આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે

ગઢડા કોળી સમાજની બેઠકમાં રૂપાણીની ભાજપ સરકારના પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાની હાજરીમાં આત્મારામ પરમારનો જોરદાર વિરોધ થયો હતો. કોળી સમાજના 300 આગેવાનો હતા અને તમામે એકી અવાજે કુવર બાવળીયાને સંભળાવી દીધું હતું કે. તમારા ભાજપથી અમે બધા નારાજ છીએ. આત્મારમ પરમારનું નામ ગઢડા વિધાનસભા બેઠક પર જાહેર કરી દીધું છે તે અમને માન્ય નથી. અમે ભાજપે હરાવીશું.

ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુંએ રાજીનામું અપાવવામાં જે શોદાબાજી થઈ તેનાથી અહીંના મતદારો ભાજપથી ભારે નારાજ છે. તેઓ ભાજપને કોઈ પણ રીતે હરાવવા માટે સજજ છે. રોષ જોઈને બાવળિયાએ પૂરી બેઠક કર્યા વગર વિલા મોઢે નિકળી જવું પડ્યું હતું.

ગઢડાના ખોપાળામાં કોળી સમાજની બેઠક થઈ હતી. ગઢડા શહેર, ગ્રામ્ય અને આસપાસના 3 તાલુકાના કોળી આગેવાનોની બેઠક મળી હતી. જેમાં રાજકીય નિર્ણય લેવાયો હતો કે ભાજપને હરાવવામાં આવશે. તેથી બાવળિયાએ દોઢ વર્ષની ખાતરી આપી હતી.

કોળી આગેવાનોએ આત્મારામ પરમારની હાજરીમાં તેમની સામે હાથ કરીને ઉગ્ર પ્રશ્ર્નોની ઝડી વરસાવી હતી.  સ્પષ્ટ શબ્દોમાં જણાવેલું અમે આત્મારામ પરમારનાં ટેકામાં નથી. કારણ  1992થી આત્મારામ પરમાર ગઢડામાં સક્રિય રાજકારણ કરી ધારાસભ્ય પ્રધાન બન્યા  છતાં તેઓ અહીં વિકાસ કરાવી શક્યા નથી. 28 વર્ષથી અહીંથી ચૂંટાઈને જાય છે છતાં કોળી સમાજનું કે સમાજનાં વ્યક્તિનું કામ કરેલું નથી કે નેતા બનવા દીધેલ નથી.

આક્રમક લોકોએ સ્પષ્ટ કહી દીધું હતું કે આત્મારામ સુરત રહે છે અને ચૂંટણી આવે ત્યારે પછાત ગઢડામાં મોં બતાવવા આવે છે. ત્યાં સુધી ગઢડાની ચંડાળ ચોકડી છે તેનું જ તે સાંભળે છે. કુંવર બાવળિયાએ જાહેરમાં કહેવું પડ્યું હતું કે દોઢ વર્ષ હું તમારી જવાબદારી લઉં છુું. મારા નાકનો સવાલ છે. સમાજ મને સહકાર આપે.  તમે ભાજપને જીતાડો. ત્યારે કોળી સમાજના મજબૂત એવા 300 આગેવાનો એ સ્પષ્ટ કરી દીધું તે આ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નથી પણ  ગઢડા, વલ્લભીપૂર તાલુકો, ઉમરાળા તાલુકાના કોળી આગેવાનોનો આ નિર્ણય છે.

ખૂલ્લેઆમ મેદાને ગઢડાના લોકો પડી ગયા છે. માત્ર કોળી સમાજ નહીં પણ તમામ મતદાર મંડળો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે. જેની અસર 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં પડશે.

કોળી સમાજના જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધામી, બોટાદ સંધના ચેરમેન ભોળા રબારી, ભાજપ પ્રદેશ  કિસાન મોરચાના પ્રમુખ બાબ જેબલીયા આ ત્રણનું જ આત્મારામ સાંભળે છે. બીજા કોઈનું સાંભતા નથી. તેથી આ વખતે અમે કાન બંધ કરીને નક્કી કરી લીધું છે કે આંખો મીંચીને અત્મારામને કે ભાજપના જે ઉમેદવાર આવે તેને હરાવવા.

બીજો સવાલ એ હતો કે  ગઢડા તાલુકાનાં 80 ગામમાંથી એક પણ ગામમાં દૂધ સહકારી મંડળી  કોળી, પટેલ કે વેપારમાં હોંશિયાર હોય એવા વ્યક્તીને કે સમાજને આપી નથી.

નર્મદાની સૌની  પામીની પાઈપલાઈન આવતી હતી તે અહીં મૂળ ડીઝાઈન બદલીને બીજે લઈ જવામાં આવી છે. તેનો કોળી સમાજને ભારે ગેરલાભ થયો છે. વળી, તાલુકા વિકાસ અધિકારી અહીં સારું કામ કરતાં હતા તેને બદલી કરાવી ત્યારે 25 ગામના લોકોએ વિરોધ કર્યો હતો. તેમ છતાં ભાજપના કેટલીંક ટૂંકી બુદ્ધિના નેતાઓએ તે બદલી રદ ન કરાવી. અને કોંગ્રેસના ધારાસભ્યોને લગડી આપે છે.  સંસદસભ્ય કોળી સમાજ નાં ન આવે એ માટે ખોટી માહિતી પ્રદેશમાં આપેલી હતી.
ઉપરાંત સમાજ માં અંદરોઅંદર ભાગ પડાવવા.  સરકાર દ્વારા થતી તાલુકા કે જિલ્લા કક્ષાએ નિમણૂક નહીં.અસામાજિક તત્વો દ્વારા સમાજ ને ખોટી હેરાનગતી કરાવવી એવાં પ્રશ્ર્નો ની તડાતડી બોલાવેલી હતી.

સ્પષ્ટ શબ્દોમાં આત્મારામ પરમાર, સુરેશ ગોધાણી, ભોળાભાઈ રબારી, જેબલીયાનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો હતો.

કેટલાંક સભ્યોએ જૂથમાં ઊભા રહીને બીજી કેટલીક વાતો કરી હતી. જેમાં અહીંના ધારાસભ્ય પ્રવિણ મારુએ 16 માર્ચ 2020ના રોજ રાજીનામું આપીને ભાજપને ટેકો અહીંના મતદારોને પૂછ્યા વગર આપીને લગડી લીધી છે. જેમણે ગત વિધાનસભા ચૂંટણી સમયે ગઢડા બેઠક પર ટિકિટ મેળવવા માટે બળવો કરી ધરાર કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી હતી. કોંગ્રેસના ભાવનગરના નેતા શક્તિસિંહ ગોહિલે પણ પ્રવિણ મારુંને ટિકિટ નહીં આપવા માટે પક્ષમાં કર્યું હતું છતાં ભાજપ સાથે મળી જઈને ભરતસિંહ સોલંકીએ મારૂને ટિકિટ આપી હતી.

ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય સોમા પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કરી હતી. કોંગ્રેસ છોડીને આવેલાં આઠ ધારાસભ્ય પૈકી પાંચને ભાજપ ટિકીટ આપી શકે છે જયારે અન્ય ત્રણ પક્ષપલટુ ધારાસભ્ય સોમા પટેલ, પ્રવિણ મારૂ અને મંગળ ગાવિતને ટિકિટ નહી મળે. પરસોત્તમ સોલંકી, કુવર બાવળિયા અને  સોમા પટેલ પણ હવે નકામા થઈ ગયા છે. તેથી કોળી સમાજ હવે પોતાના નવા નેતાની શોધમાં છે.