના પછી તો પાટીલ સામેના 100 ગુના નોંધાયેલા છે તે ફરી યાદ કરવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી કોઈ અધ્યક્ષને ગુંડા તરીકે પ્રજા જોતી ન હતી. અમિત શાહ દેશના પ્રમુખ હતા તે વખતે સામાન્ય લોકો ગુંડા તરીકે જ સંબોધન સોશિયલ મિડિયા અને રોજબરોજના વ્યવહારમાં કરતાં હતા. એવું હવે પાટીલ સામે થઈ રહ્યું છે. આવું અગાઉ ગુજરાત ક્યારેય થયું ન હતું.
https://m.facebook.com/story.php?story_fbid=4366084846805495&id=754108984669784
લોકોની ખરા દીલની ટીપ્પણી આ આ અહેવાલમાં નીચે વાંચો. પ્રજામાં પાટીલની કેવી ખરાબ ઈજ્જત છે તે ખ્યાલ આવે છે.
ગજગ્રાહ
સાઈડ ટ્રેક કરવામાં આવેલા છે તેમને કંઈ પૂછવામાં આવતું નથી. આ ગજગ્રાહ ચાલી રહ્યાં છે. પરસોત્તમ રૂપાલા, ફલદુ, જીતુ વાઘાણી અને ભીખુભાઈ દલસાણીયા, સુરેન્દ્ર પટેલને બાજુ પર મૂકી દેવામાં આવ્યા છે. પક્ષ માટે કામ કરતાં કાર્યકરોનો નૈતિક જુસ્સો ટકી રહ્યો નથી. ભીખુભાઈએ 4 અધ્યક્ષ સાથે સૌમ્યતાથી કામ કર્યું છે. એવું નવા પ્રમુખ પાટીલ સાથે થતું નથી.
ગુજરાત ભાજપનાં સિનિયર અગ્રણી રાજ્ય ના પૂર્વ ગૃહમંત્રીશ્રી અને
પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણી શ્રી ગોરધનભાઈ @gpzadafia કોરોના માથી જલ્દી પૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના. pic.twitter.com/twmx3tUpBf— Bhikhubhai Dalsaniya (@bhikhubhaidbjp) April 15, 2021