ગાંધીનગર, 11 ઓગસ્ટ 2020
કોરોનામાં સૌથી વધું ઓષધિનો વપરાશ થયો હોય તો તે હળદર છે. ગુજરાતમાં ખેડૂતો હળદનું ઉત્પાદન વધારી રહ્યાં છે પણ ગુજરાત હજું પાઉડર માટે તો બહારની હળદર પર આધાર રાખવો પડે છે.
ગુજરાતમાં સરેરાશ 20 ટન એક હેક્ટર દીઠ હળદર પેદા થાય છે. છેલ્લા 10 વર્ષમાં વાવેતરમાં 162 ટકાવો વધારો 10 વર્ષમાં થયો છે. 273 ટકાનો ઉત્પાદનમાં વધારો થયો છે. હાલ ગુજરાતના લોકો બહારની હળદર મોટાભાગે ખાય છે. કારણ કે 8થી 10 ટન હળદળ પાઉડર બને છે. જે બહુ ઓછો છે. હાલની હળદર તો મોટા ભાગે લીલી હળદર તરીકે વેચાય છે. જ્યારે પાઉડર માટે બીજા રાજ્યો પર આધાર રાખવો પડે છે.
15 વર્ષ પહેલાની સ્થિતી
2005-6માં ગુજરાતમાં 1395 હેક્ટરમાં 16509 ટન હળદર માંડ પાકતી હતી. 8 જિલ્લામાં હળદર થતી હતી. જેમાં સૌથી વધું પંચમહાલમાં 315 હેક્ટરમાં હળદર થથી હતી. પણ ત્યાં ઉત્પાદન ઓછું મળતું હતું. વડોદરામાં 258 હેક્ટરમાં 4644 ટન પાકી હતી. ત્યાર પછી આણંદમાં 275 હેક્ટરમાં 2750 ટન થઈ ગતી. સુરતમાં 190 હેક્ટરમાં 3040 ટન થઈ હતી.
10 વર્ષ પહેલાની સ્થિતી
2008-09માં 18 જિલ્લામાં હળદરનું વાવેતર થવા લાગ્યું હતું. વધીને 1686 હેક્ટરમાં 23305 ટન હળદર થવા લાગી હતી. ગુજરાતમાં સૌથી વધુ વાવેતર પંચમહાલમાં 300 હેક્ટરમાં 4500 ટન હતું. ત્યાર બાદ દાહોદમાં 265 હેક્ટરમાં 3180 ટન થતું હતું. આણંદ 260 હેક્ટરમાં 2600 ટન, સુરતમાં 222 હેક્ટરમાં 3552 ટન, વડોદરામાં 185 હેક્ટરમાં 3330 ટન, નવસારીમાં 152 હેક્ટરમાં 2432 ટન થયું હતું. સૌરાષ્ચ્રમાં સૌથી વધું 10 હેક્ટરમાં 200 ટન હલદર થઈ હતી. અમરેલીમાં 5 હેક્ટરમાં 40 ટન થઈ હતી. 9 જિલ્લા એવા હતા કે જ્યાં હળદર થતી ન હતી.
હાલની સ્થિતી
2018-19માં હળદરનું ઉત્પાદન
બાગાયતી વિભાગના અધિકારીએ જણાવ્યું કે 2018-19માં ગુજરાતમાં હળદરનું કુલ વાવેતર 4424 હેક્ટર અને ઉત્પાદન 86930 ટન હતું. આમ 10 વર્ષમાં સારૂં એવું વાવેતર અને ઉત્પાદન થવા લાગ્યું છે. હાલ રાજ્યમાં સૌથી વધું હળદર નવસારીમાં 887 હેક્ટરમાં 19603 ટન થાય છે. બીજા નંબર પર દાહોદમાં 700 હેક્ટરમાં 13860 ટન હળદર પાકી હતી. ત્રીજા નંબર પર પંચમહાલમાં 515 હેક્ટરમાં 10037 ટન હળદર થઈ હતી. મધ્ય ગુજરાતમાં સૌથી વધું 2253 હેક્ટરમાં વાવેતર સાથે 42 હજાર ટન છે. પણ સૌથી વધું ઉત્પાદન તો દક્ષિણ ગુજરાતમાં 1950 હેક્ટરમાં 40 હજાર ટનનું છે. સૌરાષ્ટ્રમાં 80 હેક્ટરમાં 1316 ટન હળદર થઈ હતી. જેમાં સૌથી વધું અમરેલીમાં 24 હેક્ટરમાં 476 ટન પાકી હતી. સુરેન્દ્રનગરમાં 22 હેક્ટરમાં 370 ટન થઈ હતી.
નવી જાત
નવી જાત 38 ટન પેદા થાય છે. આમ ગુજરાતની સરેરાશ કરતાં બે ઘણું વધું ઉત્પાદન આપે છે. જો 4 હજાર હેક્ટરમાં IISR PRAGATI જાત ઉગાડવામાં આવે તો હાલ 80 હજાર ટન સામે સીધું 150થી 160 ટન ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
ખેતી
મૂળી કે ગાંઠથી ઉગે છે. આ વનસ્પતિ દક્ષિણ એશિયાના સમશીતોષ્ણ વિસ્તારની વતની છે. 30 સે આસપાસ ઉષ્ણતામાન અને સારા પ્રમાણમાં વરસાદ કે પાણીની જરૂર રહે છે. મૂળની ગાંઠો મેળવવા ખેતી થાય છે. ભારત અને પાકિસ્તાન એ હળદર ઉત્પાદન કરતા મુખ્ય દેશો છે. ઉકાળીને સુકવેલા હળદરના ગાંગડાને પીસીને તેમાંથી પીળાશ પડતા રંગનો ભૂકો મળે છે. આ ભૂકો દક્ષિણ એશિયાની રસોઈમાં, મધ્ય પૂર્વની રસોઈમાં, ડાઇ કરવાના ઉધ્યોગમાં, વપરાય છે. કાચી હળદરમાં 0.3થી 5.4 ટકા સુધી કુર્કુમીન હોય છે.
ગુજરાત રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, સુરત, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ અને નડિયાદ જીલ્લાઓમાં હળદરની ખેતી થાય છે. દક્ષિણ ગુજરાતમાં આાંબા ચીકુની વાડીઓમાં મિશ્રપાક અને આંતરપાક તરીકે લેવામાં આવે છે. જોકે હવે સેૌરાષ્ટ્રમાં પણ હળદરની ખેતી શરૂ થઇ ચૂકી છે.
ગરમ અને ભેજવાળી આબોહવા , સારા નિતારવાળી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય તત્વ ધરાવતી ગોરાડુ, મધ્યમ કાળી કે નદી કાંઠાની કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ છે. હેકટરે 50-60 ટન સારૂં કોહવાયેલું છાણિયું ખાતર જરૂરી છે.
જાતો
સુગુણા: જાડી ગોળાકાર ગાંઠ, 6% તેલ, 190 દિવસે વહેલી પાક તૈયાર, 7.20 ટન એક હે ઉત્પાદન છે. 4.9% કુરકુમીન છે.
સુદર્શના: ગોળાકાર ગાંઠ, 2% તેલ, 190 દિવસે વહેલી પાકે, 7.29 ટન એક હેક્ટરે ઉત્પાદન, 7.9% કુરકુમીન છે.
સુવર્ણા: ઘેરો કેસરી રંગ, 7% તેલ, 210 દિવસે મદ્ય્મ સમયે પાકતી, 4.6 ટન હેક્ટર દીઠ ઉત્પાદન, 4% કુરકુમીન છે.
ક્રિષ્ના: લાંબી અને ગોળાકાર ગાંઠ, 2% તેલ, માખી ને પાનના ટપકા રોગ સામે મધ્યમ પ્રતિકાર, 4 ટન એક હેક્ટરે ઉત્પાદન, 255 દિવસે મધ્યમ પાકતી, 2.8% કુરકુમીન છે.
સુગંધમ: લાલશ પડતી પીળી ગાંઠ, તેલ 2.7%, 4 ટન એક હેક્ટરે, 210 દિવસે મધ્યમ પાકતી, 3.1% કુરકુમીન છે.
રોમા: તેલ 4.2%, 6.43 ટન એક હેક્ટરે ઉત્પાદન, 253 દિવસે મધ્યમ સમયે પાકતી, 9.3% કુરકુમીન છે.
સુરોમા: લાલાશ પડતી બદામી છાલ, 4.4% તેલ, હેક્ટરે 5 ટન, 253 દિવસે મધ્યમ સમયે પાકે, 9.3 ટકા કુરકુમીન છે.
મોડી પાકતી જાત
કોઇમ્બતુર અને બી.એસ.આર જાતો મોડી પાકતી જાતો છે.
ગણદેવીના ફળ સંશોધન કેન્દ્રના કૃષિ વિજ્ઞાનીઓએ અનેક જાતોનો અભ્યાસ કરીને એવું જાહેર કર્યું છે કે, સુગંધમ અને કેસર જાતો આશાસ્પદ છે. તે મુજબ ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરેલી છે.
પિયત
હળદરને પાણી ખૂબ જોઈએ છે. તેથી ટપક સિંચાઈ કરવાથી તેનું ઉત્પાદન સારું આવે છે. પાણી નિયમિત આપવું. ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે આપવું. 40-50 પિયત આવપા પડે છે.
પાક સંરક્ષણ રોગો
હળદરમાં મોટા ભાગે રોગ આવતો નથી. દવાનું ખર્ચ હોતું નથી. છતાં પાન પર બદામી ટપકાં, ગાંઠનો ફુગથી સડો લાગે ત્યારે પાન પીળા પડી સુકાઇ જાય છે. ઘણા સ્થળે પાનના ચૂસિયા અને થડ કોરી ખાનારી ઇયળ થાય છે.
અમરેલીના ખેડૂત શું કહે છે
અમરેલીમાં ધારીના જળજીવડી ગામમાં 15 વર્ષથી હળદરની ખેતી કરતાં કેતન અશ્વિન રંગપરીયાએ કહ્યું હતું કે, જંગલી પ્રાણીઓ પાક ખાઈ ન જાય એટલે હળદરનું વાવેતર શરૂ કર્યું હતું. બીટી કપાસ વાવવાનું બંધ થયા પછી હવે 5 વર્ષથી હળદરની ખેતી વધી છે. દવાનો ખર્ચ નથી. બિયાણનો ખર્ચ નથી. મહેનત ઓછી પણ મજૂરી ખર્ચ વધું છે. વાવવા અને કાઢવામાં મજૂરીનું ખર્ચ ઊંચું છે. વીઘામાં 450થી 550 મણ સુધી ઉત્પાદન થઈ શકે છે. ફાચરીયા ગામથી હળદરનું બિયારણ લાવેલા હતા. જ્યાં 20 વર્ષથી ખેતી થાય છે. ફક્ત દેશી ખાતર નાંખવાનું હોય છે.
લીલી વેંચીએ છીએ, સૂકી વેચતા નથી. સુરત સુધી મોકલાવીએ છીએ. 200થી 500 રૂપિયાના મણનો ભાવ મળે છે. ઓરવેલીનો 800-900 ભાવ મળે છે. ત્યારે ઉત્પાદન હોતું નથી. અઠવાડિયે 2-3 વખત પાણી આપવું પડે છે. માર્ચ એપ્રિલ મે જૂનમાં વાવેતર થાય છે. 6-7 મહિને પાકે છે. મે મહિનામાં વાવેલી હળદરનો ઉતારો સારો આવે છે. ટપક સિંચાઈથી ઉત્પાદન સારું આવે છે. 26થી 28ની જાળીએ ઊભી વાવેતર કરવું જોઈએ. બે હાર વચ્ચે 6થી 7 ઈંચનું અંતર હોવું જોઈએ. ઉનાળામાં 8 ઈંચ અને સોમાસામાં 6 ઈંચ ઉંડે આખો ગાંઢીઓ નાંખવો જોઈએ. ઉનાળામાં સવારે કે સાંજે 5 વાગ્યા પછી વાવેતર કરી દેવું જોઈએ. બપોરે વાવેતર કરવું નહીં.
ઉનાળામાં બપોરના સમયે પાણી આપવું નહીં. તડકામાં પાણી આપવાથી ઉત્પાદન ઘટે છે. પલાળીને વાવી જોઈએ. વાવવાની સારી હથરોટી આવે તો જ સારૂં ઉત્પાદન મળે છે. વાવામાં ભૂલ કરે તો સારું ઉત્પાદન મળતું નથી. પીળી હળદરમાં મુંડાની દવા આપવી પડે છે. સફેદ હળદળમાં મુંડાની દવા આપવી પડતી નથી. 7359582925 કેતન રંગપરીયાનો સંપર્ક નંબર છે. ખેડૂતો બજારમાં વધુ ભાવ મળે તે હેતુથી હળદરના પાકને લીલી ખોદી બજારમાં મોકલે છે. આથી ઉત્પાદન ઓછુ મળે પરંતુ ઉંચા બજારભાવ મળવાથી આવક સારી થાય છે.
બીજો દાખલો
ડાંગના વઘઇના જામલાપાડા (રંભાસ) ગામના ખેડૂત એવા દક્ષા બિરારી હળદરની નવતર ખેતી કરે છે. સાપુતારા, નાશિક, શિરડી, ગોંડલ સુધી હળદળ જાય છે. હળદર પાઉડર બનાવવા પ્રોસેસિંગ યુનિટ ચલાવે છે. હળદરને બોઇલર મશીનમાં વરાળથી બાફી, પોલિસ્ડ ડ્રમમાં તેને સુકવી-છાલ કાઢીને ગાઠિયાને મશીનમાં ટુકડા કરી ઘંટીમાં દળી તેને ચારણા મારફત ચાળીને વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.
ખારા રણમાં હળદર
સુરેન્દ્રનગરના પાટડીના નાગડકા ગામના કાંતી દામોદર પટેલે 4 વીઘાના ખેતરમાં રણની સુકી જમીનમાં લીલી હળદરનું વાવતેર કર્યુ હતું.
આખું ગામ હળદર પકવે છે
અમરેલીના ધારી તાલુકાના ફાચરિયા ગામના ખેડૂતો આંબા હળદર તેમજ પીળી હળદરની સજીવ ખેતી કરે છે. ગુજરાતમાં સફેદ હળદરનું સૌથી વધારે વાવેતર આ ગામમાં થાય છે. જંગલ નજીક હોવાથી હળદળની ખેતીમાં પશુનો ત્રાસ રહેતો નથી. રોજડા કે ભૂંડ ખાતા નથી. સૌરાષ્ટ્રમાં હળદરની પહેલી ખેતી થોડા છોડથી શરૂ થઈ હવે આખું ગામ હળદર ઉગાડે છે.
એક વિઘો જમીનમાં 300-500 મણનું ઉત્પાદન મેળવે છે. અમરેલી, રાજકોટ, સૌરાષ્ટ્રના ઘણા ખરા બજારમાં અહીંથી હળદર જાય છે. ઘરબેઠા પણ વેપારીઓ ખરીદી કરે છે.
દાખલો
ભાવનગરના થોરડી ગામના ખેડૂત જીતેન્દ્ર ચૂડાસમાએ વીઘે 15 મણ બિયારણના બદલે 5 વીઘામાં 42 મણ બિયારણ લઈને 6 ફૂટના ગાળે અઢી ફૂટ પહોળાઈના 8 ઈંચ ઊંચા બેડ બનાવ્યા હતા. આંતરપાકમાં તુવેર, મગફળી, બેડની બંને બાજુએ હળદરની ગાંઠો વાવી હતી. વચ્ચે મરચાં ઉગાડ્યા તેના લીધે હળદરના પાકનો ગાંઠિયો સારો બંધાય છે. ડ્રિપમાં જીવામૃત આપે છે.
નવું સંશોધન
ભારતીય મસાલા સંશોધન સંસ્થાએ શારું ઉત્પદન સાથે ટૂંકા ગાળામાં પાકતી જાત વિકસાવી છે. નવી જાત IISR PRAGATI (પ્રગતિ) ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં તેની ભારે માંગ નિકળી છે. ઓછા પાણીએ 180 દિવસમાં પાકી જાય છે. એક હેક્ટરે લીલી 38 ટન ઉત્પાદન આપે છે. બીજી તમામ જાતો કરતાં તે વધુ ઉપજ આપે છે. તેને અનુકુળ હોય એવા વાતાવણમાં 52 ટન થાય છે. બીજી જીતો કરતાં 35 ટકા વધું ઉત્પાદન આપે છે. કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ગુજરાત અને છત્તીસગ માટે યોગ્ય છે.
રોગમાં ઉપયોગી
ભારતમાં હજારો વર્ષથી આયુર્વેદિક ઔષધિ તરીકે હળદર વપરાતી આવી છે. કુર્કુમિન પદાર્થ ઘણાં રોગના ઉપચારમાં વપરાય છે. દાહ પ્રતિરોધી, ઓક્સિડેશન વિરોધી, ગંઠન વિરોધી, જંતુનાશક અને વિષાણુ નાશક ગુણધર્મો ધરાવે છે, કેન્સર, મનોભ્રંશ (અલ્ઝાઈમર), સંધિવા, મધુપ્રમેહ, સ્વાદુપિંડના દાહ, અલ્ઝાઈમર, મધુપ્રમેહ, એલર્જીઓ, આર્થીટીસ, ઘા, પેટ, યકૃત, ત્વચા, ત્વચા વિકાર, પેટ, ફેંફસા, દુખાવો, દરદ, જખમ, મોચ, ખરજવું, અછબડા, દાદ, મેદ, એલર્જી, ખુજલી અને અન્ય હઠીલા રોગો પર અસરકારક જણાયો છે. હલ્દી દૂધ કે હળદરવાલું દૂધ એ ભારતમાં તાવ અને ખાંસીના ઘરગથ્થુ ઈલાજ તરીકે ખાવા લેવાય છે. હળદરની લૂગદીને ખુલ્લા જખમો પર લપેડાય છે. ચૂના હળદરનું મિશ્રણ પણ રક્ત પ્રવાહ વહેતો અટકાવવામાં આવે છે.
હળદરમાં રહેલા જંતુનાશક ગુણધર્મોને કારાણે હજારો વર્ષોથી ભારતમાં તેનો ઉપયોગ થાય છે. એન્ટીસેપ્ટીક છે. મુત્રમાર્ગ, રકતવિકાર, બરોળ, લીવર, કમળો, સંગ્રહિણી શીળસ, દમ, કાકડા, ગળાના રોગો, મોઢાના ચાંદા, અવાજ બેસી જવો, દેહનો રંગ સારો કરનાર, મળ ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પીત, પીનસ, અરૂચી, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ, અપચો, લોહી પાતળુ કરવું, ગેસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુ:ખાવા, શેકેલી હળદરઅને કુવારપાઠાથી હરસ-મસા મટે છે, મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, કફથી થતાં રોગ, શરદીમાં નાકમાંથી સ્ત્રાવ થતો હોય, ખાંસીમાં કફ, શ્વાસનલિકા કફથી ભરાઈ જતી હોય, ૩ ગ્રામ હળદરનું ચૂર્ણ બે વખત આપવું જોઈએ, તો જ તે કફ-શરદી મટાડશે.
ઉદ્યોગ ને રસોઈમાં વપરાશ
ગળદરનું નિયમીત ખાવાથી 14 બિમારી થતી નથી. આયુર્વેદના ઔષધમાં હળદર પર 56 હજાર સંશોધ અને પ્રયોગો વિજ્ઞાન દ્વારા થયા છે. હળદરમાંથી બનતા કપડાના રંગો નબળા હોવા છતાં અને ઝાંખા પડે છે છતાં પણ ભારતીય અને બાંગ્લાદેશી પરંપરાગત બુદ્ધ સાધુના વસ્ત્ર કસાયના કાપડ અને સાડી રંગકામમાં હળદર વપરાય છે. ખાદ્યપદાર્થોને સૂર્ય પ્રકાશથી રક્ષણ આપવા તેમાં હળદર ઉમેરવામાં આવે છે. રંગકામ માટે વાપરવામાં આવી અને ત્યાર બાદ તે ઔષધિ સ્વરૂપે વપરાય છે. આયુર્વેદ હળદરનો રસોઈમાં ઉપયોગ કરવાની સલાહ આપે છે. દક્ષિણભારતીય રસોઈમાં હળદરનો રંગ લાવવા માટે વિશેષ ઉપયોગ થતો નથી. હળદરને સદીઓથી ભારતમાં અત્યંત પવિત્ર અને શુકનવંતી ગણવામાં આવે છે. હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. ભારતીય ભોજન હળદર વિના અધુરૂ છે. સૌંદર્ય વર્ધક છે.