બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા રિલાયન્સ BP મોબિલિટી લિમિટેડ (RBML)ની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. 2019માં પ્રારંભિક સમજૂતી બાદ બીપી અને RILના સંયુક્ત સાહસમાં 49 ટકા હિસ્સો મેળવવા માટે RILને એક બિલિયન અમેરિકી ડોલર ચુકવ્યા છે, જેમાં RILનો હિસ્સો 51 ટકા છે.
જિયો-બીપી બ્રાન્ડ અલગ પ્રકારના ફ્યૂઅલ્સ, લ્યુબ્રિકન્ટ્સ, રિટેલ અને એડ્વાન્સ લો કાર્બન મોબિલિટી સોલ્યૂશન્સમાં બીપીનો વ્યાપક વૈશ્વિક અનુભવ પણ અહીં કામ લાગશે.
આવનારા 20 વર્ષો દરમિયાન ભારત વિશ્વનું સૌથી મોટું ફ્યૂઅલ માર્કેટ બનશે. પાંચ વર્ષમાં RBML તેના ફ્યૂઅલ રિટેલિંગ નેટવર્કને 1400 રિટેલ સાઇટ્સથી વધારીને 5500 સુધી થશે. સર્વિસ સ્ટેશનો પર કર્મચારીઓની સંખ્યા ચાર ગણી વધીને 20,000થી 80,000 થશે. દેશના 30 એરપોર્ટ્સથી વધારીને 45 સુધી લઈ જશે.
રિટેલ અને એવિયેશન ફ્યૂઅલ્સમાં વેચાણ વધારશે. ભારતમાં એક સદીથી બીપી છે. ઇલેક્ટ્રિક વ્હિકલ માટે ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરશે.