કોવિડ-19ના પગલે અમલમાં મુકવામાં આવેલા લૉકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે, ભારતીય નાદારી અને દેવાળીયાપણું બોર્ડ (IBBI) દ્વારા CIRP નિયમનોમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સંબંધે લૉકડાઉનના કારણે કોઇપણ પ્રવૃત્તિ સમયસર પૂર્ણ ન થઇ શકે તો, કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જોકે, આ મુક્તિ સંહિતામાં આપવામાં આવેલી કુલ સમય મર્યાદાને આધિન રહેશે.
IBBI દ્વારા ભારતીય નાદારી અને દેવાળીયાપણું બોર્ડ (કોર્પોરેટ લોકો માટે નાદારી નિવારણ પ્રક્રિયા) નિયમનો, 2016 (CIRP નિયમનો)માં 29 માર્ચ 2020ના રોજ સુધારો કરવામાં આવ્યો છે. (Regulations to provide relief in corporate insolvency resolution process)
કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં લેવા અને તેને ડામવા માટેના પગલાં રૂપે 25 માર્ચ 2020ના રોજ ભારત સરકાર દ્વારા 21 દિવસ માટે સમગ્ર દેશમાં સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનના આ સમયગાળામાં નાદારી પ્રોફેશનલ્સને પ્રક્રિયામાં સામેલ થવાનું, ધિરાણદારોની સમીતિના સભ્યોને બેઠકોમાં હાજર રહેવાનું અને સંભવિત નિવારણ અરજદારને તેમના ઠરાવના પ્લાન તૈયાર કરવા અને જમા કરાવવાનું મુશ્કેલ છે. આથી, CIRP નિયમનોમાં નિર્દિષ્ટ સમયરેખામાં કોર્પોરેટ નાદારી નિવારણ પ્રક્રિયા દરમિયાન વિવિધ કામગીરીઓ પૂર્ણ કરવામાં મુશ્કેલી થઇ શકે છે.
સુધારેલા નિયમનો 29 માર્ચ 2020ના રોજથી અમલમાં છે.