- જિલ્લા ખનીજ ફંડમાં રૂ.5730 કરોડ છે, ગુજરાત સરકાર તે વાપરે
- Preparation of Rs 5730 crore illegal use of mineral fund, The District Mineral Fund has Rs,5730 crore, which is used by the Government of Gujarat
અમદાવાદ, 13 એપ્રિલ 2020 allgujaratnews.in
ખાણ કામથી અસર થતાં લોકો માટે જે ફંડ વાપરવું જોઈએ તે હવે કોરોના માટે વાપરી નાંખે એવી શક્યતા ઊભી થઈ છે. કારણ કે કેન્દ્ર સરકારે રાજ્યોને ખનિજ અસર સહાય ફંડ કોરોના માટે રાજ્યો વાપરી શકે એવું જાહેર કર્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જિલ્લા ખાણ-ખનિજ ફંડ કોરોના માટે વાપરવાની ખાનગી રીતે તૈયારી કરી રહ્યાં છે. રાજ્ય સ્તરે ખનિજ ફંડ સંકલન સમિતિના અધ્યક્ષ મુખ્ય પ્રધાન છે.
રૂપાણી સરકારે હાલની ચાલુ યોજનાઓને કોરોના રાહત યોજના તરીકે જાહેર કરી છે. જે રાજ્યની પ્રજા સાથે છેતરપીંડી છે. તેમણે રૂ.6 હજાર કરોડની રાહત જાહેર કરી તે ખાણોથી પ્રભાવિત થતાં લોકો માટે રૂ.5 હજાર કરોડ ફંડ છે તે હવે કોરોના માટે વાપરીને રૂપાણી પોતે કાયદાનો ભંગ કરીને ફંડનો મિસ યુઝ કરવાની તૈયારી કરી રહી છે.
આવું ફંડ પોતાના માટે જ વાપરવું જોઈએ એવું સ્થાનિક જિલ્લા કક્ષાએ વિરોધ શરૂં કર્યો છે. જેમાં ભાવનગરના ઘોઘા તાલુકાના ખેડૂતોએ ગુજરાત પાવર કોર્ટોરેશન અને ગુજરાત સ્ટેટ એનર્જી કંપનીએ જે ફંડ ભાવનગર ડિસ્ટ્રિક્ટ મીનરલ ફંડની રકમ સ્થાનિક લોકો માટે જ વાપરવામાં આવે. બીજા કોઈને તે રકમ આપવામાં ન આવે. જ્યાં પ્રોજેક્ટ થયો છે ત્યાંજ તે રકમ વાપરવામાં આવે. એમ બાડી ગામ ખેડૂત સંઘર્ષ સમિતિના એન.બી.ગોહિલ, જે.બી.ગોહિલે માંગણી કરી છે. બાડી ગામની આસપાસના 12 ગામમાં ખનિજ ખોદવાની આડઅસરો થઈ છે. તેથી તેની રકમ ત્યાં જ વાપરવા તેઓએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને કહ્યું છે.
જિલ્લા ખનીજ ફંડની સ્થાપના ખાણકામથી જેમને વિપરીત અસર થઈ છે. તેવા વિસ્તારો અને લોકોના આર્થિક અને સામાજિક વિકાસ અને કલ્યાણ માટે ખર્ચ કરવા જ થઈ છે. એટલે જો આ રીતે જિલ્લા ખનીજ ફંડની રકમ કોઈને પણ દાનમાં આપવામાં આવે તો તે ગેરકાનૂની ગણાશે.
એડવોકેટ આનંદ યાજ્ઞિક અને પ્રો. હેમંત શાહ કહે છે કે, અમને ડર છે કે જિલ્લા ખનીજ ફાઉન્ડેશન હવે 2017થી સખાવતી પબ્લિક ટ્રસ્ટ છે. એટલે કલેક્ટરોને કહેવામાં આવશે કે, તેઓ જિલ્લા ખનીજ ફંડની રકમ મુખ્ય મંત્રી રાહત નિધિ કે પીએમ કેર્સ ફંડમાં દાન તરીકે આપે.
કલેક્ટરો તો સરકારનો હુકમ કેવી રીતે ઉથાપી શકે ?
ભારતના નાણાં પ્રધાને 26મી માર્ચે જે કોરોના રાહત પેકેજ જાહેર કર્યું તેમાં છેલ્લે જણાવાયું છે કે રાજ્ય સરકારો જિલ્લા ખનીજ ફંડનો ઉપયોગ પણ આ મહામારીના કિસ્સામાં વ્યવસ્થા માટે કરી શકે છે. ખાણ અને ખનીજ ધારા- 1957માં 2015માં એક સરસ સુધારો કરવામાં આવ્યો. તે મુજબ જે કંપનીઓને ખાણકામ માટે ભાડાપટા આપવામાં આવે છે તેમની પાસેથી ખાણકામથી વિપરીત રીતે અસરગ્રસ્ત વિસ્તારના અને અસરગ્રસ્ત લોકોના આર્થિક-સામાજિક વિકાસ માટે રકમ ભેગી કરવામાં આવે છે. આ રકમ કંપનીને 12 જાન્યુઆરી 2015 અગાઉ ભાડાપટ્ટો અપાયો હોય તો રોયલ્ટીના 30 ટકા લેવાય છે. તે પછી અપાયો હોય તો રોયલ્ટીના 10 ટકા જમા લેવાય છે. જિલ્લા ખનીજ ફંડ તરીકે ઓળખાય છે. આ રકમ કંપનીઓ જે રોયલ્ટી આપે છે, તે ઉપરાંત હોય છે. તે જિલ્લા ખનીજ ફાઉન્ડેશનમાં જમા થાય છે. તેમ એડવોકેટ આનંદ યાજ્ઞિક અને પ્રો. હેમંત શાહ કહે છે કે,
આ સંદર્ભમાં કેટલાક મુદ્દા
1 – ગુજરાતમાં 32 જિલ્લામાં આવા જિલ્લા ખનીજ ફાઉન્ડેશનની રચના થઈ છે. તે એક મંડળી નોંધણી કાયદા 1860 હેઠળ સોસાયટી તરીકે નોંધાયેલા છે. તેમની કામગીરી માટે ગુજરાત સરકારે 1 એપ્રિલ 2016ના રોજ નિયમો ઘડ્યા છે. આ નિયમોમાં 16 ઓક્ટોબર 2017ના રોજ ફેરફાર કરાયો હતો. જિલ્લા ખનીજ ફાઉન્ડેશન એક સખાવતી ટ્રસ્ટ તરીકે પણ નોંધવા માટે નક્કી થયું.
આ રીતે જિલ્લા ખનીજ ફાઉન્ડેશન પણ મુખ્ય મંત્રી રાહત નિધિની જેમ જ દેખીતી રીતે એક સરકારી ફંડ હોવા છતાં લગભગ ખાનગી ફંડ થઈ ગયું છે. ભલે પછી એક કાનૂની સંસ્થા હોય.
2 – એપ્રિલ, 2016થી 8 એપ્રિલ 2020 સુધી 32 જિલ્લા ખનીજ ફંડના રૂ.5984 કરોડ જમા થયા છે. તેમાંથી રૂ.254 કરોડ વાપરવામાં આવ્યા છે. રૂ.5730 કરોડ જમા પડેલાં છે. રકમ તેના નિયમ-૨ અનુસાર રાજ્ય સરકારના બજેટની બહાર રાખવામાં આવે છે.
3 – 2015 પહેલા કે પછી બધા જિલ્લામાં 13010 પ્રોજેક્ટ નક્કી થયા હતા. જેમાં માંડ 5802 પૂરા થયા હતા. જો કે, ભારત સરકારની વેબસાઈટ કહે છે કે, ગુજરાતમાં ડિસેમ્બર 2019 સુધીમાં 12989 પ્રોજેક્ટ મંજૂર થયા હતા અને 5279 પૂરા થયા હતા. આમ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના આંકડાઓ અલગ છે.
4 – આ ફંડ માટે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષપદ હેઠળ 13 સભ્યોની વહીવટી સમિતિ હોય છે. તેણે વિવિધ વિકાસલક્ષી અને કલ્યાણલક્ષી કાર્યો માટે રકમ ખર્ચવાની હોય છે. રાજ્ય સ્તરે સંકલન સમિતિના અધ્યક્ષ મુખ્ય પ્રધાન છે.
5 – જિલ્લા ખનીજ ફંડની આવકજાવકનું ઓડિટ થતું હોય અને તેના હિસાબો વિધાનસભામાં રજૂ થતા હોય તેવી કોઈ જ વિગત પ્રાપ્ત થતી નથી.
એડવોકેટ આનંદ યાજ્ઞિક અને પ્રો. હેમંત શાહ કહે છે કે, અમે રાજ્ય સરકારને જાહેર વિનંતી કરીએ છીએ કે,
1 – જે તે જિલ્લામાં જ આ ફંડની રકમ વપરાય, જિલ્લા બહાર તે રકમ ના વપરાય.
2 – કોઈ પણ હિસાબે મુખ્ય મંત્રી રાહત નિધિ કે પીએમ કેર્સ ફંડમાં જિલ્લા ખનીજ ફંડની રકમ દાનમાં આપવામાં ના આવે. કારણ કે આ બંને ખાનગી ફંડ છે, સરકારી ફંડ છે જ નહિ. કોઈ કાયદા હેઠળ તેમની સ્થાપના થઈ જ નથી. જ્યારે જિલ્લા ખનીજ ફંડ એ કાનૂની ફંડ છે.
3 – ફંડની રકમ વાપરવા માટેની કેન્દ્ર સરકારની માર્ગરેખાઓમાં ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોમાં પીવાનું પાણી, આરોગ્ય સંભાળ, સફાઈ તથા મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને વિકલાંગોના કલ્યાણ વગેરે જેવી બાબતો છે. તે માટે જ કોરોના મહામારીના સંદર્ભમાં તત્કાળ ખર્ચ કરવામાં આવે.
4 – ફંડના ખર્ચની વિગતો જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો તથા નગરપાલિકાઓ સાથે મળીને નક્કી કરવામાં આવે.
5 – તમામ 32 જિલ્લા ખનીજ ફંડના હિસાબો તત્કાળ બહાર પાડવામાં આવે. તેમનું કેગ દ્વારા ઓડિટ કરાવવામાં આવે. તો પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ ઊભા થશે.
6 – જિલ્લા ખનીજ ફંડના વિગતવાર હિસાબો અને કામગીરીના અહેવાલો વિધાનસભામાં રજૂ કરવામાં આવે.