Roti Becomes a Livelihood, Roti Market in Ahmedabad रोटी बनी रोज़ी, अहमदाबाद में रोटी बाज़ार
ઓક્ટોબર 2025
અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણી મહિલાઓ છૂટાછવાયા ઘરે રહીને કામ કરે છે. પણ અમદાવાદમાં રોટલીના વેપારનું આખું બજાર છે. અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિર અને હેબત ખાંની મસ્જિદ વચ્ચે ગલી 20 વર્ષથી રોટી બજાર છે. સાદી રોટી, ફુલકા રોટી તેમજ જાડી રોટી મળે છે.
10 વર્ષ પહેલા 2 રૂપિયામાં રોટી વેચાતી અને રોજની 4000 રોટલી બનતી હતી. હવે 10 હજાર રોટલી બનતી હોવાનો અંદાજ છે. શેરીમાં પ્રવેશતા જ ઘી ચોપડેલી રોટલીની સુગંધ આવે છે.
ભારતની અંદર 1 કરોડ 70 લાખ કરતાં વધુ મહિલાઓ ઘરેથી વ્યવસાય કરે છે. ગુજરાતમાં 10 લાખ મહિલા હોવાનો અંદાજ છે. તેમાં રોટલી બનાવવાનો વ્યવસાય પણ આવી જાય છે.
સવારે મહિલાઓના ઘરના ઓટલે ચૂલામાં હજારો રોટલી બનાવે છે. રાત્રે ત્રણ વાગ્યાથી રોટી બનાવવાની શરૂઆત કરે છે, અને સવારમાં ગરમા-ગરમ રોટી ગ્રાહકો માટે તૈયાર કરે છે. બપોરે રોટલી બનાવવાનું બંધ થયા બાદ સાંજે ફરી રોટલી બને છે. તવા પર રોટી બને છે.
ઘર, લગ્ન, મરણ પ્રસંગો, જ્ઞાતિના સંમેલનો, સમારંભો, બાળકોની પાર્ટી, ઘરમાં પ્રસંગ, પાર્ટી, પીજી, ટિફિન વાળા, કેન્ટિન,, ધાબા અને હોટેલ માટે અહીંથી રોટલી લઈ જાય છે. શેકાયેલી રોટલી લારીવાળા, રોટલી પાર્સલ લઈ જાય છે. નોકરી, ધંધાના સ્થળ, રોટલી બનાવવાનો સમય નથી તેઓ વધારે લઈ જાય છે. તેથી જથ્થાબંધ રોટી બને છે.
એક મહિલા રોજની ચારસો રોટી બનાવીને વેચે છે. પતિ તેને આ ધંધામાં મદદ કરે છે. ત્રણ રૂપિયાની નંગ લેખે રોટી વેચે છે. 100 રોટલીએ રૂ.40થી 50નો નફો મળે છે. ઘણી મહિલાઓ આ ધંધમાં રોટલી બનાવનારા કારીગરો રાખે છે. લોટ, ગેસના ભાવ વધી રહ્યા છે.
રોટલી ખરીદનારા કરેક જાતિ, કોમ અને ધર્મના લોકો છે. આ ગલીમાં વીસેક વર્ષ અગાઉ મુસ્લિમ મહિલાઓએ રોટી બનાવીને વેચવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં 2 મહિલાઓએ કરી અને 2025માં 23 મહિલાઓ જથ્થાબંધ રોટલીનો ધંધો કરે છે.
રોટી બનાવતી મોટા ભાગની મહિલાઓ પરિવાર સાથે એક રૂમના જ ઘરમાં રહે છે. તેમાંની કેટલીક મહિલાઓ તો ભાડાના મકાનમાં રહે છે. કારોબારમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. આ મહિલાઓ રોજ કમાઈને રોજ ખાનારા વર્ગમાંથી આવે છે.
જમાલપુરમાં ઘણી જગ્યાએ રોટલીઓ બનાવવામાં આવે છે અને અહીંયા રોટલી વેચવાનું કામ થાય છે, અહીંની રોટી ખરીદવા દૂર-દૂરથી લોકો આવે છે.ઘણા ગ્રાહકો વર્ષોથી અહીંથી રોટલી ખરીદી કરે છે.
ફાસ્ટ ફૂડ કે શાકભાજી વેચતી નથી, પરંતુ ફક્ત તાજી તૈયાર રોટલી જ વેચાય છે. ઘરે દાળ રાંધ્યા પછી લોકો અહીં રોટલી ખરીદવા આવે છે. ગ્રાહકો વિદ્યાર્થીઓ કે અપરિણીત લોકો પણ હોય છે. રોટલીની કિંમત પાણી પુરીથી ઓછી છે. લોકોની મોટી ભીડ રોટલી ખરીદે છે.
અગાઉ ફોન કરીને ઓર્ડર લખાવે છે. રોટી ખરીદનારા એકસામટી પચાસ કે સાઠ રોટી લેવા અચાનક આવતા હોય છે. તેથી પચાસેક રોટી તો બનાવીને રાખવી જ પડતી હોય છે. કોઈ ખરીદવા આવે અને બનાવવા બેસીએ તો કલાક થઈ જાય. ગ્રાહક એટલી રાહ ન જોઈ શકે. રોટી પડી રહે તો બીજા દિવસે ગાયને આપી દે છે.
ઘર બન્યા વ્યવસાય
દરેક શહેરનું સ્થાનિક બજાર હોય છે. સુરતનું પોંક બજાર છે.
ઘરે રહીને રોજગારી મેળવતા લોકો માટે આર્થિક નીતિ બનવી જોઈએ. તે દિશામાં કામ થયું નથી. મહિલાઓનું કામ દેખાતું નથી. કોઈ સામાજિક સુરક્ષા નથી. પરિવારજનોને ખૂબ પસંદ પડે છે. પોતાનું પેટ વ્યવસાયથી અને બીજાનું પેટ રોટલીથી ભરી રહ્યા છે. વાડો કે વર્કશેડ બને તો એનાથી તેમને ઘણો ફાયદો થઈ શકે.
મહિલાઓની કામમાં ભાગાદારી 2017-18માં 25.3 ટકા હતું. જે વર્ષ 2021-22માં 10.3 ટકા વધીને 35.6 ટકા થયું હતું. ઘરકામની સાથે નાના મોટા કામ કરીને ઘર ચલાવતી આ મહિલાઓની દેશના અર્થતંત્રમાં નોંધપાત્ર ભૂમિકા છે. રોટી બનાવતી કે સિવણ કામ કરતી કે અગરબત્તી બનાવતી મહિલાઓ છે.
તૈયાર સબ્જી હાઇવેથી લઇને હોટલ સુધી મળે છે. અમદાવાદમાં એક મહિલાથી શરૂ થયેલો વ્યવસાય અમદાવાદમાં બધે 700 જેવી મહિલાઓ રોટી બનાવીને પોતાની આજીવિકા મેળવે છે. હવે રોટલી બનાવવાના મશીન આવી ગયા છે તેથી અમદાવાદની રોટલી બજાર માટે પડકાર ઉભો થઈ શકે છે.
ભારતના જાણીતા રોટલી બજાર
રોટલી અને ભાત ભારતીય ભોજનનો એક અભિન્ન ભાગ છે.
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં રોટલી બજાર અથવા રોટલી મંડી તરીકે ઓળખાતું એક બજાર છે.
પ્રયાગરાજ યુનિવર્સિટીની આસપાસ 50થી વધુ મહિલાઓ અને પુરુષો રોટલી તૈયાર કરે છે અને વેચે છે.
રોટલી મંડીમાં દરરોજ 50,000થી વધુ રોટલી વેચાય છે. પ્રયાગરાજમાં કર્નલ ગંજમાં એટીએમ ઈન્ટરસેક્શન પાસે આ રોટલી બજાર સ્થાપિત કરવામાં આવ્યું છે. સાતથી આઠ દુકાનો છે જે ફક્ત રોટલી વેચે છે.
લખનઉમાં બજાર છે. લખનૌના નવાબોએ વિવિધ પ્રકારની રોટલી બજાર શરૂ કર્યું હતું. અહીંના જૂના બજારમાં, જે મૂળભૂત રીતે રોટલી બજાર છે. જેમાં શીરમલ, નાન, ખમીરી રોટલી, રૂમાલી રોટલી, કુલચા અને અન્ય ઘણા પ્રકારની રોટલી મળે છે. 15 દુકાનો છે. શીરમલ સૌથી વધુ વેચાય છે. શુદ્ધ લોટ, દૂધ અને ઘીમાંથી બનેલી, કેસરી રંગની શીરમલ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે. તંદૂરમાં રાંધ્યા પછી, સુગંધ માટે તેના પર ઘી લગાવવામાં આવે છે.
વિશ્વમાં ખાટી રોટલી – બ્રેડ બજાર 2025 થી 2035 સુધી 6.8% વધવાનો અંદાજ છે.