રાજકોટમાં ચીનથી આવેલા વ્યક્તિને કોરોના

રાજ્યમાં 27 માર્ચ 2020માં નોવેલ કોરોનાના 3 પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં જે ત્રણ કેસ નોંધાયા છે તેમાં એક 37 વર્ષના પુરુષ છે જે ચીનથી ટ્રાવેલ કરીને આવ્યા હોવાનું જણાયું છે. આ સિવાયના બે કેસ લોકલ ટ્રાન્સમિશનના છે જેમાં એક ૩૯ વર્ષના પુરુષ અને એક 33 વર્ષના મહિલા છે.

તમામ દર્દીઓને વિદેશથી આવેલા અને કોરોના પોઝિટિવ દર્દી મયુરસિંહ ઝાલાથી એટલે કે લોકલ ટ્રાંસમિશનથી ચેપ લાગ્યો છે. આ દર્દીઓમાં 33 વર્ષીય મહિલા જેમના પતિ રાકેશભાઈનો કોરોનાનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્યો છે તે છે. જ્યારે અન્ય 2 દર્દીમાં 39 વર્ષના અને 37 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. આ ત્રણેય દર્દીને લોકલ ટ્રાંસમિશનથી ચેપ લાગ્યો છે. હાલ તમામ લોકો સારવાર હેઠળ છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

આ સાથે જ રાજ્યમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે. હાલ રાજ્યમાં કોરોનાના કુલ દર્દી 47 થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત નીપજ્યા છે.

Read More

કયા શહેરમાં કેટલા કેસ

અમદાવાદ – 15

સુરત – 7

રાજકોટ – 8.

વડોદરા – 8.

ગાંધીનગર – 7.

ભાવનગર – 1

કચ્છ – 1

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર અને ટેલીફોનિક સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં આજ સુધીમાં 3 કરોડ, 98 લાખ, 26 હજાર, 12નાગરિકોનું સર્વેલન્સ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેલન્સમાં ઉધરસ, તાવ, ખાંસી, ઝાડા – ઉલટીની વિગતો તથા આંતરરાજ્ય કે આંતરદેશીય ટ્રાવેલ હિસ્ટ્રીની વિગતો લેવામાં આવે છે.

આજે દિવસ દરમિયાન કુલ 88 લોકોના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકીના 33 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બાકીના રિપોર્ટ પ્રક્રિયામાં છે.

કોરોના વાયરસના દર્દીઓ માટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને ટેસ્ટિંગ માટે માન્યતા મળી ગઈ છે. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર અને રાજકોટ સહિત છ સરકારી લેબોરેટરી અને ૨ ખાનગી લેબોરેટરીમાં પ્રતિદિન અંદાજે 1000 જેટલા કોરોનાના ટેસ્ટિંગ થઈ શકશે.

Bottom ad