લોકડોવન માં ઘરેલુ હિંસાના વધી રહેલા મામલા, નિવૃત્ત શિક્ષક પત્નિને ત્રાસ આપતો હોવાનો મામલો

નવસારી,

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઍક ગામમાં નિવૃત શિક્ષક અને તેમનો પરિવાર રહે છે. બાળકોના જન્મ પહેલાંથી જ શિક્ષક પોતાની પત્નીને  બીજા કોઇ સાથે સબંધ છે તેવો વહેમ રાખી પત્ની પર અમાનવીય વ્યવહાર કરતો હતો. જેથી તેમની મોટી દિકરી માતાને પોતાની સાથે સાસરીમાં રાખતા હતાં. પરંતુ શિક્ષક દિકરીના સાસરીમાં જઇને પણ ઉત્પાત મચાવતો હતો.

આવા રોજબરોજના ઝઘડા અને આક્ષેપોથી કંટાળી મહિલા શિક્ષક પતિના ઘરે રહેવા આવી જાય છે. પરંતુ શિક્ષક પત્ની જાડે ફરી ઝઘડા અને મારઝૂડ કરતો હતો. તેમજ ઘરમાં કોઇ ચીજવસ્તુ, અનાજ, ઘર ચલાવવા કોઇ રકમ આપતો ન હતો. આથી કંટાળીને તેમના પરિવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરી પતિને સમજાવવા માટે કહયું હતું.

નવસારી અભયમ મહિલા રેસ્કયુ ટીમ સ્થળ પર પહોîચી શિક્ષકને સમજાવતા જણાવ્યું હતું કે, તમે વિદ્યાર્થીના માર્ગદર્શક અને ગુરુ તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત અત્યારે કાયદો અને સમાજ પણ આવા શારિરીક-માનસિક ત્રાસને સ્વીકારતા નથી તેમજ તમને સજા પણ થઇ શકે. આમ અસરકારક રીતે સમજાવતાં શિક્ષકને પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પરિવાર સાથે શાંતિથી રહેશે તેવી ખાત્રી આપી હતી