4500ની ફી નકકી કરી અને હોસ્પિટલે વસૂલી 10 લાખ

  • કોઈ પણ ટેસ્ટ કરાવવા જાઓ તો કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરી લૂંટફાટ શરૂ, લૂંટ કરવાનો ગુજરાતમાં આ અનોખો વિક્રમ છે

અમદાવાદ, 23 એપ્રિલ 2020

સરકારે નક્કી કરેલી રૂ.4500માં સારવાર આપવાના બદલે ખાનગી હોસ્પિટલો રૂ.10 લાખ વસૂલ કરીને વિજય રૂપાણીની સરકારને નબળી પાડી રહ્યાં છે. તંત્ર પર ભાજપ સરકારનો કોઈ કાબુ ન હોય તેમ હોસ્પિટલ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન ને પડકાર ફેંકી રહ્યાં છે. જોઈ વ્યક્તિ બીજા કોઈ રોગ માટે ટેસ્ટ કરાવવા જાય તો તેમને કોરોનાનો બળજબરીથી ટેસ્ટ કરાવીને લાખોની લૂંટફાટ શરૂ કરી છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓની સારવારમાં થતી લાખોની લૂટ ચાલી રહી છે. છતાં નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાનું હીત જોવાના બદલે હોસ્પિટલ ઉગ્યોગનું ધ્યાન રાખી રહ્યાં હોવાનું લોકો હવે માનતા થયા છે કારણ કે 3 દિવસમાં આવી કોઈ હોસ્પિટલ સામે કોઈ પગલાં ભરાયા નથી.

ચળવળકાર વિનોદ પંડ્યાની ફરિયાદ  

અમદાવાદના જાણીતા એડવોકેટ અને ચળવળકાર વિનોદ પંડ્યાએ માનવ અધિકાર આયોગ, પોલીસ વડા, આરોગ્ય સચિવ અને મુખ્ય પ્રધાનને લૂંટ થઈ રહી હોવાની ફરિયાદ કરી છે.  પંડયા 30 વર્ષથી 10 જાહેર સંગઠન પર મુખ્ય હોદ્દા પર રહી જનહિત માટે કામ કરતાં રહ્યાં છે.

10 લાખ ભરવા પડે છે

જનતાની આવી લાચારીનો લાભ ઉઠાવી અમદાવાદ અને દર્દી પાસેથી 4થી 10 લાખ વસૂલ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો 21થી 23 એપ્રિલ 2020માં જાહેર થઈ છે.

બળજબરીથી કોરોના ટેસ્ટ કરાવાય છે

કોવિદ -19 ના ટેસ્ટ માટે ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરી દ્વારા રૂ.4 હજારથી રૂ.10 હજાર વસૂલ કરવામાં આવે છે. ડાયાબિટીસ જેવા બીજા ટેસ્ટ કરાવવા હોય તો પણ પહેલા દર્દીનો કોવિદ-19નો ટેસ્ટ બળજબરીથી કરાવી મોટી લૂટ ચલાવે છે.

મફત ટેસ્ટ ને સારવાર

અનેક રાજયોમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા દર્દી માટે સંપૂર્ણ મફત સારવારની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. દિલ્હીમાં ઘણા વર્ષોથી તમામ ફ્રી ટેસ્ટ છે.

200થી 4500માં જ સારવાર આપવાની છે

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઠરાવ મુજબ તમામ દર્દીઓને ખાનગી હોસ્પિટલોએ પણ ઠરાવમાં બતાવ્યા મુજબની રકમ રૂપિયા 200 થી વધુમાં વધું રૂ.4500 લઈને કોવીદ-19ના તમામ દર્દીઓની સારવાર આપવાનું જણાવેલું છે.

મફત સારવાર બદલ “મા વાત્સલ્ય” “આયુષ્યમાન યોજના”નો ભંગ કરે છે. દર્દીના પંદર લાખ એડવાન્સ લઈને જનતાની લાચારીનો લાભ લઈને લૂંટવાનું શરુ કરેલ છે. જે સરકારના નિયમોનો ભંગ છે.

મોત માટે લાઈન

સરકારી હોસ્પિટલોની પુરતી વ્યવસ્થા જ નથી. કોરોના પોઝીટીવ હોય તેવા અનેક દર્દીઓ કલાકો સુધી સારવાર માટે સિવિલ હોસ્પિટલોમાં લાઈનોમાં બેસી રહે છે. જીવન મરણ વચ્ચે તડપતા રહે છે. સારવાર મળતી નથી. ખાનગી હોસ્પિટલોમા ગરીબ દર્દીઓ 4 થી 10 લાખ એડવાન્સ ભરી લાભ લઇ શકે નહિ. મતલબ રાજયની 80 % ગરીબ જનતા પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ જ બચતો નથી.

સરકારના ઠરાવની નકલ

 

તેથી વિનોદભાઈ પંડ્યાએ આ તમામ બાબતો માટે તુરંત પગલાં ભરવાની લોકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માંગણી કરી છે.