ગાંધીનગર, 6 માર્ચ 2020
શંખ દરિયાનું મૃદુકાય (Mollusks) જળચર પ્રાણી છે. પ્રાણી મરી જાય એટલે તેના ઉપરનો સખત ભાગ રહે છે જે, પ્રાણીનું રક્ષણાત્મક બાહ્ય કવચ છે. નાના કે મોટા કદનાં દરિયાઇ ગોકળગાયનો એક પ્રકાર છે. વૈજ્ઞાનિક રીતે સ્ટ્રોમ્બિડી (strombidae) કુળનાં અને સ્ટ્રોમ્બસ ગોત્રનાં સભ્યોને જ સાચાં શંખ ગણવામાં આવે છે.
મૃદુકાય પ્રાણીઓના પોષક તત્ત્વો , પ્રોટીન , ગ્લાયકોજન અને વિશ્વ બજારમાં તેની ભારે માંગના હિસાબે ‘ એક્વાકલ્ચર ‘ની ઉછેરપદ્ધતિઓથી છેલ્લાં ઘણાં વર્ષોથી તેનું ઉત્પાદન વધી રહ્યું છે.
આ પ્રાણીઓ ખોરાક, દવા, , રસાયણો, , જેમ્સ એન્ડ જવેલરી , શેલ ક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવાતા ફ્યુરિયોસ , પૂજાવિધિ અને વાતાવરણ શુદ્ધ કરવા વપરાય છે.
શંખ વગાડવાથી ઉત્પન્ન થતાં તરંગો બૅક્ટરિયાનો નાશ કરે છે. એમ ઓખાના જૂનાગઢ ફિશરીઝ રીસર્ચ સેન્ટરના સંશોધન અધિકારીએ એક લેખમાં જાહેર કરેલું છે.
શંખમાંથી મેરેજ બેન્ગલ્સ , બેબી સ્પાઉટ બને છે. ઇન્ડોનેશિયા , મલેશિયા , ફિલિપાઈન્સ , સિંગાપોર , દક્ષિણ કોરિયા , શ્રીલંકા , તાઈવાન , થાઈલેન્ડ અને ભારત મૃદુકાય પ્રાણીઓ પેદા કરે છે .
ભારતે તાજેતરનાં વર્ષોમાં દરિયાઈ મસેલ ( પર્ના વિરિડીસ ) , એડીબલ ઓયસ્ટર ( કેસોસ્ફીયા મદ્રાસેન્સીસ ) અને મોતીની છીપમાંથી ( પલ ઓયસ્ટર ) મોતી ઉત્પાદનનું કાર્ય ૧૯૭૩ના વર્ષથી ચાલુ કરેલું છે .
તાજેતરનાં વર્ષોમાં બાયવાલ્વ મોલ્કનું ( બે – વાલ્વ ધરાવતાં મૃદુકાય પ્રાણીઓ ) કાંઠાળ વિસ્તારમાં ખાસ કરીને કર્ણાટક , કેરાલા , તમિલનાડુ , આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં ઉછેરપદ્ધતિથી ઉત્પાદન મેળવવાનું ચાલુ કરેલ છે .
ભારતની કેન્દ્રીય દરિયાઈ મત્સ્યોદ્યોગ સંશોધન સંસ્થા , કોચીન દ્વારા મૃદુકાય પ્રાણીઓ વિકસાવેલા છે. જેમાં ખાઘતાર ( એડિબલ ઓયસ્ટર ) , મસેલ , કલામ , મોતી ઉત્પાદન , બેબિલોનિયા ( છેલ્ક ) , હેલિયોટીસ , શંખ અને સિફેલોપોડની ખેતી પદ્ધતિ ( દરિયાઈ ફાર્મિંગ ટેકનિક ) વિકસાવી છે .
હેચરીમાં મોતી છીપ , મસેલ , એડીબલ ઓયસ્ટર , કલામ્સ , વિન્ડોપેન ઓયસ્ટર , ગેસ્ટ્રોપોઝ અને સિફેલોપોડનાં બચ્ચાં ઉત્પાદનની તકનિકી શોધી છે. લાખોની સંખ્યામાં બચ્ચાંઓ પેદા કરી જંગી ઉત્પાદન મેળવવામાં આવે છે. વિશ્વનું દરિયાઈ મોતીનું ૧૯૯૩ માં ઉત્પાદન ૭૮ ટન હતું , જેની ભારતીય ચલણમાં કિંમત રૂ. ૪૯૧૪૦ મિલિયન થવા જાય છે . જાપાન મરીન પર્લ પ્રોડક્શનમાં સૌથી આગળ છે.