[:gj]કૌભાંડોના કારણે અમદાવાદ કચરાના ડૂંગરમાં ફેરવાઈ ગયું[:]

[:gj]શહેરને કન્ટેઈનર ફ્રી કરવાના પ્રયાસોમાં અમપાના કમિશનર વિજય નહેરા સદંતર નિષ્ફળ સાબિત રહ્યાં છે. સ્વચ્છતા સર્વેક્ષણના નામે નાગરિકનો પર રૂ.85 કરોડનું ભારણ નાંખવામાં આવ્યું છે. તથા ડોર ટુ ડમ્પમાં બમણા ભાવ આપવામાં આવ્યા છે. તેમ છતાં ગંદકીમાં ઘટાડો થતો નથી. ડોર ટુ ડમ્પની કામગીરી અત્યંત નબળી છે. કચરાપેટી, ડસ્ટબીન, ડોરટુ ડોર લીલો-સુકો કચરો એકઠો કરવા, કચરા પેટી હઠાવી લેવાના કૌભાંડોને લઈને અમદાવાદ શહેર સ્વચ્છ શહેર બનવાના બદલે ગંદુ ગોબરૂં શહેર બની ગયું છે.

શહેરના ન્યુસન્સ સ્પોટ ઓછા કરવા અમદાવાદના માર્ગો પરથી સોલીડ વેસ્ટ ખાતાના ડાયરેકટરે 1080 કચરા પેટીઓ દુર કરી છે. 3 કરોડનો ખર્ચ કરીને ખરીદ કરવામાં આવેલી કચરાપેટી કામ વગરની થતાં સડી રહી છે. તેની સામે કચરો એકઠો થતો હોય એવા સ્થળોમાં વધારો થયો છે.

ભાજપે શરૂ કરેલી સ્વચ્છતા ઝૂંબેશનો અમદાવાદમાં ફિયાસ્કો થયો છે. અમિત શાહ, વિજય રૂપાણી અને ભાજપના આખા રાજ્યમાં 10 હજાર કરતાં વધું નેતાઓ અને નેતા બનવા માંગતા કાર્યકરોએ હાથમાં સાવરણો લઈને તસવીર ખેંચાવી અને ટીવીમાં દેખાયા હતા. તેથી સ્વચ્છ અમદાવાદ બન્યું ન હતું. પણ કચરાના ઢગ અને કચરાપેટીઓ વધી હતી. ખરેખર તો એક પણ કચરા પેટી ન હોવી જોઈએ.

સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૦માં અમદાવાદની પીછેહઠ થઈ છે. આબરૂ બચાવવા માટે ચુંટાયેલી પાંખને મોરચો સંભાળવાની ફરજ પડી છે. સ્વચ્છતા સર્વેક્ષણ ર૦૧૯માં નેગેટીવ રીમાર્કસ મળ્યા બાદ ફરીથી મોજણી કરાવવા દિલ્હી સુધી ભાજપના નેતાઓ ગયા હતા જેમાં રૂ.૮પ કરોડનો આર્થિક બોજ નાંખવામાં આવ્યો હતો.

જયારે ન્યુસન્સ સ્પોર્ટ માં વધારો થયો છે. જેના કારણે તંત્રને સીલ્વર ટ્રોલી મુકવાની ફરજ પડી છે. ર૦૧૯માં “સીટીઝન ફીડબેક” માં અમદાવાદને ર૭મો ક્રમાંક મળ્યો હતો. મ્યુનિ. કમીશ્નરે ન્યુસન્સ સ્પોર્ટ માં ઘટાડો થવાની આશાએ તમામ કચરાપેટીઓ હટાવી હતી. એકત્રિત થતા કચરાના નિકાલ માટે કોઈ  વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેથી કચરો રોડ પર લોકો ફેંકવા લાગ્યા છે.

સ્પોટ ટુ ડમ્પના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. છ મહીના પછી 3 હજાર લીટરબીન મુકવામાં આવ્યા હતા. તે પણ ખરાબ થઈ ગઈ છે. લીટર બીન મુકયા બાદ ગંદકી અને ન્યુસન્સ સ્પોટ ઘટવાના બદલે વધી ગયા છે. કોમ્પેકટર કોન્ટ્રાકટરોના ખર્ચે સીલ્વર બીન મુકવામાં આવ્યા છે. રૂ.3 કરોડ કરતા પણ વધુ કિંમતની કચરાપેટીઓ ધુળ ખાઈ રહી છે.

સર્વેક્ષણમાં માત્ર પ૦ માર્કસ મેળવવા માટે લગભગ ૧૦૮૦ કચરા પેટીઓ (કન્ટેઈનરો) દુર કરવામાં આવ્યા હતા. જેમાં પ૦૦ જેટલી કચરાપેટીઓ તદ્દન નવી જ હતી. આમ ખોટા નિર્ણય લેવાયા હતા.

એક કન્ટેઈનર રૂ.40 હજારના ભાવથી 500 નંગની ખરીદી કરવામાં આવી હતી. રૂ.2 કરોડની નવી કચરાપેટી ખરા અર્થમાં કચરા પેટી બની ગઈ છે.

2019માં કોન્ટ્રાકટરો પાસે 140 સીલ્વર ટ્રોલી મુકવામાં આવી હતી. ભીના-સુકા કચરાની અલગ તારવણીની શરતે ડોર ટુ ડમ્પના કોન્ટ્રાકટરોને ઉંચા ભાવ આપવામાં આવ્યા છે. તેનો અમલ થયો નથી. ડીસેમ્બર 2018માં લીલો-સૂકો કચરો અલગ રાખવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીનો-સુકો કચરો અલગ તારવવા બાબતે 50 ટકા ગુણ મળ્યા હોવાથી તે પ્રોજેક્ટ સાવ નિષ્ફળ ગયો છે. રહેણાંક વિસ્તારોમાં તો 19 ગુણ મળ્યા હતા.[:]