ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. વેટવિભાગે તેમની અટક કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં ઊંઝાના ભાજપના પક્ષપલટુ નેતા કઈ રીતે મદદ કરે છે તે બહાર આવી શકે છે.
3 ડિસેમ્બર 2019માં ઊંઝાના મહારાજા સ્પાઈસના માલિક સંજય પ્રહલાદ પટેલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં કુલ રૂ.2.87 કરોડ ભરવા માટે અમદાવાદના ફ્લાઈંગ સ્કવોટના આસીસ્ટંટ કમિશ્નર દ્વારા કહેવામાં આવ્યું હતું.
1 જૂલાઈ 2017થી 31 માર્ચ 2018 સુધીના 9 મહિનાની રૂ.2.87 કરોડની ચોરી વર્ણવવામાં આવી છે. જેમાં વેરાના રૂ.1.73 કરોડ, વ્યાજ રૂ.90 લાખ, પેનલ્ટી રૂ.26 લાખ મળીને કુલ રૂ.2,89,16,235 થાય છે.
29 એપ્રિલ 2019થી 3 મે 2019 સુધી સતત 5 દિવસ ચાલી હતી.
વેપારી માલ સ્ટોક રાખતા નથી. કોઈ ગોડાઉન નથી. માલની ઈનવર્ડ સપ્લાય મેળવી બારોબાર આઉટવર્ડ સપ્લાય કરે છે એવું વેપારીની પૂછપરથમાં કહ્યું હતું. હિસાબી ચોપડા જપ્ત કરેલા હતા.
આઉટ વર્ડ સપ્લાય માટે ઈ-વે બીલો બનાવવામાં આવતાં હતા. જેમાં કેટલાંક બિલો રદ કરી દેવાયા છે. જેનું કારણ પૂછવામાં આવતાં સંજય પ્ર. પટેલે કોઈ સ્પષ્ટતા કે ખુલાસો કર્યો ન હતો. આમ ઈ-વે બીલો રદ કરીને તેટલા વેચાણો ઓછા દર્શાવી કરચોરી કરતાં હતા. જેમાં 2018-19માં રદ કરેલા ઈ-વે બીલો કુલ રૂ.3.37 કરોડના ફુપાવવામાં આવેલા છે. જેના પર જીએસટીના 2.5 ટકા લેખે ગણતાં રૂ.8.44 લાખ અને સીજીએસટીના એટલા જ ગણસા 15 ટકા દંડ પ્રમાણે કુલ રૂ.22.62 લાખ ભરવા માટે વેપારી સંજય પ્ર. પટેલને નોટિસ આપી હતી.
ઈ-વે બીલના પાર્ટ બીમાં ગોટાળા
ઈ-વે બીલના પાર્ટ-બી ભરેલા નથી. જેથી ઓછા વેચાણ બતાવી શકાય. 2018-19ના રદ કરેલા ઈ-વે બીલોના કુલ રૂ.47.62 લાખના જીરૂના વેચાણ છૂપાવેલો છે. વ્યાજ, દંડ અને વેરા મળીને કુલ રૂ.3.20 લાખ દંડ થયો હતો.
ખરીદી થાય તે પહેલા વેચાણ
સંજય પ્ર. પટેલ એક એવા વેપારી બન્યા છે કે, તેઓએ જીરૂની ખરીદી કરી ન હતી અને તેનું વેચાણ કરીને માલને ટ્રકમાં મોકલી આપ્યો હતો. આવું જો દુનિયામાં ક્યાંય નથી થયું. આવો કુલ માલ રૂ.32.61 લાખ મળી આવ્યો હતો. જેમાં વ્યાજ, દંડ, વેરા સાથે રૂ.2.22 લાખ ભરી જવા સરકારે કહ્યું હતું. ચોરી પકડાતાં વેરો ભરવા માટે સંજય તૈયાર થયો હતો.
તેણે ચોરી કબુલીને રૂ.28.46 લાખ ઈ પેમેન્ટથી જીએસટી વિભાગને પૈસા ચૂકવી આપ્યા હતા.
ઓમ ટ્રાન્પોર્ટ અને સાંઈ રોડલાઈનની સંડોવણી
ઓમ ટ્રાન્પોર્ટ અને સાંઈ રોડલાઈનની સંડોવણી બહાર આવી હતી. મહારાજા સ્પાઈસીસની એલઆર મળી આવી હતી. જેમાં વેપારીના હિસાબો તપાસતા 53 પ્રકારના વેચાણ થયા હોવાની રસીદ હતી પણ આવા કોઈ વ્યવહારો થયા હોવાનું જણાયું ન હતું. જે કુલ વેચાણ રૂ.6.82 કરોડના થયા હતા. જેમાં સરકારે સંજયને રૂ.50.45 લાખ તુરંત ભરી દેવા કહેતા તેણે રૂ.12.87 લાખ ભરી દીધા હતા. કુલ 89 ટ્રકોનો રૂ.2.44 કરોડનો માલ આ રીતે વેરો ભર્યા વગર વેચાણ કર્યું હોવાનું મોટું કૌભાંડ પકડાયું હતું.
સદગુરુ એક મોટું કૌભાંડ
સંજય પ્ર. પટેલની પેઢી પર દરોડો પાડીને તપાસ કરતાં તેમાં 2017-18ના વર્ષના સદગુરૂ ટ્રાન્સપોર્ટની રૂ.1.41 કરોડની ટ્રાન્સપોર્ટ રસીદ મળી આવી હતી. જે અંગે સદગુરૂ ટ્રાન્સપોર્ટમાં તપાસ કરતાં તે બોગસ પેઢી નિકળી હતી. તેના જીએસટી નંબર બોગસ નિકળ્યા હતા. આ નંબર તો ફ્લાવર સીસ્ટ્રોનીક્સ સિટી કોમ્પલેક્ક્ષના નામે હતા. સદગુરૂ લોજીસ્ટીકના માલીક મુકેશ ઈશ્વર પટેલ છે. તે ખેત પેદાશનો કમિશનથી ધંધો કરતાં હતા. પણ તેઓ હાલ મજૂરી કામ કરે છે. આમ ઊંજાના એક મજૂરને ધંધાના માલીક બનાવી દઈને તેના નામે કરોડો રૂપિયાની વેરા ચોરી કરી છે.
13 કરોડનો ધંધો પણ બોગસ
જીએસટી વિભાગે રૂ.12.95 કરોડનો વેચાણ વેપાર થયો હોવાનું પકડી પાડ્યું હતું. તે વેપાર ન હતો પણ વેપાર વગર બોગસ બીલો બનાવેલા હતા. જેના વેચાણના કોઈ પૂરાવા મળી આવ્યા ન હતા. બોગસ વેપાર હતો. વળી, રૂ.13 કરોડની ખરીદી બતાવી હતી. પણ તેવા કોઈ વ્યવહારો જ થયા ન હતા.
60 લાખની સર્વિસની આવક
2017-18ના વર્ષના ઓડીય અહેવાલોમાં રૂ.60.22 લાખની સર્વિસની આવક દર્શાવેલી છે જેનો વેરો ભરેલો નથી. જેનો આકરો દંડ અને વ્યાજ લેવાનું ફ્લાઈંગ સ્કવોડે જાહેર કર્યું છે.
આવું જ 2018-19ના વર્ષમાં પણ કૌભાંડ પકડાયું હતું.
ટ્રાન્સપોર્ટ કૌભાંડ
દરોડા દરમિયાન જણાયું હતું કે 2018-19માં પણ આવું વેરા ચોરીનું મોટું કૌભાંડ ઊંઝાના વેપારી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પણ રૂ.92.46 લાખનો વેરો ભરી જવા માટે કહેવામાં નોટિસ આપી હતી. જેમાં કુલ રૂ.3.38 કરોડનો વેપાર છુપાવવામાં આવ્યો હતો. જેમાં પણ ઓમ ટ્રાન્સપોર્ટ તથા સાંઈ રોડલાઈન દ્વારા માલ લઈ જવાયો હોવાનું જણાયું પણ સંજય પ્ર. પટેલના હિસાબોમાં તે વેપાર બતાવ્યો ન હતો. આમ બીજા વર્ષના વેપારમાં પણ ટ્રાન્સપોર્ટ કૌભાંડ મળી આવ્યું હતું. આ ખોટા વ્યવહારો પકડાતા તેના રૂ.13 લાખ સંજયે સરકારને તુરંત ભરી આપ્યા હતા.
વળી સદગુરૂ ટ્રાન્સપોર્ટની રૂ.4 કરોડની રસીદો પકડાઈ હતી. જે અંગે તપાસ કરવામાં આવી ત્યારે આ એક કૌભાંડ હોવાનું જણાયું હતું. કારણ કે સદગુરૂ લોજીસ્ટીકના જીએસટી નંબર બતાવવામાં આવતા હતા તે ફ્લાવર સીસ્ટ્રોનિક્સ નામની કંપનીના નામે જીએસટી નંબર હતો. આમ આ મોટું ટ્રાન્સપોર્ટ કૌભાંડ જાહેર થયું હતું.
જીરૂના વેચાણના બિલો, ટ્રાન્સપોર્ટની રસીદો, ઈ-વે બીલ, ફોર્મ 402 જણાયા ન હતા. કુલ રૂ.5 કરોડના આવા બીલ કે રસીદ મળ્યા નથી. આવું જ રૂ.4 કરોડની ખરીદીમાં ગોટાળા થયા હતા.
વળી અમૂક વેચાણ જીયા રોડલાઈન્સની રૂ.13 લાખની રસીદ મળી હતી પણ તેની સાથેના વ્યવહારો પણ સંકાસ્પદ જણાયા છે. આમ બીજા વર્ષે પણ રૂ.92.46 લાખના શંકાસ્પદ વ્યવહારો પકડી પાડાવામાં આવ્યા હતા.