ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. “ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે..”
પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર છે અને પર્યાવરણીય મુદ્દાઓ પર ભારત સરકાર અને ગુજરાત સરકારની એજન્સીઓ સાથે ગાઢસંકલનમાં કામ કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, બે જુદા જુદા પ્રસંગોએ, ભારતના બે અલગ અલગ મંત્રાલયોએ સાબરમતી દેશની સૌથી વધુ પ્રદૂષિત નદી પૈકીની એક છે એવું કહ્યું છે. તો રૂપાણી કેમ દિલ્હીની પ્રજા સામે જૂઠું બોલ્યા છે.
જીપીસીબીનો એક અહેવાલ
23 માર્ચ, 2019 ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) એ એક અહેવાલ ટાંકીને પંડ્યાએ જણાવ્યું હતું કે, 11 કિલોમીટર સુધીનો સાબરમતી રિવરફ્રન્ટમાં જે પાણી છે તે સાબરમતીનું નથી પણ નર્મદા નદીનું છે. ચોક્ક્સપણે ચૂંટણીના લાભ માટે પોતાનું નિવેદન આપી રહ્યા હતા. હવામાન પરિવર્તન અને પર્યાવરણ માટે ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં આમંત્રિત કરનાર પંડ્યાએ જણાવ્યું હતું.
જળ સંસાધન રાજ્ય મંત્રી રતનલાલ
28 નવેમ્બર, 2019 ના રોજ, જળ સંસાધન રાજ્ય મંત્રી રતનલાલ કટારિયાએ લોકસભામાં એક તારાંકિત સવાલના જવાબમાં, સાબરમતીને ભારતની 323 પ્રદૂષિત નદીઓમાંની એક તરીકે ઓળખાવતા કહ્યું હતું કે આ “વિસર્જનને કારણે શહેરો / નગરો અને ઔદ્યોગિક પ્રવાહીના નિકાલ અને અંશત સારવાર થયેલી ગટર છે.
જૈવિક પ્રદૂષણના મુખ્ય સૂચક બાયો-કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (બીઓડી) ના આધારે ગુજરાતમાં નદીઓના 20 પ્રદૂષિત પટ્ટાઓની ઓળખ કરવામાં આવી છે.
સી.પી.સી.બી. દ્વારા ઓળખાતી 20 પ્રદૂષિત નદીઓ આ છે – અમલાખાડી, ભાદર, ભોગવો, ખારી, સાબરમતી, વિશ્વામિત્રી, ધાર, ત્રિવેણી, અમરાવતી (નર્મદાની સહાયક), દમણગંગા, કોલાક, મહી, શેઠી, તાપી, અનાસ, બલેહવર ખાદી, કીમ, મેશ્વા, માંધોલા અને નર્મદા.
બીજા તારાંકિત સવાલ
બીજા તારાંકિત સવાલના જવાબમાં પર્યાવરણ, જંગલો અને હવામાન પરિવર્તન રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ 19 જુલાઈ, 2019 ના રોજ જણાવ્યું હતું કે, “સપ્ટેમ્બર, 2018 માં સીપીસીબી દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 351 નદીઓના પટને પ્રદૂષિત તરીકે ઓળખવામાં આવ્યા છે. આમાંથી , જૈવિક પ્રદૂષણના મુખ્ય સૂચક બાયો-કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ (બીઓડી) ના આધારે ગુજરાતમાં નદીઓના 20 પ્રદૂષિત પટ્ટાઓની ઓળખ કરવામાં આવી છે. ”
સાબરમતીની ખરેખર શું છે સ્થિતી
અમદાવાદ શહેરમાં સાબરમતી નદી ન પાણી થઈ ગઈ છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 7 કિ.મી. લાંબો સ્વિમીંગ પૂલ હોય એ રીતે તેમાં પાણી ભરવામાં આવે છે. બાકીની નીચેના વિસ્તારની 120 કિલોમીટર નદીમાં પાણી નહીં પણ કેમીકલ વહે છે. જે અરબી સમુદ્રમાં ઠલવાય છે. આમ સાબરમતી નદીને હવે “મૃત” જાહેર કરીને કેમીકલની ગટર જાહેર કરવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નદીની સફાઈ શરૂ કરી છે તે સ્વીમીંગ પુલ સાફ કરવા જેવું લાગે છે.
લોકોએ સાબરમતી નદીનું નામ હવે રિવરફ્રન્ટ પ્રોજેકટ વિસ્તારોમાં ‘સાબરમતી રિવરફ્રન્ટ’ અથવા ‘સ્વીમીંગ પૂલ’ તરીકે કરવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ દ્વારા ગુજરાત સરકાર અને અમપા દેખીતી રીતે નદીને મારી નાખવાનો પ્રયાસ કરે છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
સાબરમતી રિવરફ્રન્ટ માત્ર પ્રદૂષિત સ્થિર પાણીનો પૂલ બની ગયો છે જ્યારે નદી, નદીના કાંઠે નીચાણવાળા પ્રવાહને અમદાવાદ શહેરમાંથી નારોડા, ઓઢવ, વટવા, નારોલના ઉદ્યોગોના પ્રદુષિત નદી બની ગઈ છે. નદીમાં કાયમી દુષ્કાળ હોય તેમ પાણી આવતું નથી કે પૂર આવતું નથી. તેથી ભૂગર્ભજળ રિચાર્જ થતું નથી થાય છે તો તે કેમિકલથી જ થાય છે.
12.50 કરોડ લીટર ગંદુ પાણી
ગુજરાતના આર્થિક પાટનગર અને જાગૃત શહેર અમદાવાદના લોકો દ્વારા સાબરમતી નદીમાં દરરોજનું 12.50 કરોડ લીટર ગંદુ પાણી જેમનું તેમ જ છોડી દેવામાં આવી રહ્યું છે, જેના કારણે ખંભાતનો અખાત પ્રદુષીત થાય છે અને અમદાવાદથી ખંભાત સુધીના 24 ગમોની જમીનમાં પ્રદૂષણ આવી ગયું છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) છે, જે ગંદું પાણી અન-ટ્રીટેડ ઠાલવી દે છે. નરોડાથી લઇને સાબરમતી સુધીની 27 કિ.મી. લાંબી મેગા પાઈપલાઈન એએમસી દ્વારા નાંખવામાં આવી છે જેનો ઉપયોગ માત્ર ઈન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે જ કરવાનો હતો પરંતુ તેમાં ઘણા ડોમેસ્ટીક જોડાણો પણ અપાયા છે. આ લાઈનમાં વારંવાર ઓવરફલો તથા ભંગાણ થવાના કારણો માટે ઈન્ડસ્ટ્રીઝ અને અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન બંને જવાબદાર છે. ઓઢવ મેગા લાઈનમાં તો એફલ્યુએન્ટ નોર્મ્સમાં આવે છે પરંતુ એએમસીની ડોમેસ્ટીક તથા સ્ટોર્મ વોટર ડ્રેઈન ઉપયોગ ત્યાંની કંપનીઓ પોતાનું એફલ્યુએન્ટ છોડવામાં કરે છે તેવાં ઘણાં રીપોર્ટ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં થયા હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેમ કોઇ નક્કર પગલાં લેવામાં આવતા નથી. સાબરમતી નદીમાં દરરોજનું 125 એમએલડી એટલે કે 12.5 કરોડ લીટર અન-ટ્રીટેડ પાણી ઠલવાતા પ્રદુષિત થાય છે.
ક્યાં કેટલું પ્રદુષણ
GPCBના 2015-16ના અહેવાલ મુજબ સાબરમતી નદીના પાણીની ગુણવત્તા જાહેર કરેલ છે તે મુજબ સાબરમતી નદી અમદાવાદ શહેરમાં પ્રવેશે તે પહેલાં હાંસોલ બ્રિજ ખાતે BODની માત્રા 2.6 છે અને CODની માત્રા 23 છે. સાબરમતીનું પાણી હાંસોલથી અમદાવાદ શહેર પાસ થઇ અને મિરોલી ગામ પહોંચી ત્યારે BOD 2.6 માંથી 47.05 અને CODની માત્રા 23થી વધીને 170 થઇ જાય છે એટલે કે BOD 19 ગણો વધારો થાય છે અને CODની માત્રામાં 7.5 ગણો વધારો થાય છે. આ વધારાને કારણે સાબરમતી નદી હાંસોલ બ્રિજ ખાતે પાણીની ગુણવત્તાઓ બી ગ્રેડ અને પાણીનો રંગ આછો વાદળી હોય છે તે મિરોલી ગામ અને વૌઠા ખાતે પહોંચતા પાણીની ગુણવત્તા્ સી ગ્રેડ અને રંગ લીલો થઇ જાય છે.
નદી કેટલી ગંદી
CEPT નદીમાં ગંદુ પાણી COD
નરોડા 30 6000
ઓઢવ 15 600
વટવા 200 1,00,000
નારોલ 1250 1,25,000
અમપા 10,000 40 લાખ
- પાણી લાખ લિટરમાં છે.
સુંદર રિવરફ્ટની નીચે નરક
2014 – અમદાવાદના રિવરફ્રન્ટને શોભાવનારી સાબરમતી નદી દેશની ત્રીજા નંબરની પ્રદુષિત નદીઓની યાદીમાં સમાવિષ્ટ થઇ છે. સન્ટ્ર્લ વોટર કમિશનને જાહેર કરેલાં સ્ટેટસ ઓફ ટ્રેસ એન્ડ ટોક્સિસ મેટલ ઇન ઇન્ડિયન રિવર – 2014ના રિપોર્ટમાં એવું જાહેર કર્યું છેકે, સાબરમતી નદીના પાણીની ગુણવત્તા બગડી છે કેમ કે, નદીના પાણીમાં લીડ, કોપર અને આયર્ન જેવા ઝેરી રસાયણોની માત્રા નિયત માત્રા કરતાં વધુ છે. આ ઝેરી તત્વોથી મિશ્રિત પાણી શરીર માટે અતિ હાનિકારક છે. સાબરમતી નદીને સાફ કરવાના બદલે ભાજપે તેની આતરી ઉતારવાનું હવે શરૂ કર્યું છે. ઉદ્યોગ અને શહેરનો કચરો ઠાલવવાના કારણે આમ થયું છે. નદીના પાણીમાં આજે ઝેરી રસાયણો મિશ્રિત થતાં તે શરીર માટે પણ જોખમી છે. આમ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ પરની નદી કોઈ જૂવે તો તેને સ્વર્ગની અનુભૂતિ થાય છે. પણ અમદાવાદ નીચેની નદીને ભાજપના નેતાઓએ નરક બનાવી દીધી છે, કારણ કે અમદાવાદ પર ભાજપની સત્તા 1987થી છે.
28 પ્રકારના દેખીતા રોગ
સેન્ટ્રલ વોટર કમિશને વર્ષ 2011, 2012, 2013માં દેશભરની નદીઓના પાણી ચકાસતાં સાબરમતી નદીના અમવાદાથી નીચેના વિસ્તારમાં કે જ્યાં શહેર અને ઉદ્યોગોનું પાણી ઠાલવવામાં આવે છે તે વિસ્તારથી લઈને વૌઠા અને દેરોલ બ્રિજ પાસેથી પાણીના નમુના લઈને ચકાસાયા હતા જેમાં કોપર, લીડ અને આયર્નની માત્રા વધુ મળી આવી છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અનુસાર, નદીના પાણીમાં કોપરની માત્રા 0.05 એમજી , લીડની માત્રા 0.01એમજી અને આયર્નની માત્રા 0.3 એમજી હોવી જોઇએ. આ ઝેરી રસાયણો મિશ્રિત પાણીના ઉપયોગથી હૃદય, ફેફસાં, ચામડીના રોગો થઇ શકે છે. માથાનો દુખાવો, સાંધાનો દુખાવો , યાદશક્તિ ઓછી થવી , પેટના રોગો, લિવર- કિડનીને નુકશાન પહોંચાડી શકે છે. નાના બાળકો અને સગર્ભા માટે આવું પાણી ખૂબ નુકશાનકારક સાબિત થઇ શકે છે. આમ 28 પ્રકારના દેખીતા રોગો થાય છે.
20 પ્રદુષિત નદી પૈકી એક
2018, 7 ફેબ્રુઆરી, કેન્દ્રના એક રિપોર્ટ અનુસાર,ગુજરાતની 20 નદીઓ પ્રદુષિત બની છે. તેમાં સાબરમતી નદીનું પાણી વધુને વધુ પ્રદુષિત થઇ રહ્યું છે. અમદાવાદમાં જીઆઇડીસીમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ હોવા છતાંય ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતાં પાણીમાં સીઓડીનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં રહેલું હોય છે જે નદીના પાણીને પ્રદુષિત બનાવે છે. અમદાવાદમાં નરોડાથી સાબરમતી સુધી 27 કીમી લાંબી મેગા પાઇપલાઇન માત્ર ઇન્ડસ્ટ્રીયલ એફલ્યુએન્ટ માટે કરવાનો હતો પણ તેમ અમપા દ્વારા ઘર વપરાશના ગટરના જોડાણો આપવામાં આવ્યા છે. વટવા અને ઓઢવના ઉદ્યોગો દ્વારા પણ અનટ્રિટેડ પાણી છોડવામાં આવી રહ્યુ છે. નરોડામાંથી રોજ 30 લાખ લિટર, ઓઢવમાંથી 15 લાખ લિટર, વટવામાં 200 લાખ લિટર અને નારોલમાંથી 1250 લાખ લિટર પાણી અનટ્રિટેડ છોડવામાં આવે છે. GPCB અને રાજકારણીઓને લાખો રૂપિયા તેના પેટે ઉદ્યોગો લાંચ રૂપે ચૂકવે છે.
કેમિકલ નદી
2014, 10 મે, આમ આદમી પાર્ટીએ તપાસ કરી તો પીપળી ગામે સાબરમતી નદીના પટમાં ફેક્ટરીનું ઝેરી ગેસ વાળું કેમિકલ છોડવામાં આવતું હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. ઝેરી ગેસના કારણે સોનું અને ચાંદી જેવી ધાતુઓ કાળી પડવા લાગી છે. પાણી પીવાના કારણે ગાયો અને ભેંસો મરી જાય છે. સરોડા ગામ ખાતે વીસથી પચ્ચીસ વર્ષથી સાબરમતી નદીમાં કેમિકલ વાળું આવે છે. જેથી ખેતીના પાકને ખુબ નુકશાન થઈ ગયું છે. ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ધ્વારા પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. અધિકારીઓ અને ફેકટરીઓના માલિક એક થઇ જતા કોઈ નિવારણ આવ્યું નથી. વૌઠા સાબરમતી નદી સહિત કુલ સાત નદીઓના સંગમ થાય છે. દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી લગભગ 25 વર્ષથી પણ વધુ સમયથી આવે છે સરકારને આખા ગામે રજૂઆત કરી છે, પણ સરકારી કોઈ અધિકારી સંભાળવા તૈયાર નથી. માણસોને ચામડીના રોગો થાય છે. ઢોર પાણી પીવે છે, તેઓ કોઈ રોગથી મૃત્યુ પામે છે. કેમિકલ વાળા પાણીની અસર ઢોરોના દુધમાં પણ જોવા મળે છે. સહીજ રસિકપુરા ગામના પશુઓને જીવ ખોવો પડ્યો છે. બાકરોલ ગામમાં કેમિકલ યુક્ત પાણી ધ્વારા ખેતીનો ગંભીર મુદ્દો જોવા મળ્યો હતો. ઘઉં, ડાંગર અને શાકભાજીની ખેતીમાં કેમિકલ યુક્ત પાણી જ ઉપયોગમાં લેવું પડે છે. કેમિકલ યુક્ત પાણીથી થતી ખેતીનું અનાજ ખાવાથી લોકોના સ્વાસ્થ્યને અસર થતી હશે. વણઝાર, કમોડ, મીરોલી, ગામમાં પાણીમાંથી કેમિકલની દુર્ગંધ મારે છે. કેમિકલ વાળું પાણી છે જે વટવા, નારોલ જી.આઈ.ડી.સી માંથી છોડવામાં આવે છે.
નવાગામ ગામાં પાણી નહિ પણ રીતસર કેમીકલ જ નિકળે છે. આ ગામના લોકોએ સાબરમતી નદીને નવું નામ “કેમિકલ નદી” આપ્યું છે. અહીં શ્વાસ લેવો પણ મુશ્કિલ હોય છે. જમીન બિન-ઉપજાઉ બની છે.
નદીના કિનારે આવેલા ગામોના પાણી પીવાલાયક નથી
જમીનના અંદરનું પાણી પણ પીવાલાયક રહ્યા નથી. પાણીની જગ્યાએ કલરવાળા પાણી જમીનમાંથી નીકળી રહ્યા છે. પાણી પીવાથી પાણીજન્ય અને ચામડી, હાડકાના રોગો થાય છે. ધોળકા તાલુકાનું સાથળગામ મુખ્ય કહી શકાય. ગામના ટયુબવેલના પાણીના નમુના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ળઈને લેબોરેટરીમાં ચકાસતાં અહેવાલ આવેલો છે કે, પાણી પીવું નહીં. તીવ્ર દુર્ગંધવાળુ ઘાટા કાળા રંગનું હોય છે. વાસ્મોના અહેવાલ પ્રમાણે પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી અને ગામમાં ચામડીના રોગમાં ખંજવાળ, ગુમડા જેવા અન્ય ચામડીજન્ય રોગો થાય છે. વટામણગામ શાકભાજીની ખેતી કરે છે. જે પ્રદુષિત પાણીથી થાય છે અને આખું અમદાવાદ તે શાક ખાય છે. આવા શાકભાજીથી કેન્સર થવાનો ભય છે. 2001ના ધરતીકંપમાં ગેસ તથા કાળા પાણીના ફૂવારા અહીં નિકળ્યા હતા.
વાસ્મોનો અહેવાલ
સરકારી સંસ્થા વાસ્મોના અહેવાલ પ્રમાણે અમદાવાદથી ખંભાતના અખાત સુધીનું સાબરમતીનું પાણી પીવાલાયક નથી. આમ છતાં કિનારા મોટાભાગના ગામો તે પાણી પીવે છે. ફરજીયાત આવા ગંદા પણાીનો ઉપયોગ પીવામાં, નહાવામાં, રાંધવામાં તથા પશુને પીવડાવવા કરવો પડે છે. સાબરમતી નદીમાં કોઇ જીવ રહી શકતાં નથી. ઝેરી પાણી જમીનમાં ઉતરતા જમીનના પાણી પણ ઝેરી બન્યા છે. પથરી, પાણીજન્ય કમળો, ઝાડાઉલ્ટી, ટાઇફોડ તેમજ ચામડીના રોગો વધવા લાગ્યા છે. ટીડીએસની માત્રા વધારે જોવા મળી હતી.
ટીડીએસ
ધોળકા તાલુકાના પીસાવડામાં 1010, વીરડીમાં 2500, રૂપગઢમાં 1620, વીરપુરમાં 2200, ત્રાંસદમાં 2000, ખાત્રીપુરમાં 2300, આંબારેલીમાં 1580, ભેટાવાડામાં 1560, નેસડામાં 1840, શેખડીમાં 1660, સીમેજમાં 2600, રાયપુરમાં 2600 નો સમાવેશ થાય છે. 700 થી 800 ટીડીએસની માત્રાવાળુ પાણી પીવાલાયક ગણાય છે. અને 1500 સુધીના ટીડીએસની માત્રાવાળુ પાણી પીવા માટે ચલાવી શકાય.
નદીનું મૂળ રાજસ્થાન
સાબરમતી પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લામાં અરવલ્લીની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ ગુજરાતમાંથી વહે છે અને ખંભાતના અખાત પાસે અરબી સમુદ્રને મળે છે. નદીની કૂલ લંબાઇ 371 કી.મી. છે અને કૂલ સ્ત્રાવક્ષેત્ર 21,674 ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે. અમદાવાદ અને ગાંધીનગર સાબરમતી નદીને કાંઠે વસેલા છે. દધીચી ઋષિ અને મહાત્મા ગાંધીએ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો. ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે. નદીના નિચેના વિસ્તારમાં દુનિયાનું સૌથી મોટો સ્માર્ટ સિટી ધોલેરા બની રહ્યું છે. જે પ્રદુષણથી ધેરાયેલું રહેશે.
પ્રદુણના માપદંડ
બાયોકેમિકલ ઓક્સિજન ડિમાંડ(BDO), ડિજાલ્વ ઓક્સિજન (DO), ટોટલ કોલિફર્મા (TC) અને ટોટલ ડિજાલવ્ડ સોલીડ (TDS).
BOD પાણીમાં ઓક્સિજનને ઉપયોગ કરનારા તત્વોને દર્શાવે છે, જ્યારે DO કુલ ઓક્સિજનની માત્ર બતાવે છે, TC કુલ બેક્ટેરિયાની ઉપસ્થિતિ જ્યારે TDS પાણીમાં હાજર મજબુત પદાર્થોને દર્શાવે છે.
નિયમો અનુસાર 100 મિલીલીટર પાણીમાં બેક્ટેરીયાનું પ્રમાણ 500 થી વધુ નહિ હોવું જોઈએ. કેટલાક સ્થળોએ તો સંખ્યા 17 કરોડથી પણ વધુ બેક્ટેરીયા હતા.
પ્રતિ લીટર પાણીમાં 5 એમએલ અને BOD 3 એમએલ અથવા તો તેનાથી વધુ ન હોવું જોઈએ, ત્યાંજ TDSની માત્ર પણ 500 એમજી થી વધુ ન હોવી જોઈએ.
ચોમાસામાં 5 વર્ષે એક જ વખત સાબરમતીમાં પૂર આવે છે. તેથી આ નદીમાં ઠલવાતાં કેમિકલ જેમના તેમ રહે છે, ધોવાઈ જતાં નથી. આમ અમદાવાદ નીચેની નદી હવે કેમિકલ નદી બની ગઈ છે.