वडोदरा सहकारी संघ में बीजेपी में बगावत, कांग्रेस की हार
5 ઓક્ટોબર 2024
વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. પણ પ્રમુખને પસંદ કરવામાં બળવો થયો હતો.
ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમુખ તરીકે 4 ઓક્ટોબર 2024માં ચૂંટાઈ આવ્યા હતા.
વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવો થયો હતો. ભાજપના મેન્ટેડવાળા પ્રમુખ-ઉપપ્રમુખને 19માંથી માત્ર 6 મત મળ્યા હતા. કોંગ્રેસની હાર થઈ હોવા છતાં કોંગ્રેસના નેતાઓ અને અમદાવાદના પ્રવક્તા ખુશ હતા.
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની ખેડૂતોની સહકારી સંસ્થા જિલ્લા સહકારી સંઘમાં તમામ 19 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ તેમાં 4 ઓક્ટોબર 2024માં બળવો થયો હતો.
ભાજપના બળવાખોર ઉમેદવાર પ્રવિણ મણી પટેલ જીતી ગયા હતા. ભાજપે મુકેશ જશવંત પટેલને પ્રમુખ તરીકે જીતાડવા મેન્ડેડ આપ્યો હતો. ભાજપના ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો. 16 મત સાથે બળવાખોરો જીતી ગયા હતા. રાજ્ય સહકારી સંઘના પ્રતિનિધિ તરીકે અતુલ પટેલ બિનહરીફ જાહેર થયા હતા.
ઉપપ્રમુખ તરીકે ભાજપે ચંદ્રકાં પરસોત્તમ પટેલને મેન્ડેડ આપ્યો હતો, જેમનો બળવાખોર કૌશિક મનહર પટેલ સામે પરાજય થયો હતો.
ભાજપમાં ચિંતા વધી ગઈ છે. ચૂંટણી જાહેર થઈ ત્યારથી મંડળીઓના મતદારો મૂકવામાં વિવાદ થયો હતો.
કોંગ્રેસે જીતવાની તક હતી. પણ નેતા વિહોણી કોંગ્રેસની હાર થઈ છતાં ખુશ છે. આવી હાલત કોંગ્રેસની જ છે એવું નથી, ભાજપ પણ નેવા વિહોણો થઈ ગયો છે. હવે નેતાઓ બળવો કરી રહ્યાં છે. તેમાંએ ભાજપે સહકારી સંસ્થાઓને રાજકીય અડ્ડા બનાવી દીધા બાદ હવે તે સહકારના બદલે કરોડોનો નફો કરતી અને કૌભાંડો કરતી સંસ્થાઓ બની ગઈ છે.
પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હોવાથી ભારતીય જનતા પક્ષએ ડિરેક્ટરોને સાંભળ્યા હતા. મોટાભાગના ડિરેક્ટરો વર્તમાન પ્રમુખ પ્રવીણ મણી પટેલની તરફેણમાં હતા. પરંતુ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે પ્રદેશ મોવડી મંડળે છોટાઉદેપુરના મુકેશ પટેલને પ્રમુખ તરીકે તેમજ સાધીના ચંદ્રકાંત પટેલને ઉપ-પ્રમુખ તરીકે મેન્ડેટ આપ્યો હતો.
જ્યારે રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બરોડા સેન્ટ્રલ બેન્કના પૂર્વ અધ્યક્ષ અતુલ પટેલ, મંત્રી તરીકે અને સહમંત્રી તરીકે રિતેશ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.
ગુજરાતી
English




