Poor Gujarat of the rich अमीरों का गरीब गुजरात
દિલીપ પટેલ
અમદાવાદ, 28 મે 2024
2024માં નીતિ આયોગ તેંડુલકર સમિતિની ગરીબી રેખા અપનાવીને કામ કરી રહી છે. તે પ્રમાણે 2011-12માં ગ્રામીણ ગુજરાતમાં, ગરીબીનું પ્રમાણ 21.9% હતું. પ્રતિ વ્યક્તિ માસિક આવક ગરીબી રેખા રૂ. 932 હતી. કોઈ પણ વ્યક્તિને જીવવા માટે રૂ.2 હજારનું ખર્ચ દર મહિને કરવું પડે છે. પણ ગુજરાત સરકાર માત્ર રૂ. 932 આવક હોય તો જીવી શકાય એવું માને છે. આંકડાઓની રમતમાં ગુજરાત સરકાર વાસ્તવીક ગરીબી રેખા છૂપાવી રહી છે. આ હિસાબે ગુજરાતની અડધા કરતાં વધારે પ્રજા ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. વિકાસની હવા વચ્ચે ગુજરાતમાં ગરીબી ઘટવાના બદલે વધી રહી છે. ગુજરાતની 10 ટકા પ્રજા શ્રીમંત છે અને 40 ટકા મધ્યમ વર્ગીય છે.
આટલી આવક હોય તો માત્ર 1,670 કેલરી જ ખોરાક ખરીદી શકાય છે. જ્યારે કોઈ ખરેખર લોકોને 2,200 કેલરી મળે તો જ તે પોષણક્ષણ આહાર કહેવાય છે. 2200 કેલેરી મેળવવા માટે 2,000 રૂપિયા ખર્ચ કરવું પડે છે. તેનો સીધો મતલબ કે સત્તાવાર ગરીબી રેખા કરતાં બમણો ખર્ચ ખાવા માટે કરવો પડે. તેનો સીધો મતલબ કે સરકાર આંકડા આપે છે તેની સામે ખરેખર ગરીબી તો 87% સ્તરથી નીચે છે. સત્તાવાર ગરીબી 21.9% અને વાસ્તવિક ગરીબી 87% છે. આ મામૂલી તફાવત ગુજરાત માટે નથી.
બે વર્ષમાં, ગુજરાતમાં ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારોની સંખ્યામાં 1,359 નો વધારો થયો છે, રાજ્યએ તેના વિકાસ મોડલની પ્રશંસા કરી છે. અમરેલી જિલ્લામાં બીપીએલ પરિવારોની સંખ્યામાં સૌથી વધુ 425નો વધારો જોવા મળ્યો છે. રાજ્ય સરકારે 21 માર્ચે ગુજરાત વિધાનસભામાં ઉઠાવેલા અનેક પ્રશ્નોના જવાબમાં આ આંકડા રજૂ કર્યા હતા.
કિંમતોમાં આંતર-રાજ્ય તફાવતોને કારણે રાજ્યો વચ્ચે ગરીબી રેખાઓ બદલાય છે. 2011-12ના ડેટાના આધારે 2014માં ગુજરાતની ગરીબી રેખા ગ્રામીણ વિસ્તારો માટે દર મહિને રૂ. 932 અને શહેરી વિસ્તારો માટે રૂ. 1,152 છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા સત્તાવાર રેકોર્ડ મુજબ 31 જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં 31.67 લાખથી વધુ પરિવારો ગરીબી રેખા (BPL) નીચે જીવે છે. વર્ષ. 2021 અને 2022 માં BPL યાદીમાંથી 11 પરિવારો દૂર કરવામાં આવ્યા હતા. 31 જાન્યુઆરી, 2023 સુધીમાં, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં 1,359 નો વધારો થયો હતો.
2020-21માં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં 2,556નો વધારો થયો હતો.
અમરેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ જિલ્લાઓમાં ગરીબી વધી છે.
પ્રોફેસર અને અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ માને છે કે, રાજ્યના લોકો ‘વિકસિત’ હોવાનો દાવો કરે છે અને જેનું વિકાસ મોડેલ દેશ અને વિશ્વ માટે એક ઉદાહરણ છે, ત્યાં ઘણા ગરીબ પરિવારો છે તે ‘દુઃખભર્યું’ છે.
2002 અને 2024ની વચ્ચે ગુજરાતમાં ઉદ્યોગોને ભરપુર મદદ કરી છે. તેમાં ગીરીબી નાબૂદ થઈ જવી જોઈતી હતી. પણ ગુજરાતમાં મૂડીરોકાણ આવતાં ગરીબી નાબૂદ થઈ જવી જોઈતી હતી. પણ વધી રહી છે. શિક્ષણ ઘટી રહ્યું છે. આરોગ્ય કથળી રહ્યું છે. પર્વારણ અને રોજગાર ઘટી રહ્યાં છે.
અમદાવાદના સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓલ્ટરનેટિવ્સના અર્થશાસ્ત્રના ડિરેક્ટર અને પ્રોફેસર, ઈન્દિરા હિરવે માને છે કે, વિકાસનું ચોખ્ખું પરિણામએ હતું કે 40% વસ્તી બહુપરીમાણીય ગરીબી રેખા નીચે હતી.
નવેમ્બર 2023માં ગુજરાતની એક તૃતીયાંશ વસ્તી – 33 ટકા એટલે કે 31 લાખથી વધુ પરિવારો છે, ગરીબી રેખા (BPL) નીચે જીવે છે. BPLની આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારો માટે પ્રતિ વ્યક્તિ રૂ. 816 અને શહેરી વિસ્તારો માટે રૂ. 1,000 નક્કી કરવામાં આવી છે, જે શહેરી રહેવાસીઓ માટે રૂ. 32 પ્રતિ દિવસ અને ગ્રામીણ રહેવાસીઓ માટે રૂ. 26 આવક ગણવામાં આવે છે.
ગુજરાતમાં કુલ 31,61,310 BPL પરિવારોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી 16,28,744 પરિવારો અત્યંત ગરીબ વર્ગમાં છે અને 15,32,566 પરિવારો ગરીબોની શ્રેણીમાં છે.
ગુજરાતમાં BPL કેટેગરીમાં પરિવારોની સંખ્યા વર્ષોથી વધી રહી છે.
2020-21માં, 1,047 પરિવારો BPL કેટેગરીમાં આવ્યા, માત્ર 14 પરિવારો તેમાંથી બહાર નીકળી શક્યા. 2021-22માં BPL કેટેગરીમાં 1,751 નવા પરિવારો ઉમેરાયા હતા અને માત્ર બે પરિવારોની સ્થિતિમાં સુધારો થયો હતો. 2022-23માં, BPL કેટેગરીમાં 303 પરિવારોનો વધારો જોવા મળ્યો, જેમાં માત્ર એક જ પરિવાર ગરીબીમાંથી બહાર આવ્યો.
31.64 લાખ ગરીબ પરિવારોમાં ગરીબ પરિવાર દીઠ સરેરાશ છ સભ્યો ધારીએ, તો તેનો અર્થ એ કે ગુજરાતમાં કુલ BPL વસ્તી 1 કરોડ 89 લાખ છે, દર્શાવે છે કે લગભગ એક- રાજ્યની ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.