અમદાવાદ મેટ્રોનું 2 હજાર કરોડની રેલ અને વરસે આવક 24 લાખ

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર 2022

2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોને દેખાડીને મત લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 માર્ચ 2019માં સાંજે 5 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલનાં ફેઝ-1ની ટ્રેન દોડાવી હતી. 2019થી આજ સુધીના 3 વર્ષમાં આ ટ્રેનમાં કોઈ બેસવા તૈયાર નથી.

વર્ષ 2020-21 દરમિયાન ગુજરાત મેટ્રો વાર્ષિક રૂ.4.42 લાખ કમાય છે, માત્ર 130 મુસાફરો મેટ્રો ટ્રનમાં બેસે છે. મેટ્રોની કામગીરીના પ્રથમ વર્ષની કમાણી કરતા 6.5 ગણી ઓછી કમાણી થઈ હતી. આવક વધવી જોઈતી હતી પણ ઘટી ગઈ છે. 2021-22માં, અમદાવાદ મેટ્રોમાં દરરોજ માત્ર 130 વ્યક્તિઓએ મુસાફરી કરી હતી. જે 2019-20 દરમિયાન દરરોજ સરેરાશ મુસાફરી કરનારા 800-900 હતા.

પેસેન્જર ભાડું 2019-20માં રૂ. 28.7 લાખ હતું તે ઘટીને 2021માં 4.42 લાખ થઈ ગયું હતું. તબક્કા-1 પછી તેમાં અસાધારણ વધારો થવાની ધારણા છે.

દક્ષિણ કોરિયાથી આયાત કરાયેલી 32 ટ્રેનોમાંથી સાત ટ્રેન વસ્ત્રાલ ગામ અને એપેરલ પાર્ક વચ્ચેના 6.5 કિલોમીટરના ટ્રેક પર દોડી રહી હોવા છતાં આવી સ્થિતી છે. 3 વર્ષથી ટ્રેનો ખાલી દોડતી રહી છે.

જીએમઆરસીના અધિકારીઓનું કહેવું છે કે અમદાવાદ મેટ્રોના ફેઝ-1નું 83% કામ પૂર્ણ થઈ ગયું છે. GMRC એ અમદાવાદ મેટ્રો ફેઝ-2 પર પહેલાથી જ વિકાસ શરૂ કરી દીધો છે, જે અમદાવાદ અને ગાંધીનગરને જોડશે.

વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક વચ્ચેનું અંતર કવર કરવા માટે અમદાવાદ મેટ્રોનો સમય 12 મિનિટ 53 સેકન્ડ છે. તેનાથી વિપરીત માર્ગ પર જવા માટે લગભગ 12 મિનિટ અને 22 સેકન્ડનો સમય લાગે છે.

મોદીએ વસ્ત્રાલ ગામ સ્ટેશને મેટ્રોને લીલી ઝંડી બતાવીને ટ્રેનમાં સફર પણ કરી હતી. બે દિવસ ટ્રેન બંધ રાખ્યા બાદ, 6 માર્ચથી જાહેર જનતા માટે ટ્રેન શરૂ કરી હતી. તે પણ 10 દિવસ ફ્રી મેટ્રો મુસાફરી શરૂ કરી હતી.

7 માર્ચ 2019માં બપોરના  2.55 વાગ્યે એસી બંધ થઈ જતાં મેટ્રો રોકવી પડી હતી. લોકોને ગુંગળામણ થવા લાગી હતી. 10 દિવસ બાદ ફરીવાર ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન રોકી દેવી પડી હતી.

આમ મેટ્રો શરૂ થયાના 10 દિવસમાં બેવાર મેટ્રો ટ્રેનમાં ખામી સર્જાઈ હતી.

2019માં પ્રવાસી દીઠ ટિકિટ 10 રૂપિયા હતી. આ ટ્રેનમાં રોજ માત્ર 100 પેસેન્જર બેસતા હતા. જે ખરેખર રોજના 10 હજાર મુસાફરો જવા જોઈતા હતા. 6.5 કિલોમીટરના આ મેટ્રોનું લોકાર્પણ માર્ચ 2019માં કરવામાં આવ્યું હતું, ત્યાર પછી બીજો કોઈ રૂટ શરૂ થઈ શક્યો નથી. ભારે વિલંબ ઈરાદાપૂર્વક કરાયો હતો. કારણ કે 2019 પછી કોઈ ચૂંટણી ન હતી. હવે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત મોદી એજ લાઈનને શરૂ કરાવવા 30 સપ્ટેમ્બર 2022માં આવવાના છે.

ઉદઘાટનથી જ નિષ્ફળ પ્રોજેક્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા – MEGA) મેટ્રો ટ્રેન શરૂં થઈ ત્યારથી નિષ્ફળ છે. પ્રથમ તબક્કામાં 32 સ્ટેશન અને બે ડેપો છે.

14 વર્ષ પછી મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે 6 માર્ચ 2018માં શરૂં કરી હતી. 2004થી શરૂ થયેલી અમદાવાદની મેટ્રો ટ્રેનની કામગીરીમાં અનેક તબક્કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. ભ્રષ્ટાચારને કારણે અત્યાર સુધીમાં 40 કિલોમીટરને બદલે માત્ર 6.5 કિલોમીટરનો જ રૂટ તૈયાર થઇ શક્યો છે. જેમાં કરોડોની ખોટ પ્રજાને ગઈ છે.

યોજના એક વર્ષ પાછળ ગઈ

માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલના છ કિલોમીટરના રૂટનું ઉદ્દધાટન કર્યું હતું ત્યારબાદ એપીએમસી અને શ્રેયસ ક્રોસિંગ વચ્ચેના કામમાં વિટંબણા આવી હતી. આ કામગીરી એપ્રિલ 2019માં પૂર્ણ કરવાની હતી. હવે 2022 સુધી પણ પૂરી થાય તેમ નથી.

મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા – MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે.

અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુસાફરો આવ્યા હતા. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. જેમાં 2 લાખ મુસાફરોએ ટીકીટ લઈને મુસાફરી કરી હતી. બાકીના લોકોએ મફતની રેવડી મુસાફરી કરી હતી.

મફત મુસાફરીના દિવસો 6 માર્ચ 2019થી 14 માર્ચ 2019 સુધી ફ્રીની રેવડી જેવી મુસાફરી દરમિયાન 75,917 લોકોએ મુસાફરી કરી હતી.

એક કિલો મીટરના કામ માટે રૂ.300થી 350 કરોડનું ખર્ચ થલતેજ સુધીના 20 કિલોમીટર સુધી થયું છે. રોકાણનું 1 ટકો વળતર પણ મળ્યું નથી. ખોટનો મોટો ખાડો અમદાવાદ મેટ્રો પાડી રહી છે. મોટા પ્રમાણમાં મુસાફરો તેમાં બેસવા તૈયાર નથી.

ઝડપ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે.  મોટર સાઈકલ કરતાં ઓછી ઝડપે દોડે છે. ખરેખર તો 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોવી જોઈતી હતી.

મેટ્રોરેલના ત્રણ કોચમાં 1017 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકે છે.

ફેબ્રુઆરી 2019માં ટ્રાયલ રન કરાઈ હતી.

6ઠ્ઠી માર્ચ 2019 થી, અમદાવાદ મેટ્રો રૂટના પૂર્વ-પશ્ચિમ કોરિડોરના છ સ્ટેશનો કાર્યરત છે.

મેટ્રોને મળેલા મુસાફરો

વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધીના 6.5 કી.મી.ટનું ભાડું 10 રૂપિયા હોવા છતાં કોઈ બેસતું નથી.

2.5 કી.મી.સુધી 5રૂપિયા અને 6.5 કી.મી.સુધી 10 રૂપિયા ભાડુ નકકી કરાયુ હતું. રોજ છ થી સાત ટ્રીપ કરાય છે.

પહેલા સવારે 9થી સાંજે 6.30 સુધીનો સમય ટ્રેનનો રખાયો હતો. પરંતુ મુસાફરો ન મળતા સમય બદલવામાં આવ્યો હતો. સવારે 11 સાંજના 4.50 સુધીનો કરાયો હતો. એક કોચમાં 300  મુસાફરોની ક્ષમતા સાથે 6 કોચ દોડાવાતા હતા.

મેટ્રોના મુસાફરો 2019માં

4થી માર્ચથી 14 માર્ચ 75917 મફત રેવડી મુસાફરો

15 માર્ચથી 31 માર્ચ 38169 મુસાફરો

એપ્રિલ 35 હજાર

મે 50108

જુન 36709

જૂલાઈ 32068

મુસાફરોને ફ્રીકવન્સી સમયસર મળતી નથી. 50 મિનિટની એક ટ્રેન માંડ મળતી હતી. તેથી મુસાફરો અવતા ન હતા. લોકો ટ્રેનના બદલે શટલ રીક્ષામાં જવાનું પસંદ કરે છે.

21.16 કિલોમીટર લાંબો કોરિડોર 1 (પૂર્વ-પશ્ચિમ) થલતેજ ગામને વસ્ત્રાલ ગામ સાથે 18 સ્ટેશનો સાથે જોડશે. કોરિડોર 2 (ઉત્તર-દક્ષિણ) 18.87 કિમી લાંબો હશે અને મોટેરાને ગ્યાસપુર ડેપોથી 16 સ્ટેશનો સાથે જોડશે. બંને કોરિડોર અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 1 હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. ફેઝ 2ના 28.254 કિમીના કોરિડોર પર બાંધકામનું કામ પણ શરૂ થઈ ગયું છે.

અંદાજિત ભાડું ઓફર કર્યું છે.

અમદાવાદ મેટ્રો રૂટ પર પ્રથમ 2.5 કિમીનો ખર્ચ INR 5 હશે, અને ત્યારબાદ 7.5 કિમી સુધીનું ભાડું INR 10 હશે.

વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશનથી એપેરલ પાર્ક મેટ્રો સ્ટેશન સુધીના પ્રથમ 6.5 કિમીના સ્ટ્રેચની ટિકિટ 10 રૂપિયા હશે.

વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના 21 કિમીના પટ માટે અમદાવાદ મેટ્રોનું ભાડું 25 રૂપિયા હશે.

પ્રથમ 1લીથી 3જી મેટ્રો સ્ટેશન માટે, મેટ્રોનું ભાડું INR 5 છે અને સ્માર્ટ કાર્ડનું ભાડું INR 4.5 છે.

3 સ્ટેશનો પછી, મેટ્રોનું ભાડું વધીને INR 10 થાય છે, અને સ્માર્ટ કાર્ડનું ભાડું INR 9 છે.

અમદાવાદ સંપર્ક માહિતી

જો તમને અમદાવાદ મેટ્રો માટે કોઈ પ્રશ્નો અથવા પ્રતિસાદ હોય, તો તમે નીચેના સરનામે અને સંપર્ક નંબર પર સંપર્ક કરી શકો છો:-

ઓફિસ સરનામું :

રજીસ્ટર્ડ ઓફિસ: બ્લોક નંબર 1, પહેલો માળ, કર્મયોગી ભવન, નિર્માણ ભવન પાછળ, સેક્ટર 10/એ, ગાંધીનગર: 382010

કોર્પોરેટ ઓફિસ :

803 8મો માળ, GNFC ઇન્ફો ટાવર, સરખેજ-ગાંધીનગર હાઇવે,

બોડકદેવ, અમદાવાદ – 380054, ગુજરાત.

પર્ક નંબર : 79-23248572, 79-26800000

ઈ-મેલ : info@gujaratmetrorail.com