ભાજપના રાજનો નમૂનો, 35 દિવસનું કામ 35 વર્ષે અધુરૂં

Sample of BJP rule, 35 days of work incomplete in 35 years भाजपा राज का नमूना, 35 साल में 35 दिन का काम अधूरा

સત્તા પર આવતા જ કુરેશી પાર્કને જમીન વેચી પણ અમલ ન કર્યો

અમદાવાદ, 27 જાન્યુઆરી 2025
અમદાવાદ મહાનગર પાલિકાના જમાલપુર વોર્ડમાં પ્રજાની જમીન વેચી તો ખરી પણ ગેરકાયદેસર બાંધકામો કરી દીધા હોવાથી વિવાદ વધી રહ્યા છે. અમદાવાદમાં જમીન કુરેશ પાર્કને વેચવાનો શોદો 1998માં થયો તે 35 દિવસમાં કરવાના બદલે ભાજપે 35 વર્ષનો સમય લીધો છે. ભાજપે સત્તા પર આવતાં જ કબાડી બજારની આખી જમીન વેચી મારી હતી. તેનો વિવાદ હજુ ચાલી રહ્યો છે.

બેઠકમાં બબાલ
કમિશનર એમ. થેન્નારાસનના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ જમાલપુરની કબાડી માર્કેટની જમીનનો વાંધો રજૂ કર્યો હતો. બીજી બેઠક પર મુદ્દો ફેંકી દેવાયો અને પુરાવા આપવા અધિકારીઓને કહેવાયું હતું. જમીન અંગે તપાસ કરવામાં આવતા 35 વર્ષથી ચાલી રહેલી બેદરકારી અને ગેરરીતિ મળી આવી હતી. કાયદા સમિતિના અધ્યક્ષ ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જર છે.

પ્રથમ સત્તા
અમદાવાદ શહેરના ભારતીય જનતા પક્ષે પ્રથમ સરકાર 1987માં બનાવી હતી. સત્તા પર આવતા જ ભાજપે અમદાવાદની જમીન વેચી મારવાનું શરૂ કર્યું હતું. 1989માં જમાલપુર શહેરી વિકાસ આયોજન – 1 આખરી પ્લોટ નં.5/3ને 99 વર્ષના ભાડેથી ફૂંકી મારી હતી. એક મીટરનો ભાવ માત્ર રૂ. 500 નક્કી કરાયો હતો. ભાજપના પહેલા મેયર ખાડિયાના જયેન્દ્ર પંડિત હતા.

11 લાખની જમીન
કોર્પોરેટર ચુના માસ્તર તથા કુરેશી નામના બિલ્ડરોએ ભાગીદારીમાં કુરેશ પાર્ક કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમિટેડને રૂ. 11 લાખમાં જમીન આપી દીધી હતી.

દબાણ દૂર ન કર્યા
પ્લોટ પર તો પહેલેથી જ દબાણ હતા. દબાણ ખુલ્લા કરી પ્લોટનો કબજો આપવા જણાવ્યું હતું. પછી બાકી રહેતી રકમ કુરેશ પાર્ક દ્વારા ચુકવશે એવું જણાવ્યું હતું. દબાણ દૂર કરવામાં આવ્યા ન હતા

વિવાદનો અંત નહીં
1998માં કમિશનરને ફરી પત્ર લખી જમીનમાં થયેલા ઝુંપડા દૂર કરી પ્લોટનો ખાલી કબજો સોંપવા માંગણી કરી હતી. દબાણ દૂર ન થતાં કુરેશ પાર્ક દ્વારા 2000માં દાવો કરવામાં આવ્યો હતો.

બીજાને વેચાણ ગીરો ટ્રાન્સફર કે તબદીલ કરે કરાવે નહી તેવી દાદ માંગવામાં આવી હતી.
બાકી રહેલી રકમ રૂ. 1500 ચો.મી. પ્રમાણે આપી ભરી દેવા કહેવાયું હતું. દાવા પરત લેવાની શરતે પ્લોટ આપવામાં આવશે. પણ કબજો આપ્યો ન હતો.
30 ડિસેમ્બર 2017માં કુરેશ પાર્કની તરફેણમાં અદાવત દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.

3 માસની અંદર પ્લોટ ખુલ્લો કરાવીને કરાર કરાવવાના હતા. કરાર ન થાય તો અદાલતના રજીસ્ટ્રારને કરાર માટે નિમણૂક કરવાના હતા.
અધિકારીઓ એન્જીનીયર, સુપરવાઇઝર કે અન્ય કોઈને ખાતે ન કરવા અદાલતે આદેશ કર્યો હતો. બેંક ગેરંટી આપી હતી.

ચુકાદા સામે કોર્પોરેશન દ્વારા 2028માં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેમાં ડીવીઝન બેંચ દ્વારા કોર્પોરેશનને રૂ. 30 લાખ જમા કરાવવા આદેશ કર્યો હતો.

11 લાખની સામે 30 લાખની ખોટ
રૂ. 11 લાખ મળ્યા જેની સામે અદાલતમાં રૂ. 30 જમા કરવા પડયા છે.

2 કરોડનો પાર્ટી પ્લોટ
2016-17માં શહેર સરકારે અહીં પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત કરી હતી અને રૂ. 2 કરોડ ફાળવવામાં આવ્યા હતા.

નવો વિવાદ
ડિસેમ્બર 2024માં ભાજપના ધારાસભ્ય અમિત શાહે જમાલપુર વોર્ડના કોંગ્રેસના પ્રમુખ અને તેના ભાઈ પર આક્ષેપો કર્યા હતા કે, કરોડોની કિંમતના પ્લોટ પર કબાડી માર્કેટ બનાવ્યું છે. માલિકીની જગ્યામાં ગેરકાયદેસર રીતે કબજો કરીને વર્ષોથી ભાડા ઉઘરાવતા હોવાનો આક્ષેપ હતો. કબાડી માર્કેટની 200 કરોડની જમીન પર બાપીકી મિલકતની જેમ ભાડું વસૂલાય છે. જમાલપુરમાં આવેલા 8 હજાર વારના પ્લોટ છે. મહાનગરપાલિકાએ કબજો નહીં લેતા આ વિવાદ થયો છે.

29 મિલકતોનો વિવાદ
અમદાવાદમાં હવે વક્ફ સામે મનપાનો વિવાદ સામે આવ્યો છે. વકફ દ્વારા જે જગ્યાઓ પર પોતાનો દાવો કર્યો છે તે પરત લેવાની કાર્યવાહી શરૂ કરી છે. 4 સભ્યોની ટોળકી બનાવી છે. શહેરની કુલ 29 જગ્યાઓ વક્ફ પાસે છે. દાવાઓ હાલ વકફ ટ્રીબ્યુનલમાં ચાલી રહ્યા છે. ફાઈલ અધ્ધરતાલ હતી.

દબાણ દૂર કરાયા
મિર્ઝાપુરની સરકારી શાળા
ગોમતીપુરના ચાર તોડા કબ્રસ્તાન.
બાપુનગરમાં બાંધકામ તોડવામાં આવ્યા
કાચની મસ્જિદ સામેનું કોમ્પ્લેક્ષ તોડી પાડવામાં આવ્યું
જમાલપુર દરવાજા પાસે કબાડી માર્કેટ ખાલી કરવામાં આવ્યું.
દરિયાપુરમાં સરકારી શાળામાં કબજો દૂર કરી ફરિયાદ.
જમાલપુરના સેન્ટ્રલ વર્કશોપની જગ્યા પર બંગલો બની ગયો.