રાજેન્દ્રસિંહ રાણા
19 ડિસેમ્બર 2024
સરદારસિંહ રાણાના પૌત્ર રાજેન્દ્રસિંહ રાણા છે. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુાખ અને સાંસદ રહી ચૂક્યા છે.
દેશની આઝાદીમાં ગુજરાતના બે સરદારોએ અતિ મહત્વનું યોગદાન આપ્યું હતું. એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા સરદારસિંહ રાણા. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં રહી અહિંસાના હથિયારથી અંગ્રેજોને હરાવી દેશનું એકીકરણ કર્યું. જ્યારે સરદારસિંહ રાણાએ વિદેશમાં રહી સશસ્ત્ર ક્રાંતિ દ્વારા અંગ્રજોને ડરાવી તેમનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું હતું.
વિદેશમાં રહીને સ્વદેશની સ્વતંત્રતા માટે લડનારા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને સરદારસિંહ રાણાએ ચળવળ ચલાવી હતી. સરદારસિંહ કાયદાનો અભ્યાસ કરવા માટે લંડન ગયા હતા અને અહીં તેઓ શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં આવ્યા હતા.
સરદારસિંહે ભીખાજી કામા સાથે મળીને લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ની સ્થાપના કરી. વિદેશની ધરતી પર ભારતીય સ્વતંત્રતાની ચળવળને ‘ઇન્ડિયા હાઉસ’માંથી જ વેગ મળતો હતો. ‘ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ અખબારના સ્થાપક રાણાએ વર્મા અને કામા સાથે મળીને ભારતીય સ્વતંત્રતા સંઘર્ષની ઓળખાણ પિસ્તોલ અને બૉમ્બથી કરાવી હતી. સરદારસિંહ રાણા જ હતા કે જેમની પિસ્તોલથી ભારતીય ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાએ બ્રિટિશ ઓફિસર કર્ઝન વાયલીની લંડનમાં હત્યા કરી હતી.
દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે.
અપક્ષ પુરુષોત્તમ સોલંકી અને રાજેન્દ્રસિંહ રાણા 1996માં સામ સામે લોકસભા ચૂંટણી લડ્યા હતા. સોલંકી હારી ગયા. સમય જતા પુરુષોત્તમ સોલંકી ભાજપમાં આવ્યા અને 20 વર્ષ સુધી મંત્રીપદે પણ રહ્યા. હાલ તેઓ ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પદે રાજેન્દ્રસિંહ રાણા હતા. પાંચ ટર્મ 18 વર્ષ સાંસદ, 1998-2006 સુધી કાર્યકારિણી પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય મંત્રી હતા.
વર્ષ 2014 બાદ સક્રિય રાજકારણમાંથી દેખાતા બંધ થઈ ગયા?જન્મજાત સંઘનો સ્વયંસેવક. તેમના પિતા ઘનશ્યામસિંહ રાણા સંઘના સ્વયં સેવક હતા.
પરિવારમાં બા, પત્ની, પુત્ર, પુત્રવધૂ છે. સૂર્યપદમ સિંહ મારવેલ એન્ટરપ્રાઇઝ નામથી પોતાની ફર્મ ચલાવે છે.