ભ્રષ્ટાચાર કરવા રૂપાણી સરકારે પૂંઠાના શૌચાલય બનાવી આપ્યા

ગાંધીનગર, 31 જૂલાઈ 2021

મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે કહે છે કે, શૌચાલય દરેકના ઘરે હોય એવું સરકાર માને છે. મોડાસા તાલુકાના કવ ગામમાં તો કાગળના પૂંઠાની ઇંટો બનાવીને તેના પર કેમિકલ ચોટાડીને શૌચાલય બનાવીને કૌભાંડ કર્યું છે. આજે એકપણ શૌચાલય ત્યાં ચાલુ નથી.

સરકાર કહે છે 2014 પહેલા શૌચાલય જવા માટે મહિલાઓને રાત પડવાની રાહત જોવી પડતી હતી. આજે પણ રાત પડવાની રાહ જોવી પડે છે. સ્થિતીમાં કોઈ ફેર પડ્યો નથી.

જે શૌચાલયો બનાવેલા છે તે ઘરની આગળ શોભાના ગાંઠિયાની જેમ ફકત ઉભા જ રાખવામાં આવ્યા છે. આજે એકપણ શૌચાલયનો ઉપયોગ કરવામાં આવતો નથી.

અરવલ્લી જિલ્લામાં બેઝ લાઇનના તાલુકાનો શૌચાલયનો લક્ષ્યાંક 15160નો હતો, તેની સામે 8547 શૌચાલયો પૂર્ણ થયેલા છે. વર્લ્ડ બેન્કના 3265ના લક્ષ્યાંક સામે 1458 શૌચાલય પૂર્ણ થયેલા છે. આમ 50 ટકા શૌચાલયો બનેલા છે. શૌચાલય બનાવવાનું કામ કોન્ટ્રાક્ટરો કરે છે. શૌચાલયમાં 10 ટકા લોકફાળો ભરવાનો હોય છે.

શૌચાલયો એસ્ટીમેટ પ્રમાણે રૂપિયા 2 લાખમાં કામ પૂર્ણ ન થવાના કારણે ઘણાખરા ગામડાઓ આ યોજનાનો લાભ લઈ શકતા નથી. રકમમાં વધારો કરવામાં આવે તો લાભ લઇ શકાય તેમ છે.
ગુજરાત વિધાનસભામાં પ્રશ્ન ઊઠાવ્યો હતો કે

શૌચાલયોમાં જે એજન્સીઓ દ્વારા કામ કરવામાં આવે છે તે બંધ કરી દો. વ્યક્તિગત શૌચાલય બનાવવા પર ગ્રાન્ટ આપો.

ભાજપની ભ્રષ્ટ રૂપાણી સરકારનો આ વહીવટ છે.