રાજસ્થાનની ગેહલોત સરકાર મફતના ભાવે લોકોને જમાડશે, 8 રૂપિયામાં થાળી આપશે

રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે CM અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક NGOની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે.

ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. CMના આદેશ છે કે 20 ઓગસ્ટથી આ યોજના શરૂ કરવામાં આવે. રાજયના તમામ 213 શહેરોમાં એકસાથે ઈન્દિરા રસોઈ યોજનાની શરૂઆત કરવામાં આવશે. 20 ઓગસ્ટે આ યોજના શરૂ થશે. તેમાં રસોઈના સ્થાન, NGOની પસંદગી, રસોઈની સ્થાપના, સંચાલનથી લઈને તમામ જવાબદારી જિલ્લા કલેકટરની રહેશે. તેમને જ નોડલ ઓફિસર પણ બનાવાયા છે.

કલેકટર જિલ્લાની રસોઈ સંચાલનની વ્યવસ્થાને સંભાળશે. સરકાર દ્વારા આ આદેશ તમામ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યા છે. રાજસ્થાનના 213 શહેરોમાં કુલ 358 સ્થાઈ રસોઈ બનાવવામાં આવશે. સરકારની ઈન્દિરા ગાંધી રસોઈ યોજનાનું મેનૂ રોજ બદલાશે. તેમાં સરકારના નિર્દેશ અનુસાર દરેક થાળીમાં 100 ગ્રામ દાળ, 100 ગ્રામ શાક, 250 ગ્રામ રોટલી અને અથાણું પીરસાશે, જિલ્લા કલેકટરની મંજૂરી બાદ રસોઈ ચલાવનારા NGO મેનૂ, રસોઈનો સમય વગેરેમાં ફેરફાર કરી શકશે.