કોરોનાને અટકાવવામાં રૂપાણીને નિષ્ફળતા મળતા ભારત સરકાર 3 તબીબને અમદાવાદ મોકલશે

અમદાવાદ, 7 મે 2020

અમદાવાદ શહેરમાં કોરોના ચેપને અટકાવવામાં નિષ્ફળ રહેલા મ્યુનિસિપલ કમિશ્નર  વિજય નેહરાને રજા પર ઉતારી દીધા છે. મુખ્ય પ્રધાનની નિષ્ફળતા જાહેર થતાં કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરી છે. રોગને અટકાવવા માટે 3 જાણીતા તબિબોને અમદાવાદની સ્થિતી સુધારવા માટે મોકલવાનો નિર્ણય કર્યો છે.

વહિવટ કરવામાં નિષ્ફળ રહ્યાં હોય અને કેન્દ્ર સરકારે દરમિયાનગીરી કરવી પડી હોય એવી લાંબા સમય પછી ઘટના બની છે. 2002માં જ્યારે ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા ત્યારે તંત્રની નિષ્ફળતા માટે વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈને ગુજરાત આવવું પડ્યું હતું. તેમણે રાજધર્મ બજાવવા માટે સરકારના તે સમયના વડાને કહેવું પડ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પાઠવીને અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણને ગંભીરતાથી લઇને મેડીસિટી કેમ્પસમાં આવેલી સિવીલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની કોવિડ-19 હોસ્પિટલમાં હાલ જેઓ સારવાર લઇ રહ્યા છે તે બધા સહિત કોરોના સંક્રમિતોની વધુ સારી સારવાર થઇ શકે. સારવાર કરી રહેલા તબીબ અને સ્ટાફને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ભારતના ખ્યાતનામ – શ્રેષ્ઠ ત્રણ તબીબોને ખાસ મુલાકાત માટે મોકલવા કહ્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે આ સંદર્ભે ફોન દ્વારા વિગતે વાતચીત કરી હતી.

ત્રણ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. એઇમ્સ નવી દિલ્હીના જેઓ સિનિયર ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા, દિલ્હીની એપોલો હોસ્પિટલના ડૉ. રાજેશ ચાવલા અને મુંબઇના લીડીંગ પલમેનોલોજીસ્ટ ડૉ. રોહિત પંડિતને અમદાવાદ મોકલવા માટે કહેવામાં આવ્યું છે.

ઝિણવટભર્યુ માર્ગદર્શન, સારવારમાં વધુ સઘનતા, રિકવરી રેટમાં વધારો થાય અને મૃત્યુ-દર પણ ઘટાડી શકાય તે અંગે નિર્ણય લેશે. રૂપાણીને આ 3 તબીબ આદેશ આપશે.

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણ સામે આક્રમકતાથી રણનીતિ ઘડીને સર્વેલન્સ, સારવાર વ્યવસ્થા સુધારવામાં આવી છે.  જે અંગે ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજી હતી. અમદાવાદની આ હોસ્પિટલમાં સારી સારવાર મળે તે માટે આદેશો કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ કોવિડ-19ના રાજ્યસ્તરીય સંકલન માટેના વિશેષ અધિકારી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જોડાયા હતા.

અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત તબીબો ડૉ. તુષાર પટેલ, ડૉ. જિગર મહેતા, ડૉ. ગોપાલ અને ડૉ. અમરિષ સિવિલ હોસ્પિટલ પહોચીને દર્દીઓની તપાસ-સારવારમાં સિવિલ હોસ્પિટલના તબીબો આજથી સહભાગી થયા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોવિડ-19ના રાજ્યસ્તરના વિશેષ સંકલન માટે અધિક સચિવ પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સિવીલ હોસ્પિટલની મુલાકાત લઇને વ્યવસ્થાઓનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી.  અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવાની ભાવિ રણનીતિ અંગે શહેરના પ્રતિષ્ઠિત મેડિકલ એકસપર્ટ સાથે વિગતે પરામર્શ કર્યો હતો.