ક્વાલકોમે જિયો મોબાઈલ ફોનનો રૂ.730 કરોડનો હિસ્સો ખરીદ કર્યો, Jio 25 ટકા વેચાઈ ગયું

મુંબઈ, 13 જુલાઈ 2020

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 12 જૂલાઈ 2020એ વાયરલેસ ટેક્નોલોજીની કંપની ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડની મૂડીરોકાણ કંપની ક્વાલકોમ વેન્ચર્સ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ.730 કરોડનું મૂડીરોકાણ કરશે. રૂ.4.91 લાખ કરોડના ઇક્વિટી મૂલ્ય અને રૂ.5.16 લાખ કરોડના એન્ટરપ્રાઇઝ વેલ્યૂ પ્રમાણે આ મૂડીરોકાણ કરવામાં આવશે. ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ પર જિયો પ્લેટફોર્મ્સમાં ક્વાલકોમ વેન્ચર્સને 0.15 ટકા ઇક્વિટી હિસ્સો પ્રાપ્ત થશે. તેની સાથે જીઓનું 25 ટકા વેચાણ થઈ ગયું છે. આજ સુધીમાં રૂ.1.18 લાખ કરોડની મૂડી જીઓએ વેચી મારી છે. હવે દેવામુક્ત થઈ છે.

ક્વાલકોમ વાયરલેસ ટેક્નોલોજીમાં નવા સંશોધનો કરનારી કંપની છે. 5Gમાં ચાવીરૂપ પરિબળ છે. રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઉત્તરોત્તર વધતા 62 બિલિયન અમેરિકી ડોલરના ભંડોળ, 35 વર્ષનો સંશોધનોનો ઇતિહાસ અને 140,000 પેટન્ટ અને પેટન્ટ ધરાવે છે. ક્વાલકોમ વેન્ચર્સ એવું વૈશ્વિક ફંડ છે જે 5G, AI, IoT, ઓટોમોટિવ, નેટવર્કિંગ અને એન્ટપ્રાઇઝ ક્ષેત્રમાં વાયરલેસ ઇકોસિસ્ટમ ધરાવતી કંપનીઓમાં મૂડીરોકાણ કરે છે. ભારતમાં ક્વાલકોમ વેન્ચર્સ ડેરી ઉદ્યોગથી લઈને વાહનવ્યવહાર અને સંરક્ષણ સુધીના સ્થાનિક ક્ષેત્રોમાં મૂડીરોકાણ કરી ચૂક્યું છે અને ભારત તથા વૈશ્વિક બજાર માટે સર્વશ્રેષ્ઠ કક્ષાના ઉત્પાદનો તૈયાર કર્યા છે.

રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “સુરક્ષિત વાયરલેસ અને ડિજિટલ નેટવર્ક ઊભું કરવાની દૂરદૃષ્ટિ અમારી વચ્ચે સમાન છે.”

ક્વાલકોમ ઇન્કોર્પોરેટેડના CEO સ્ટીવ મોલેનકોપ્ફે કહ્યું હતું કે “5G આવનારા વર્ષોમાં દરેક ઉદ્યોગમાં પરિવર્તનનો પવન ફૂંકશે. ભારતમાં લાંબા સમયથી અમારી હાજરી સાથે જિયોના વિઝનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે તૈયાર છીએ.

જિયો પ્લેટફોર્મ્સના ભારતમાં 388 મિલિયન ગ્રાહકો છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.