ગુજરાતનાં સિનિયર IAS ઓફિસરનું અઢી કરોડનું સ્કેમ, પેગાસસ કંપનીની પેનલ્ટી માફ કરી
गुजरात के वरिष्ठ आईएएस अधिकारी का ढाई करोड़ रुपये का घोटाला, पेगासस कंपनी ने माफ किया जुर्माना
Rs 2.5 crore scam of senior IAS officer of Gujarat, Pegasus company waived fine
જયેશ શાહ
ભુજ (કચ્છ), 28 મે, 2022
ગુજરાત સરકારનાં જોઈન્ટ સેક્રેટરી અને સુરેન્દ્રનગરનાં તત્કાલિન કલેક્ટર કે.રાજેશનાં કૌભાંડનાં પડઘા હજુ શમ્યા પણ નથી ત્યાં ગુજરાત કેડરનાં એક સિનિયર IAS ઓફિસરનું અઢી કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતા ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા જે કંપનીને અઢી કરોડની પેનલ્ટી કરવામાં આવી હતી તેને એક સિનિયર આઈએએસ અધિકારી દ્વારા મામુલી રકમમાં ફેરવીને કરોડો રૂપિયાનો ફાયદો કરી દેવામાં આવ્યો છે. GEDA દ્વારા પેગાસસ નામની કંપનીને 2.40 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. જેને ત્યારબાદ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટનાં એક અધિકારીએ રાઈટ ઓફ (માફ કરીને) સાવ મામુલી રકમમાં તબદીલ કરી દેવાની વાતે આઈએએસ લોબીમાં પણ ખળભળાટ મચાવી દીધો છે.
સુત્રોનું માનીએ તો, રાજ્ય સરકારનાં કલાઈટમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ હેઠળ આવતી એજન્સી GEDA દ્વારા પેગાસસ નામની કંપનીને સોલાર રિન્યુએબલ એનર્જીનાં કામ માટે કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો. જેમાં નિયત કામગીરી ન કરવા બદલ GEDA એ આ કંપનીને રૂપિયા 2.40 કરોડની પેનલ્ટી ફટકારી હતી.
GEDAનાં ડાયરેક્ટર એવા યુવા મહિલા આઈએએસ અધિકારી શિવાની ગોયલે આ મામલે કડક કામગીરી કરવામાં આવી હતી. જેને પગલે કંપનીને અઢી કરોડ જેટલી માતબર રકમ આપવા સિવાય કોઈ છૂટકો ન હતો. પરંતુ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ પેગાસસ કંપનીનું તમામ દફતર GEDAમાંથી મંગાવીને તેમની ઓફિસમાંથી જ બરોબર કરોડો રૂપિયાની પેનલ્ટીની રકમ રાઈટ ઓફ કરીને તેને સામાન્ય રકમમાં ફેરવી દીધી હતી. જેને પગલે આ સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
*IAS હૈદર પાસે છે ક્લાઈમેટ ચેન્જનો હવાલો*
શિક્ષણ વિભાગનાં અગ્ર સચિવ એવા સિનિયર આઈએએસ અધિકારી એસ.જે.હૈદર પાસે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટનો વધારાનો હવાલો છે. હૈદર પાંચ વર્ષથી પણ વધુ સમયથી આ ચાર્જ સંભાળી રહ્યા છે.
*પેગાસસ કંપની સાથે મળીને IASએ કરોડોની જમીનમાં કર્યું છે રોકાણ*
સિનિયર આઈએએસ અધિકારી સાથે પેગાસસ કંપની અને તેના માલિકો વચ્ચે નાણાંકીય સંબંધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે, એક વાત એવી પણ બહાર આવી છે કે, આ સિનિયર સનદી અધિકારીએ ગાંધીનગર તેમજ જિલ્લામાં આવેલા પાલજ, ચિલોડા, લવારપુર વગેરે જેવા ગામોમાં કરોડો રૂપિયાની જમીન ખરીદવામાં આવી છે. એક તરફ જયાં કે. રાજેશ નામનાં આઈએએસ ઓફિસર સામે કાર્યવાહી કરવા માટે સીધા દિલ્હીથી હુકમ કરવામાં આવે છે ત્યારે કરોડો રૂપિયાની પેનલ્ટી માફીનું આ પ્રકરણ નજર બહાર છે કે આંખ આડા કાન કરવામાં આવ્યા છે તે પણ ચર્ચાનો વિષય છે.
Bottom ad