કોરોનામાં રિલાયન્સ રિફાઈનરી ચાલું રહી

રાજય સરકારે અગાઉ ૨૦મી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા મંજૂરી આપી હતી. હવે જામનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા સહિત ૧૫૬ નગરપાલિકાઓમાં ભારત સરકારના દિશાનિર્દેશો મુજબ ઉદ્યોગોને ચાલુ કરવાની ક્રમબદ્ધ રીતે પરવાનગી આપવામાં આવશે. જામનગરમાં રિલાયન્સ સહિત મોટા ઉદ્યોગો છે. ઉપરાંત અનેક જાયન્ટ એકમો છે. તે બધાને મંજૂરી આપવા માટે રૂપાણીએ તખ્તો તૈયાર કરી લીધો છે. રિલાયન્સે રીફાઈનરી ચાલું રાખી છે. કોલોનીની અંદર કોઈને જવા નથી દેવાતા અને બહાર નિકળવા દેવાતા નથી.

ઉદ્યોગોના માલિકોએ કામે આવતા કર્મચારીઓ – શ્રમિકોને કામના સ્થળે આવવા-જવાની વ્યવસ્થા, માસ્કનો ફરજિયાત ઉપયોગ, થર્મલ સ્ક્રિનીંગથી તાવ-ટેમ્પરેચરની તપાસ, શરદી, તાવ, ઉધરસ જેવાં લક્ષણો જોવા મળે તો, નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવાની વ્યવસ્થા સાથે આ કર્મચારી-લેબરોનો લંચ ટાઈમ, કામના અલગ-અલગ સમય સ્ટ્રેગરિંગ તેમજ સોશીયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર અને ભાવનગર વગેરે મહાનગરપાલિકાઓમાં કારોનાના પોઝીટીવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ મહાનગરપાલિકાઓ વિસ્તારોમાં લોકડાઉનનુ કડક અને સખ્તાઇથી પાલન કરવામાં આવશે તેની સાથે જ જ્યાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા જિલ્લાઓમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવમાં આવશે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકોની બીનજરૂરી અવરજવર અને ભીડને રોકવા માટે તમામ ઝોનમાં એટલે કે સમગ્ર ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાની દૂકાનો અને વેચાણ પરવાનો ધરાવતી દારૂની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

રાજ્યના ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર, ટી સ્ટોલ અને ચા-કોફીની દુકાન ચાલુ કરી શકાશે. પરંતુ ટી સ્ટોલ ઉપર ડિસ્પોઝેબલ કપ/ગ્લાસનો ફરજિયાત ઉપયોગ કરવાનો રહેશે.તેમ ઉમેર્યું હતું.
ગ્રીનઝોનવાળા જિલ્લામાં એસટી બસોમાં 50 ટકા એટલે કે 30 મુસાફરોનું વહન કરી શકાશે. જો આનાથી વધુ મુસાફરો વહન કરતાં પકડાશે તો ડ્રાઈવર અને કંડકટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રીનઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.
ઓરેન્જ અને ગ્રીનઝોન વિસ્તારોમાં ટેક્સી કે કેબમાં ડ્રાઇવર અને તેની સાથે અન્ય બે જ લોકો મુસાફરી કરી શકશે. રાજ્યમાં સાંજે 7 થી સવારે 7 સુધી કોઇપણ ઝોનમાં બહાર અવરજવર કરવા દેવાશે નહીં. અગાઉ જીવન જરૂરી ચીજવસ્તુઓના વહન માટે આપેલા પાસ આગામી 17 મે સુધી ભરેલા કે ખાલી માલવાહક વાહનોને સમગ્ર રાજ્યમાં વગર રોકટોકે અવરજવરની છૂટ આપવામાં આવી છે.

અગાઉના લોકડાઉનના સમય દરમિયાન આવશ્યક સેવાઓ અને ચીજ વસ્તુઓના વેચાણકારોને આપવામાં આવેલા પાસ ફરીથી રીન્યુ કરાવવાના રહેશે નહીં. તેની મુદતમાં હાલના લોકડાઉનના સમયનો વધારો આપોઆપ કરી દેવામાં આવશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન – ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે.

. અગાઉ ચૈત્રી નવરાત્રી, રામનવમી અને હનુમાન જયંતી જેવા હિંદુ તહેવારો હિંદુ ભાઈ-બહેનોઓએ ઘરમાં રહીને જ ઊજવ્યા તેમ મુસ્લિમ ભાઈઓને પણ રમજાનના પવિત્ર માસમાં પોતાના ઘરમાં જ રહીને ઈબાદત કરવા મુખ્યમંત્રીશ્રીએ મુસ્લિમ ભાઈ-બહેનોને અપીલ કરી હતી તેમ તેમણે ઉમેર્યું હતુ.