सरकार ने रबी विपणन सत्र 2021-22 के दौरान 1.71 लाख मेट्रिक टन गेहूं की खरीद की है। तथा 34,959 किसानों को 336.54 करोड़ रुपये के न्यूनतम समर्थन मूल्य का परिलाभ सीधे बैंक खातों में दिया गया है।#FCI #DBT #गुजरात@PiyushGoyalOffc @Secretary_DFPD @PIB_India @fooddeptgoi @PMOIndia pic.twitter.com/KszyN1kOKF
— Food Corporation (@FCI_India) October 28, 2021
રશિયા-યુક્રેન યુદ્ધથી વિશ્વમાં ઘઉંના ભાવ વધ્યા ગુજરાતમાં થોડો વધારો
ઘઉંના ભાવ રતલામમાં ઘઉં રૂ. 3000 પ્રતિ ક્વિન્ટલના ગુજરાતમાં 2200 સુધી થયા
દિલીપ પટેલ 10 માર્ચ 2022
રશિયા અને યુક્રેન યુદ્ધની અસર દુનિયાની સાથે ગુજરાતમાં દેખાવા લાગી છે. પેટ્રોલિયમ, ખાદ્યતેલ, ખાદ્યચિજોના ભાવમાં વધારો થયો છે. રશિયા અને યુક્રેનને કારણે વિશ્વભરમાં વસ્તુઓના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. વિશ્વ બજારમાં ઘઉંની માંગ વધવાને કારણે ભાવમાં પણ વધારો થયો છે.
ગુજરાતના કંડલા પોર્ટથી મોટી નિકાસ થઈ રહી છે. નિકાસકારો 2500 રૂપિયાના ખુલ્લા ભાવે ઘઉં ખરીદ કરી રહ્યા છે. નિકાસકારોનો ઉત્સાહ એટલો બધો વધી ગયો છે કે તેઓએ એપ્રિલના કોઈપણ દિવસે 2500 રૂપિયામાં ડિલિવરી કરવાની વાત પણ કહી દીધી.
ગુજરાતના બંદરો પરથી નિકાસ થઈ રહી હોવા છતાં ગુજરાતના ખેડૂતોનો માલ લઘુત્તમ ભાવથી નીચા ભાવે વેપારીઓ ખરીદી કરી રહ્યા છે.
સરકાર લઘુત્તમ ભાવ કે ટેકાના ભાવ નક્કી કરતી હોવાથા ખેડૂતોના ખૂલ્લા બજારમાં ભાવો તૂટે છે. સરકાર ગુજરાતમાં તો ઘઉંના કુલ ઉત્પાદનના 5 ટકા ખરીદી માંડ કરે છે. પણ વેપારીઓ લઘુત્તમ ભાવથી વધું આપતાં નથી. યુદ્ધના કારણે ગુજરાતના ખેડૂતોને વધું ફાયદો થવો જોઈતો હતો. પણ દેશમાં 3 હજાર ભાવની સામે ગુજરાતમાં 100 કિલો ઘઉંના 2200થી ઓછી મળી રહ્યાં છે.
વાવેતર
ગુજરાતમાં હાલ 2022માં ઘઉંનું કુલ વાવેતર 12.17 લાખ હેક્ટરમાં થવાની ધારણા કૃષિ વિભાગની હતી. પણ 12.54 લાખ હેક્ટરમાં થયું છે. 2021માં 13.66 લાખ હેક્ટરમાં થયું હતું. ઉત્પાદન 39.14 લાખ ટન થવાની કૃષિ વિભાગના ધારણા છે. હેક્ટરે 3220 કિલો ઘઉં પાકશે એવું માનવામાં આવે છે. 15 માર્ચથી ઘઉં બજારમાં આવશે.
આગામી દિવસોમાં દેશમાં ઘઉંનો નવો પાક આવવાનો છે.
દેશમાં ભાવ
ઘઉંના ભાવ ભડકે બળતાં કે આસમાનને આંબી જતા ભાવે નિકાસમાં સ્પર્ધા વધારી છે. ભારતમાં, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી ઘઉં (ટ્રેન-ટ્રક) કંડલા બંદર નજીકના ગોડાઉનોમાં લોડ કરવામાં આવે છે. દેશમાં 2500 આસપાસનો દર છે, જ્યારે 15 દિવસ પહેલા આ દર 2100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ હતો.
ગુજરાતમાં ભાવ
સૌરાષ્ટ્રના 17 ખેત બજારોના ભાવોમાં ટૂકડી અને લોક-1 જાતના ઘઉંનો નીચો ભાવ 20 કિલોના 350 અને ઉંચો ભાવ 550 છે. ગુજરાતના 62 ખેત બજારોમાં લોક-1 અને ટૂકડી ઘઉં 17 બજારોના ચકાસતા આ બાબત જણાય છે. 100 કિલોના ઉંચા ભાવ 2200 મળી રહ્યાં છે. નીચા ભાવ 100 કિલોના 1750 રૂપિયા છે. આમ નાચા ભાવ ટેકાના ભાવ કરતાં પણ 225 નીચા છે. પણ એ ગ્રેડના ઘઉંનો સારો ભાવ છે.
1 માર્ચનો ગુજરાતનો ભાવ
1 માર્ચ 2020માં ગુજરાતની 100 જેવી કૃષિ બજારોનો ભાવ 400થી 500 રૂપિયા 20 કિલોના હતો. જે આજે 350થી 550 છે. યુદ્ધ પછી ભાવમાં વધારો છે. વેચાણ 31 હજાર બોરાના હતા.
ટેકાનો ભાવ
2022-23ના વર્ષ માટે ઘઉંનો એક ક્વિન્ટલ-100 કિલોનો સરકારનો ટેકાનો ભાવ રુા. 2015 છે. ખેડૂતોને મણ દીઠ (20 કિલો) રુા. 403 આપવામાં આવશે.
2020-21માં ખરીદી
0.77 લાખ મેટ્રિક ટન ઘઉંની ખરીદી ગુજરાતથી કરી હતી.
2021-22માં ખરીદી
સરકાર દ્વારા 2021માં 34959 હજાર ખેડૂતો પાસેથી રૂપિયા 336.54 કરોડના 1.70 લાખ ટન ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરી હતી. એક ખેડૂત પાસેથી રૂ.96,267ની ખરીદી કરી હતી.
2022-23માં ખરીદી
2 માર્ચથી ખરીદીની નોંધણી શરૂ થઈ છે, 31 માર્ચ 2022 સુધી ખેડૂતો ઘઉં વેચવા માટે નોંધણી કરાવી શકશે. નોંધણી વખતે ખેડૂતોને 7/12 અને 8-અના દાખલા, પાસબુક ફોટો નકલ, આધારકાર્ડ, વાવેતરનો દાખલો આપવો પડે છે. ખેડૂતોનું તેના ગામમાં જ રજીસ્ટ્રેશન કરે છે.
પુરવઠા નિગમના 235 સરકારી ગોડાઉનમાં પણ નોંધણી અને વેચાણ કરાવી શકશે. 50 હજાર ખેડૂતો પાસેથી ખરીદ કરવાનો લક્ષ્યાંક છે. 74 દિવસ સુધી ખરીદી ચાલશે. હેલ્પલાઈન નં. ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ છે.
ઘઉંનું ઉત્પાદન
ગુજરાતમાં હાલ 2022માં ઘઉંનું 39.14 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા છે. ગયા વર્ષે 1.70 લાખ ટન એટલે કે કુલ ઉત્પાદનના માંડ 5 ટકા ઘરીદી સરકારે ગુજરાતથી કરી હતી. પંજાબથી કેન્દ્ર સરકારે વધું ખરીદી કરી લીધી હતી.
2021-22માં દેશમાં ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 111.3 મિલિયન ટન, 2020-21 પાક વર્ષમાં 109.5 મિલિયન ટન રહ્યું હતું.
કચ્છ તથા પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટમાં ઘઉંનું વાવેતર નોંધપાત્ર વધ્યું છે.
વાવેતર – ઉત્પાદન
ગુજરાતમાં ઘઉંનું વાવેતર 1 મીનીયન હેક્ટર અને ઉત્પાદન 3.10 મીલીયન ટન અને ભારતના કુલ ઉત્પાદનમાં 3.11 ટકા જ ઘઉં ગુજરાતના ખેડૂતો પકવે છે.
ભારતમાં 30 મીલીયન હેક્ટરમાં 99 મીલીયન ટન ઉત્તર પ્રદેશમાં 31.88 મીલીયન ટન, પંજાબ 17.85 મીલીયન ટન, હરિયાણા 11.16 મીલીયન ટન, રાજસ્થાનમાં 9.22 મીલીયન ટન છે.
હેક્ટરે ઉત્પાદન ખર્ચ
ઉત્તર પ્રદેશ 36056, ગુજરાતમાં 31437, મહારાષ્ટ્ર 39627, પંજાબ 29750 રૂપિયા હેક્ટરે ખર્ચ આવે છે.

મધ્ય પ્રદેશથી સપ્તાહથી 2200 થી 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ ચાલી રહ્યો છે.
વિશ્વના ઘણા દેશોમાં ભારતના ઘઉંની માંગ વધી છે. ભારતમાં ઘઉંની ખરીદી વર્ષ 2022-23 માટે લઘુત્તમ ટેકાના ભાવ રૂ 2015 પ્રતિ ક્વિન્ટલ છે. પરંતુ છેલ્લા પખવાડિયાથી ઘઉંના ભાવ ઉંચા રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવથી લગભગ 4800 કિલોમીટર દૂર ગુજરાતમાં 10 દિવસથી ઘઉં 2200 રૂપિયાથી ઉપર વેચાઈ રહ્યા છે.
ભારતમાં બજાર સતત 2400થી ઉપર છે. ગુજરાતમાં નથી.
રશિયા વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો ઘઉંનો નિકાસકાર છે. જ્યારે યુક્રેન આ મામલે ચોથા નંબર પર છે. યુક્રેનથી ઘઉં ખરીદનારા દેશોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશથી લઈને ઘણા ગલ્ફ દેશોનો સમાવેશ થાય છે. યુદ્ધના કારણે આ બે દેશો સાથેનો વેપાર બંધ થવાને કારણે ભારત પણ એવા દેશોમાં સામેલ છે જ્યાં નિકાસકારો ઘઉંની માંગને પહોંચી વળવા તકો શોધી રહ્યા છે. વિશ્વ બજારમાં ઘઉંની માંગ વધવાને કારણે ભાવમાં પણ વધારો થયો છે.
યુક્રેન કટોકટી પહેલા, વૈશ્વિક બજારમાં ભારતીય ઘઉંનો દર 300-310 ડોલર પ્રતિ ટન હતો, જે 15 દિવસમાં વધીને 360 ડોલર પ્રતિ ટન થઈ ગયો છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી સમયમાં તે $400 પ્રતિ ટન સુધી પહોંચી જશે. ખેડૂત, ગુજરાત અને ભારત યુદ્ધ ફળ્યું છે.
ગુજરાતના ઘઉં યુક્રેનના ઘઉં જેવા જ છે, તેથી સમગ્ર વિશ્વની માંગ ભારતમાં આવી છે. ભારતની નિકાસ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં અને આવતા વર્ષના અંત સુધીમાં રેકોર્ડ 7 મિલિયન ટન સુધી પહોંચી શકે છે.
યુક્રેનમાંથી ઘઉંપશ્ચિમ એશિયાના દેશો તુર્કી, સીરિયા, ઓમાન, લેબનોન, સાઉદી અરેબિયામાં જતું અને ત્યાં એપ્રિલમાં રમઝાન છે. તેથી ઘઉંની ખરીદી ઝડપી છે. હવે રશિયા અને યુક્રેનથી માલ નથી આવતો.
ફ્લોર મિલને મોંઘો માલ મળતાં લોટમાં ભાવ વધશે. ઘઉંના ખેડૂતો માટે આ સાનુકૂળ અને નફાકારક સમય છે.
દેશમાં 15 માર્ચથી નવા પાકનું આગમન શરૂ થશે. પરંતુ આ વખતે મોટાભાગના રાજ્યોમાં ઘઉંના પાકમાં મોસમી કારણોસર વિલંબ થયો છે. કારણ કે ઓક્ટોબરમાં વરસાદ થયો હતો.
દેશમાં સરકારી ખરીદી 1 એપ્રિલથી શરૂ થવાની છે. જે મોટે ભાગે પંજાબ અને હરિયાણામાંથી છે. જ્યાં ખાનગી વ્યવસાય ઓછો છે કારણ કે તેના પર ટેક્સ વધારે છે. જ્યારે નિકાસકારની પસંદગી મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોમાંથી ઘઉં છે.
બે વર્ષથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવતું હોવા છતાં સરકારી ગોડાઉનો અનાજથી ભરેલા છે.
એપ્રિલમાં બમ્પર પાક પણ આવવાનો છે.
ઘઉં સડે છે
16 ફેબ્રુઆરી સુધી દેશમાં 2.6 કરોડ ટન ઘઉં વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે જ્યારે 1 એપ્રિલ સુધી ક્વોટા 7.5 મિલિયન ટન છે. નિયત ક્વોટા કરતાં લગભગ સાડા ત્રણ ગણો વધારે જથ્થો છે.
જો તાપમાન વધું રહે તો ઉત્પાદન ઘટે છે.
ગુજરાતી
English



