મરણમાં 20 લોકોથી વધું મંજૂરી ન આપી હવે ભાજપ રેલી કાઢે અને રૂપાણી તાલુકા મથકે 600 ખેડૂતોને સરકારી ખર્ચે એકઠા કરશે

સરકારે પરિપત્ર કરી હુકમ કર્યો કે મુખ્યમંત્રી ને સાંભળવા 600 ખેડૂતો એકઠા કરવા. સાત પગલાં ખેડૂત કલ્યાણના આકાશમાં કાર્યક્રમમાં હાજર રાખવા માટે લેખિતમાં આદેશો કર્યો છે. ગામડાઓમાં કોરોનાને ધકેલવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું ષડયંત્ર છે. 51 વ્યક્તિને એકઠા થવાની છૂટ નથી ત્યાં સરકાર 600 ખેડૂતો કેવીરીતે એકઠા કરશે. લગ્ન – મરણ જેવા સામાજિક કાર્યક્રમમાં સંખ્યા વધે તો જેલ ને સરકાર 600 લોકો એકઠા કરી શકે આ ન્યાય નથી.

રથયાત્રા, જન્માષ્ટમી, રામનવમી, ધાર્મીક મેળાઓ બંધ છે, પણ ભાજપ અને સરકારના મેળા ચાલુ છે. તેમ કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું. ઇ મેઈલ કરી 10 સપ્ટેમ્બર 2020નો કાર્યક્રમ મોકૂફ રાખવા વિનંતી કરી છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલ સતત હજારો લોકોની રેલીઓ કાઢી રહ્યાં છે હવે ગુજરાતના મુખ્ય પ્રધાન 600 લોકોને દરેક તાલુકામાં એકઠા કરશે જેનો વિરોધ ગામડામાં ભાજપ સરકાર સામે થઈ રહ્યો છે.

નમસ્તે ટ્રમ્પ કરી ગુજરાતના શહેરમાં કોરોના ઘાલ્યો છે. હવે તે ગામડાઓમાં પગપેસારો કરવા તરફ ભાજપની રૂપાણી સરકાર આગળ વધી રહી છે. વાહનની સગવડ આપી, ચા નાસ્તો કરાવી રાજ્યની જનતાના ખર્ચે ઉત્સવો કરવા દરેક તાલુકા મથકે 600 લોકો એકઠા કરાવીને ગામડાઓમાં કોરોના સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમથી આવશે. જનતાની તિજોરીમાંથી લાખો રૂપિયાનું સરકારના ધરાર ગુણગાન ગવડાવવાનું અને આ એકઠા થયેલા સમૂહના માધ્યમથી ગામડાઓમાં કોરોના ફેલાવવાનું ષડયંત્ર સમાન હોય તેવું લાગી રહ્યું છે.

રાજ્ય સરકાર માસ્ક વગરના પગપાળા ગરીબ લોકો પાસેથી પણ 1000 રૂપિયા દંડ વસૂલ કરે છે. લગ્ન પ્રસંગ, કર્મકાંડ, અગ્નિ સંસ્કાર, સામાજિક પ્રસંગ હોય ત્યાં 20 લોકોને મંજૂરી આપે છે. અષાઢીબીજ, ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જન્માષ્ટમીની રથયાત્રા, રામ નવમીની ભગવાન રામની શોભાયાત્રા, તરણેતરનો મેળો, ગુજરાતના 1200 મેળા, 200 પદયાત્રીઓમાં લોકોને મંજૂરી ન આપી અને હવે પોતાની પ્રસિદ્ધિ માટે 600 લોકોને ભેગા કરી રહ્યાં છે.

ગુજરાત કિસાન કોંગ્રેસ 8 અને 9 સપ્ટેમ્બર 2020એ ખેડૂતોની 7 સમસ્યાઓ શિર્ષક હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમ કરશે.