ગુજરાત ફરી એક વખત ભાજપની વિજય રૂપાણીની સરકારમાં ડ્રગ્ઝ માફિયાઓનું ટ્પાન્જીટ પોઈન્ટ બની ગયું છે. જે વિજય રૂપાણી, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ઘોર નિષ્ફળતા બતાવે છે. આ ત્રણેય નેતાઓ પર કાબુ રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થયા નથી.
પંજાબના ભટીંડા ખાતે પંજાબ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફૉર્સે દસ દિવસ અગાઉ 31મી જાન્યુઆરીએ ઝડપેલું 1 હજાર કરોડની કિંમતનું 188 કિલોગ્રામ હેરોઈન ગાંધીધામથી મોકલાયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATSએ ગાંધીધામના બે અને માંડવીના એક શખ્સની ધરપકડ કરી છે.
31 જાન્યુઆરી 2020ના રોજ જે હેરોઈન ઝડપાયું હતું તે હેરોઈનનો જથ્થો એપ્રિલ 2018માં લેન્ડ થયો હતો.
17 ઑગસ્ટ 2018નાં રોજ દ્વારકાના અબ્દુલ અઝીઝ ભગાડ અને માંડવીના રફીક સુમરા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી ATSએ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
500 કિલો હેરોઈન લેન્ડ થયેલું
ગુજરાત ATSએ ઑગસ્ટ 2018માં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 500 કિલો હેરોઈન પાકિસ્તાનથી છછીના કાંઠે લેન્ડ કરાઈ માંડવી મોકલાયું હતું. જેમાંથી 300 કિલો હેરોઈન જે-તે સમયે પંજાબ અને ઉત્તર ભારતમાં મોકલી દેવાયું હતું. 200 કિલોગ્રામ હેરોઈન રફીક સુમરાના ભાઈ રઝાક આદમ સુમરાએ છૂપાવી રાખ્યું હતું.
છૂપાવી રખાયેલું હેરોઈન માંડવીની બહાર કઢાવી પંજાબ મોકલવાના કારસામાં જે-તે સમયે ફરાર થઈ ગયેલાં શાહીદ સુમરાએ ભૂમિકા ભજવી છે. શાહીદે ફોનથી રઝાક સુમરા અને ગાંધીધામના કરીમ મોહમ્મદ સીરાઝ વાતચીત કરી બાકીનો 200 કિલો માલ કચ્છથી બહાર કઢાવ્યો હતો. આ કાંડમાં સુનિલ વિઠ્ઠલ બારમાસેની સંડોવણી ખુલી છે. સુનીલે ટ્રક મારફતે આ જથ્થો અમૃતસર મોકલાવ્યો હતો.
જાણો ડ્રગ ટ્રાફિકીંગનું સમગ્ર નેટવર્ક અને સૂત્રધારો
17 ઑગસ્ટ 2018નાં રોજ ATSએ જામનગરના સલાયાના બોટમાલિક અબ્દુલ અઝીઝ ભગાડ અને માંડવીના રફીક આદમ સુમરા નામના બે શખ્સને ઝડપ્યાં હતા. અઝીઝ પાસેથી 15 કરોડનું 5 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું હતું.
માંડવીના અર્શદ અબ્દુલ રજાક સોતા ઊર્ફે રાજુ દુબઈએ પાકિસ્તાની ડ્રગ માફિયા નબીબક્ષ મારફતે પાકિસ્તાનના હાજીસાબ ઊર્ફે ભાઈજાન સાથે ફોન પર વાતચીત કરી 300 કિલોગ્રામ હેરોઈન છછી કાંઠે લેન્ડ કરાવ્યું હતું. અબ્દુલના વહાણ મારફતે અલગ અલગ દિવસોએ 300 કિલો ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં ઘુસાડાયાં બાદ નાની નાની ફાઈબર બોટો મારફતે લેન્ડ કરાયો હતો.
હેરોઈનનો જથ્થો માંડવીમાં રહેતા રફીક આદમ સુમરા અને શાહીદ કાસમ સુમરાને અપાયો હતો. જે રફીક સુમરાના ગોડાઉનમાં સંઘરવામાં આવેલો. ત્યારબાદ, રફીક, શાહીદ અને રાજુ દુબઈએ આ જથ્થો 3 ફેરામાં કારમાં ઊંઝા ખાતે લઈ જઈ અમૃતસરના સીમરનજીતસિંઘ સંધુના માણસો નઝીર એહમદ ઠાકર અને મંજૂર એહમદ અલીમોહમ્મદ મીરને ડિલિવર કર્યો હતો. આરોપીઓ જીરુંની આડમાં ટ્રકોમાં આ માલ પંજાબ અને ઉત્તર ભારતમાં લઈ ગયાં હતા. આ કેસમાં પોલીસે અઝીઝ અને રફીકની ધરપકડ કર્યા બાદ તેમની પૂછતાછના આધારે નઝીર એહમદ ઠાકરની ધરપકડ કરી હતી.
રાજુ દુબઈને નેપાળ પાસેથી દબોચી લીધો હતો. જ્યારે શાહીદ સુમરા આજ દિન સુધી ફરાર છે. કેસનો સૂત્રધાર સીમરનજીતસિંઘ સંધુ નેપાળ થઈ ઑસ્ટ્રેલિયા અને ત્યાંથી ઈટાલી નાસી ગયો હતો. ATSએ તેની વિરુધ્ધ ઈન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટીસ ઈસ્યૂ કરાવી હતી. રોમમાં તેની અટકાયત કરાયા બાદ ATSએ દસેક દિવસ અગાઉ તેની ધરપકડ કરી હતી.
ગુજરાતમાં ડ્રગ્સ
ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો સમુદ્રકાંઠો તે પૈકી પાકિસ્તાન સાથે જોડાયેલી સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ‘ગોલ્ડન ક્રેસન્ટ’ ગણાતાં અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ઈરાનના ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ પેસેજ બની રહી છે. કચ્છની રણ અને જળસીમાએથી ભૂતકાળમાં સોના-ચાંદીની દાણચોરી સાથે RDX, AK 47જેવા વિસ્ફોટકો-શસ્ત્રો અને કેફી દ્રવ્યોના કન્સાઈન્મેન્ટ પકડવાનો સિલસિલો 1980થી ચાલ્યો આવે છે.
ટ્રાન્ઝિટ પોઈન્ટ
જમ્મુ-કાશ્મિરથી લઈ પંજાબની પાકિસ્તાન સાથે જોડાયેલી LOC પર છેલ્લાં થોડાંક વર્ષોથી સૈન્ય અને અર્ધસૈન્ય દળોનો જાપ્તો સઘન બન્યો છે ત્યારથી સૌરાષ્ટ્ર-કચ્છની જળસીમા ગોલ્ડન ક્રેસન્ટની ડ્રગ કાર્ટેલ માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ બની છે. ખાસ કરીને છેલ્લાં ત્રણેક વર્ષથી એકાએક ડ્રગ્સની હેરફેરના બનાવો વધ્યાં છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડ્રગ માફિયા
29મી જૂલાઈ 2017ના રોજ DRIએ પોરબંદર નજીક જહાજમાંથી 1200 કરોડનું હેરોઈન જપ્ત કરેલું. જહાજમાં સ્ટીલના પાઈપના પોલાણમાં છૂપાવીને હેરોઈન લવાયેલું
દ્વારકા
17 ઑગસ્ટ 2018નાં રોજ દ્વારકાના સલાયામાંથી ATSએ અઝીઝ અબ્દુલ ભગાડ અને માંડવીમાંથી રફીક સુમરા નામના બે શખ્સને ઝડપ્યાં હતા. અઝીઝ પાસેથી 15 કરોડનું 5 કિલોગ્રામ હેરોઈન ઝડપાયું હતું. માલ લાવનારામાં શાહીદ સુમરા નામના માંડવીના યુવકનું પણ નામ ખુલેલું. અઝીઝ અને રફીકની પૂછતાછમાં બહાર આવ્યું હતું કે માંડવીના અબ્દુલ રજાક સોતા ઊર્ફે રાજુ દુબઈએ પાકિસ્તાની ડ્રગ માફિયાઓ સાથે હાથ મિલાવી ફિશીંગ બોટ અને હોડકા મારફતે એપ્રિલ 2018માં માંડવીના કાંઠે 300 કરોડનો હેરોઈનનું કન્સાઈન્મેન્ટ ઉતાર્યું હતું. જે ઊંઝા મારફતે જીરૂની આડમાં પંજાબ-કાશ્મિરમાં ડિસ્ટ્રીબ્યુટ કરાયેલું. આ પ્રકરણમાં પાછળથી ATSએ 17 સપ્ટેમ્બર 2018નાં રોજ ડ્રગની ડિલિવરી લેનાર કાશ્મિરના નઝીર એહમદ ઠાકર અને 1 ઓક્ટોબર 2018નાં રોજ રાજુ દુબઈની નેપાળ સીમા નજીકથી ધરપકડ કરી હતી.
હેરોઈન ભરેલી બોટ
27મી માર્ચ 2019નાં રોજ ATSએ સૌરાષ્ટ્રના કાંઠેથી 500 કરોડનું 100 કિલોગ્રામ હેરોઈન ભરીને આવેલી બોટ સાથે 9 ઈરાનીની ધરપકડ કરેલી. બોટમાં સવાર શખ્સોએ બોટને ફૂંકી મારી તેમાં રહેલા ડ્રગ્સનો મોટો જથ્થો સળગાવી દીધો હતો. આ પ્રકરણના તાર દિલ્હી સુધી પહોંચેલાં અને ATSએ દિલ્હીથી અમુક આરોપીઓની ધરપકડ કરેલી. આ હેરોઈન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ભરવામાં આવેલું.
અલ મદિના
1 મે 2019નાં રોજ જખૌ નજીક અલ મદિના નામની પાકિસ્તાની બોટમાંથી DRIએ 1 હજાર કરોડની કિંમતનું 194 પેકેટમાં ભરાયેલું 217 કિલોગ્રામ હેરોઈન ઝડપેલું. બોટમાંથી 6 પાકિસ્તાની શખ્સો ઝડપાયેલાં. આ શખ્સોએ બોટમાં રહેલો હેરોઈનનો જથ્થો સમુદ્રમાં ફેંકી દીધો હતો. આ પેકેટ ત્યારબાદ કચ્છના સમુદ્રકાંઠેથી છૂટોછવાયા મળ્યાં હતા. આ રીતે વધુ 60 કરોડનો ‘રેઢો’ માલ પોલીસ અને બીએસએફને મળ્યો હતો.
માંડવી
28મી જૂલાઈ 2019નાં રોજ ATSએ માંડવીના નાદિર હુસેન સમેજા અને કાઠડાના ઉમર હુસેન વાધેર પાસેથી 1 કરોડનું બ્રાઉન સુગર જપ્ત કરેલું. આ જથ્થો તેમને દરીયામાંથી રેઢો મળ્યો હોવાનું તેમણે કબૂલેલું. જેને તેઓ વેચવાની ફિરાકમાં હતા.
મસ્કા
1 ઑગસ્ટ 2019નાં રોજ ATSએ માંડવીના મસ્કા પાસેથી ઈમરાન કાદર મણિયારને 1 કરોડના બ્રાઉન સુગર સાથે ઝડપેલો. નાદિર અને ઉમરની પૂછતાછમાં તેણે બીજું પેકેટ ઈમરાનને વેચવા માટે આપ્યું હોવાનું કબૂલતાં ઈમરાન ઝડપાયો હતો.
તજજ્ઞોનો અભ્યાસ કહે છે સમુદ્રી સીમા ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહી છે
સંશોધન અહેવાલ
The Institute for Strategic Political Security and Economic Consultancy નામની સંસ્થાના નેજા હેઠળ ‘The Afaghanistan and India Drug Trail’ના શીર્ષક હેઠળ ડૉ.બીહૂપ્રસાદ રોતરે અને ડૉ.શાંતિ મેરિયેટ ડીસોઝાએ ખાસ સંશોધન અહેવાલ તૈયાર કરેલો. ઑગસ્ટ 2019નાં આ અહેવાલમાં તેમણે જણાવેલું કે ડ્રગના વ્યવસાયમાં ડ્રગ પેડલર્સ, ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ નેટવર્ક અને ટેરરિસ્ટ ગૃપની આખી નેક્સસ જોડાયેલી છે. દાઉદ જેવા ઓર્ગેનાઈઝ્ડ ક્રિમિનલ્સ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના ડ્રગ્સ માફિયાઓ પાસેથી ડ્રગ્સ મેળવી સ્થાનિક માછીમારો મારફતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડે છે. આ ગેંગ માટે પશ્ચિમી સમુદ્રકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે.
નાર્કો ઈકોનોમી
આ નેક્સસ સામે સરકારી તંત્રો-એજન્સીઓ વચ્ચેની કામગીરી સંકલનભરી નથી. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ થયેલાં ડૉ. પુષ્પિતા દાસ Drug Trafficking in India A case for Border Securityના અહેવાલમાં જણાવે છે કે ડ્રગ્સના કારોબારમાંથી મળતા કરોડો રૂપિયા પૂર્વોત્તરના રાજ્યો, કાશ્મિર અને પંજાબમાં ટેરર ફંડીંગમાં વપરાય છે. અફઘાનિસ્તાનમાં અર્થતંત્ર સમાંતર નાર્કો ઈકોનોમી ફૂલીફાલી છે. ઈરાનની ખાડી (Strait of Hormuz)માં કમ્બાઈન્ડ ટાસ્ક ફૉર્સ-150ની ચાંપતી સુરક્ષા વ્યવસ્થાના કારણે ડ્રગ કાર્ટેલ ભારતીય સમુદ્રી સીમા તરફ વળી રહી છે.
અગાઉ શું થયું હતુ ?
ગુજરાતના કચ્છના જખૌની પાસે રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી ડ્રગ્સના 194 પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત 400-500 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા 6 પાકિસ્તાની અને 7 ભારતીય સહિત 13 લોકોની ધરપકડ કરી છે.
કોસ્ટગાર્ડે જખૌવ પાસે ઈન્ટરનેશનલ જળ સીમામાં એક ફાસ્ટ અટેક પેટ્રોલિંગ બોટ અને બે ઇન્ટરસેપ્ટ બોટને તૈનાત કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ડોનિયર પ્લેનને પણ પોતાની સાથે જોડ્યું હતું. આ દરમિયાન મંગળવારે પાકિસ્તાનના કરાચીથી નીકળેલી અલ-મદીના બોટને ઇન્ટરસેપ્ટ કરીને તપાસ કરવામાં આવી તો તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને ATS આની તપાસ કરી રહી છે. કોસ્ટ ગાર્ડને જોતા જ બોટમાં સવાર લોકોએ અમુક પેકેટ્સ સમુદ્રમાં ફેકી દીધા હતા, પરંતુ કોસ્ટગાર્ડની સતર્કતાથી તેને પકડી લેવામાં આવ્યા હતા અને સમુદ્રમાં ફેકાયેલા 7 પેકેટ્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
2018માં કચ્છની કેવી હાલત
કચ્છ જિલ્લાના 4 મરીન પોલીસ મથક કંડલા, મુંદરા, માંડવી અને જખૌ ઉપર 200 સ્ટાફમાંતી માંડ 117 સ્ટાફ હતો. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય તે માટે મરીન પોલીસ છે. માંડવી મરીન પોલીસ માથક પાસે પેટ્રોલિંગ માટે બોટ નથી. ભાડે બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટમાંથી એક ચાલુ છે એક બંધ પડી છે. ડિઝલનો વપરાશ વધું હોવાથી સરકાર ડીઝલ આપતી નથી. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડીઝલ ન મળતું હોવાથી વારંવાર દિવસો સુધી પેટ્રોલિંગ થતું નથી. સ્ટાફની અછત છે. 4 પોલીસ માથકો અદ્યતન આધુનિક સાધનો તો છોડો પણ સ્ટાફાથી સજ્જ નથી. રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે.
જખૌથી કોટેશ્વર સુધીના 70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા નથી. આતંકવાદીઓ માટે કચ્છનો માર્ગ મોકળો હોય તેવી સ્થિતી છે. 2014 પછી કચ્છ ક્રીક વિસ્તારમાં ઘુસણખોરી વધી છે. પાકિસ્તાન, બાંગલાદેશ, કાશ્મીરના લોકો અહીં પકડાયા છે. બિનવારસી બોટ મળી આવવાની ઘટના વધી છે.
4 પોલીસ મથક વચ્ચે જખૌ મરીન પાસે 1 ઊંટ હતું તે પણ મૃત્યું પામ્યું હતી. ઊંટ પર બેસીને પેટ્રોલીંગ કરતાં હોય છે. માંડવી મરીન કાંઠાળ વિસ્તાર છે. તેમની પાસે ઊંટ હોવું જોઈએ તે ન હતું.
મરીન પોલીસને દારુ પકડવા તેવી કામગીરી પણ કરવી પડે છે. કોઈ ચોરી થઈ હોય તો તે માટે પણ કામ કરવું પડે છે. આમ કાયદો વ્યવસ્થાની કામગીરી પણ કરવી પડે છે. તેથી સરહદ પર પોલીસ ધ્યાન આપી શકતી નથી. દુશ્મન દેશ પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્ત્વ વધી જાય છે. રણ સરહદે બીએસએફ છે. જયારે દરિયાઈ સીમા પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ કરાય છે.
કંડલામાં દરિયાઈ પેટ્રોલિંગ માટે 1 ઈન્ટર સેપ્ટર બોટ છે. મુંદરા અને જખૌ મરીન પાસે 2 સ્પીડ બોટ છે. કંડલા મરીન પોલીસ મથક પાસે 8 મરીન કમાન્ડોની જરૂરિયાત સામે 4 છે. માંડવી પાસે કોઈ બોટ ન હતી. મરીન પોલીસ માછીમારોની નોંધણી કરીને દરિયોમાં જવાની મંજૂરી આપે છે.
કચ્છ કમાંડોના હવાલે
2018માં જખૌ, મોહાડી, પિંગલેશ્વર અને સિંધોડી ખાતે દરિયાઇ વિસ્તારમાં સૌ પ્રથમ 20 જેટલા મરીન કમાન્ડો કેન્દ્ર સરકાર દ્વારા મુકાયા છે. જખૌ મરીન પોલીસ હસ્તક 20 કમાન્ડો મુકાયા છે. જેમાં 10 જખૌ બંદરે, 5 મોહાડી, 4 પિંગલેશ્વર અને 2 કમાન્ડોને સિંધોડી ખાતે મુકાયા છે. બોટોની પણ તપાસ સાથે કમાન્ડો ટુકડીઓએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. પેટ્રોલિંગ માટે 2 બોટો અપાઈ છે. દરમ્યાન વિવિધ એજન્સીઓ, કોસ્ટગાર્ડ દ્વારા 2 સ્પીડ બોટો ઉપરાંત હોવરક્રાફટ જખૌ કોસ્ટગાર્ડ દ્વારા અને બી.એસ.એફ. ઉપરાંત જોઇન્ટ પેટ્રોલિંગ થાય છે.
પાકિસ્તાનની સરહદ સાથે દરિયાઈ અને જમીન સાથે જોડાયેલી કચ્છની ભારતની એક માત્ર સરહદ પર કોઈ ચોકી પહેરો નથી. કહેવા ખાતર રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે, બાકી જખૌથી કોટેશ્વર સુાધીના 60-70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા વ્યવસૃથા જ ગોઠવાયેલી નાથી. આતંકવાદીઓની ઘુસણખોરી માટે કચ્છનો માર્ગ મોકળો હોય એવું સ્પષ્ટ થયું છે.
કચ્છના ક્રીક વિસ્તારમાંથી શંકાસ્પદ ઘુસણખોરો અને બિનવારસી પાકિસ્તાની બોટ મળવાનું પ્રમાણ 2014 બાદ વધ્યું છે. કચ્છના રહેણાક વિસ્તારોમાંથી વારંવાર પાકિસ્તાની, બાંગ્લાદેશી અને કાશ્મીરી લોકો મળી આવે છે. ગાંડા-ઘેલા જેવા વ્યક્તિ કે માછીમારોના સ્વાંગમાં કોઈ આતંકવાદીઓ પણ આવી રીતે સરળતાથી ભારતમાં ઘુસણખોરી કરી શકે છે.
પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા સંવેદનશીલ કચ્છ જિલ્લાની સુરક્ષાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ ગંભીર બેદરકારી દાખવી રહી છે. કચ્છમાં સરકારે ચાર મરીન પોલીસ માથકો બનાવ્યા તો છે, પણ આ પોલીસ માથક માળખાકીય સુવિાધાની અછતાથી માંડીને સ્ટાફ નથી.
સુરક્ષા માટે બીએસએફ સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ કામ કરે છે. પરંતુ જેની મહત્વની ભૂમિકા છે તેવો રાજ્યનો પોલીસ વિભાગ આ મામલે ઉણો ઉતરી રહ્યો છે. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. જમીન અને દરિયા કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય અને કાંઠાના વિસ્તારના દેશ વિરોધ કૃત્યો માટે રાજ્ય સરકારે કચ્છમાં ચાર મરીન પોલીસ માથક બનાવ્યા હતા. મરીન પોલીસ માથકોમાં પુરતી સુવિાધા આજ સુાધી આપી નાથી.
માંડવી મરીન પોલીસ માથકમાં તો પેટ્રોલિંગ માટે બોટ જ નાથી. દરિયાની પોલીસનું કામ જ દરિયામાં પેટ્રોલિંગ કરવાનું છે તેણે ભાડે બોટ રાખીને પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટ છે, પરંતુ તેમાંથી એક જ બોટ ચાલુ છે. ડિઝલનું મોટુ બીલ બાકી હોવાથી ડિઝલનો જથૃથો પોલીસને મળતો નાથી. આ ઉપરાંત બોટ ચલાવવા માટે ક્રુમેમ્બરો પુરતા નાથી. કંડલા મરીન પોલીસ માથકમાં ફક્ત એક જ બોટ છે. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડિઝલના અભાવે પેટ્રોલિંગ થતું નાથી.
કચ્છમાં રોજગારી રળવા આવેલા પરપ્રાંતિય લોકોની કોઈ નોંધ પોલીસ ચોપડે નાથી. સુરક્ષાના કારણોસર કોઈને મકાન ભાડે આપતા પહેલા પોલીસમાં ફરજીયાત જાણ કરવાનો નિયમ બનાવાયો છે. પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં તેની અમલવારી ખુબ ઓછી છે. સેંકડો ફેક્ટરીઓ, કારખાના અને ગામડાઓમાં કોઈ આધાર-પુરાવા વગર રહેતા લોકોની સાથે આતંકવાદી સરળતાથી છુપાઈ શકે તેમ છે. છતાં પોલીસ તંત્ર ગંભીર નથી.
ગુજરાતની એ.ટી.એસ. દ્વારા વર્ષ-૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી અને જામનગર નજીકના રૃા ૧૫૦૦ કરોડના ડ્રગ્સ કેસના સંદિગ્ધ ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફીયા મુનાફ હલારી મુસાને મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવાયા છે.
ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)ને 1500 કરોડ ડ્રગ્સ કેસ મામલે સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી. ગુજરાત એટીએસ દ્વારા ઈન્ટરનેશનલ ડ્રગ માફિયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. રૃા.1500 કરોડના ડ્રગ્સ કેસનો તે મુખ્ય સંદિગ્ધ છે. એટલું જ નહીં, મુનાફ મુસા ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે. 2018ના અંતમાં જામનગર પાસેથી ૧૫૦૦ કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત એટીએસ દ્વારા જપ્ત કરાયો હતો. જેમાં અઝીઝ અને રફીફ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૃ અને મસાલાના ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનો હતો. પણ તે અગાઉ જ એટીએસ દ્વારા આ ડ્રગ્સ રેકેટને દબોચી લેવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન મુનાફ શંકાના દાયરામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. થોડા સમય અગાઉ જ આ કેસના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી સિમરનજીતસિંઘ સંધૂની ઈન્ટરપોલની રેડકોર્નર નોટીસના આધારે ઈટાલીથી ધરપકડ કરાઈ હતી. ઈટાલીથી જ સમગ્ર નેટવર્ક સંભાળતો સિમરનજીતસિંઘ ત્યાં પકડાયો હોવાની માહિતી મળતા હવે એટીએસની ટીમ દ્વારા તેનો કબજો મેળવવા માટેની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરેથી ઝડપાયેલા 5.5 કિલોના રૂ.15 કરોડના હેરોઈન મામલે ત્રાસવાદ વિરોધી દળ ATS દ્વારા કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછ ચાલી રહી છે. જેમાં 4 માસ પહેલા 100 કિલોથી વધુ હેરોઈન પજાંબમાં અને ઘણું ખરું હેરોઈન ઉત્તર ભારતમાં ઘૂસી ચૂક્યું છે. બાકીનું 5.5 કિલો ડ્રગ્સ માત્ર સલાયામાં મળી આવ્યું છે. કુલ 100 કિલો આવ્યું તેમાં 95 કિલો દેશમાં ઘૂસાડી દેવાયું હતું.
આતંકવાદી સંગઠનો હોઈ શકે ખરા?
હેરોઈનની હેરાફેરીમાં પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનોનો હાથ છે. પાકિસ્તાનના બંદરેથી આ પ્રકારે અનેક વાર શરૂઆતમાં મોટી બોટ અને બાદમાં નાની બોટમાં હેરાફેરી કરીને ગુજરાત સહિતના રાજ્યમાં ડ્રગ્સ આવી ચૂક્યું છે. આ વખતે રસ્તો બદલાયો છે. પાકિસ્તાનથી સીધુ ગુજરાતમાં દરિયાથી ઘૂસાડવાના બદલે ઈરાનના ગ્વાડર થઇને દુબઈ જેવા અખાતી દેશોમાંથી કચ્છના રસ્તે ગુજરાતમાં ઘૂસાડાયું છે. ઝડપાયેલા અઝીઝ અને રફીક સુમરા બંને ડ્રગ્સના વેપારી છે. સલાયાના રહેવાસી અજીઝ અબ્દુલ ભગાડ (ઉ.વ.32) નામના શખ્સના વહાણમાં હેરોઈન આવ્યું હતું. અઝીઝને આ કામના રૂ.50 લાખ મળ્યા હતા. મધદરિયે ડ્રગ્સની આપ–લે થઈ હતી. દરિયાઇ માર્ગે હેરોઇન ઘૂસાડતો હોવાની બાતમી મળી હતી. અઝીઝને શોધી કાઢી તપાસ કરતા તેની પાસેથી રૂ.15 કરોડનું પાંચ કિલો હેરોઈન મળી આવ્યું હતું. અજીઝ ભગાડ મુફલીસ જેવી સ્થિતિમાં અગાઉ જીવતો હતો, પરંતુ થોડા સમયથી તે અચાનક ધનપતિ બન્યો હતો. અઝીઝે આ ડ્રગ્સમાં માંડવીના આરીફ આદમ સુમરાની સંડોવણીની વાત કબૂલતા ગુજરાત ATSની ટીમ માંડવી પહોંચી હતી. કચ્છ માંડવીમાં રહેતા આસિફ આદમ સુમરાને કચ્છથી પકડી લેવાયો છે. પરંતુ હજુ તેનો એક સાગરીત ATSના હાથમાં આવ્યો નથી. કનેક્શન પણ દિલ્હી સહિતના અન્ય રાજ્યમાં ખૂલ્યું છે. ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો મોકલાયાની આશંકા છે. માંડવીના રફીક સુમરાની ડ્રગ્સ મુદ્દે મોટી ભૂમિકા છે.
કાર્યવાહી શંકા ઊભી કરે છે…
સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર જ ATS કામ કરી રહી છે. દ્વારકા કે કચ્છ પોલીસને આ અંગે કોઈ જાણ કરાઈ નથી તે એક આશ્ચર્ય છે. રાતોરાત ATSની ટીમ બે ખાનગી વાહનોમાં સલાયા પહોંચી હતી. પંચ સ્થાનિક નથી. જમીનમાં દાટેલું હતું. માંડવી તાલુકાનાં સલાયા ગામના સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ ઈબ્રાહીમ સુમાર ચૌહાણ, સુન્ની મુસ્લિમ વાઘેર જમાતના પ્રમુખ આમદ જાકબ સમેજા, મહેશ્વરી મેઘવાળ સમાજના પ્રમુખ માલશી ખીમજી તથા માંડવી સલાયા મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના પ્રમુખ અલીમામદ હુસેને એક સંયુક્ત યાદીમાં દાવો કર્યો છે કે કેફી પદાર્થ સાથે પકડાયેલો શખ્સ આરીફ આદમ સુમરા માંડવી તાલુકાના સલાયાનો છે જ નહીં.
બદનામ સલાયા…
અગાઉ દાણચોરીનું સ્વર્ગ ગણાતા સલાયામાંથી કરોડો રૂપિયાની કિંમતનું સોનું, ઘડિયાળો, અન્ય વિદેશી વસ્તુઓ, ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. એક સમયે બે ટ્રક ભરાય એટલી વિદેશી ઘડિયાળો પકડાઈ હતી. હવે ડ્રગ્સ પર ધંધો શરૂ થયો છે. સલાયામાં કસ્ટમ તંત્ર નામનું જ હોય તે પ્રકારે વર્ષોથી કોઈ કામગીરી થવા પામી નથી. જ્યારે હવે દાણચોરી બંધ થઈ છે ત્યારે રેઢાપડ જેવા સલાયાની ચેકપોસ્ટ પણ ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે.
સરહદી કચ્છ નિષ્ક્રિય કેમ છે…
લાંબા સમય બાદ માદક દ્રવ્યોની હેરફેર માટે કચ્છની જળસીમાનો ઉપયોગ કરાયો છે ત્યારે આ પ્રકરણ અતિ ગંભીર મનાય છે. તેવામાં કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક કડી શોધવા માટે હજુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. કચ્છ સરહદેથી ભેદી રીતે આવેલાં નશીલા પદાર્થો ચોરી છૂપીથી નહીં પણ કોઈ સોર્સ મારફતે લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. સીમા પારના સોર્સ પર અતિ વિશ્વાસના કારણે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોર્સ સાથે આ-પલે કરવાની જવાબદારી કેટલીક એજન્સીઓની જ છે. ખૂફિયા જાસુસી માહિતી આપવાના બહાને આ માલ ઘૂસી આવ્યો હોવાથી સરહદ પર ચોંકાવનારી ઘટનાઓ બની શકે છે.
બોટ મળતી હતી, માણસો નહીં…
કચ્છ સરહદે ચાર માસ પહેલાં એકાએક ખાલી બોટો કપડાતી હોવાનું બહાર આવતું હતું. પણ કોઈ માણસ હાથ પર લાગતાં ન હતા. તે સમયે જ આ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાયું હતું. ગયા વર્ષે માર્ચ–એપ્રિલમાં કચ્છમાંથી ઘણી ખાલી બોટ પકડાઈ હતી. પણ તેમાં કોઈ માણસો મળ્યા નહોતા. 6 એપ્રિલે લખપત બારી પાસે એક ખાલી બોટ પકડાઈ હતી અને તેમાં રહેલાં 5 સવાર ભાગી ગયા હતા. ત્યાર બાદ સતત ત્રણ દિવસ સુધી બોટ પકડાવાની ઘટનાઓ બની હતી કે ઘટના બનાવવામાં આવી હતી તે તપાસ કરવા જેવી છે. જો કચ્છની સરહદે આવું ચાલતું હોય તો ગમે ત્યારે પાકિસ્તાનનું લશ્કર પણ આવી શકે છે. ચાર સ્તરની સુરક્ષા એજન્સીઓ માટે આ શરમજનક ઘટના છે. ગુજરાત પ્રદેશ અને દેશની સરહદ પર છીંટા હોવાનું તેનાથી પૂરવાર થયું છે. દારૂની ટ્રકો આવતી હોય તેની માહિતી હોય છે. પણ રૂ.300 કરોડનું ખતરનાક ડ્રગ્સ આવતું હોય તે કોઈને ખ્યાલ પણ ન આવે. ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફની મરીન ફોર્સ, કોસ્ટલ પોલીસ અને સ્થાનિક પોલીસ આ માટે કામ કરે છે.
100 કિલો માલ ઘૂસાડવાનો હોવાથી દુબઈ સાથે વેપાર કરનાર માંડવીનો શખ્સ આ માટે સંડોવાયેલો હોવાનું માનવામાં આવે છે.
માંડવીમાં 100 કિલો હેરોઈન ઉતર્યું…
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા રવાના કરાયેલો એકસો કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી નીકળ્યા પછી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી કચ્છના માંડવીમાં ઉતારવામાં આવ્યો હતો. તેમાં 95 કિલો ઉત્તર ભારત મોકલી દેવાયો હતો અને જેમાંથી પાંચ કિલા જેટલો જથ્થો સલાયાનો અજીઝ વાઘેર લાવ્યો હતો. જે ચાર મહિનાથી પડી રહ્યો હતો.
સાગર કવચની કવાયત કેમ થઈ…
ચાર મહિના પહેલાં સાગર કવચ નામની સુરક્ષા કવાયત અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ અરબી સમુદ્રમાંથી અંદાજે રૂ.300 કરોડનો 100 કિલો હેરોઈનનો જથ્થો ચાર મહિનાઓ પહેલા રવાના થયો હતો જે માછીમારોની હોય તેવી નાની બોટમાં કચ્છના માંડવી બંદરે લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આતંકવાદીઓએ ચાર મહિના પહેલા દરિયાઇ માર્ગે ભારતમાં 100 કિલો હેરોઈન ઘૂસાડ્યાના ઘટસ્ફોટ થયો હતો.
3500 કરોડના હેરોઇન પકડાયું હતું…
16 જુલાઈ 2018ના દિવસે ભારે વરસાદ હોવાથી પોરબંદરના દરિયા કાંઠે એક બોટ તણાઈ આવી હતી. જેમાં બેઠેલા 6 ખલાસીઓનું રેસ્ક્યૂથી ઓપરેશન કરીને બચાવી લેવાયા હતા, જેમાં ગયા વર્ષે 29 જુલાઈ 2017ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂ.3500 કરોડનું 1500 કિલો હેરોઈન ચીતા ડ્રગ્સ પોરબંદરથી 388 કિ.મી.ના દરિયામાં હેનરી નામની ભંગાર શીપ-ટગમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના છબ્બર બંદરથી હેરોઈન ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનું દેશના ઈતિહાસનું સૌથી મોટું રેકેટ ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડ્યું હતું. સુપ્રીત તિવારી, મોનિષ કુમાર, મનિષ પટેલ, સંજય યાદવ, દિવ્યેશ કુમાર, દિનેશ કુમાર, વિનય યાદવ અને અનુરાગ શર્મા છે. તેમજ તપાસ એજન્સીઓએ તિવારીના ભાઈ સુરજીત, મુંબઈ સ્થિત વિશાલ યાદવ, ઇરફાન શૈખ અને જેના ફોનથી તિવારીને ફોન કરવામાં આવ્યો હતો તે વિજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇજિપ્તમાં ડિલિવર કરવાનું હતું જે માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ તેણે રૂ. 50 કરોડ કમાવવાની લાલચે ઇજિપ્તના બદલે મુંબઈ તરફ જહાજને વાળી દીધું હતું. બળતણ ખૂટતાં તે અલંગ લઈ જવાનું હતું. જહાજના કેપ્ટન સુપ્રીત તિવારી મુંબઈના એક નાવિક વિશાલ યાદવ દ્વારા અપાયેલ ઓફરની લાલચમાં ભારતીય જળસીમામાં ઘૂસ્યો હતો. બોટના ઈરાની મૂળ માલિક અને દુબઈના વેપારી સૌયદ અલ મુરાનીએ જહાજને ઇજિપ્ત લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. શીપ જ્યારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પહોંચ્યું ત્યારે ઇરાનથી શીપ સાથે આવેલા મુસ્તફા અને મોહમદ નામના બે વ્યક્તિઓ અહીં ઉતરી ગયા હતા. આ બંને વ્યક્તિઓ પણ ISIના એજન્ટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 1523 પેકેટોનો ઓર્ડર લેનાર પ્રમાણે બ્લુ-લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સફેદ, કલરના પેકિંગમાં ડ્રગ્સ પેક કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ સહિત ભારતની જુદી-જુદી 4થી 5 ટ્રગ્સ માફિયાઓને આપવાનું હતું.
27 જુલાઈ 2017મા બાતમીના આધારે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા તેની શીપ, ડોનીયર વિમાન અને હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરતા ઈરાનની કાર્ગો શીપ દેખાઈ હતી. પ્રાથમિક તબ્બકે તેનું નામ પ્રીન્સ-2 જણાવવામાં આવ્યું હતું અને આજ શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હોવાની કોસ્ટગાર્ડને શંકા જતા તેની ઉપર વધુ વોચ રખાઈ હતી. ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ ઉપર ડ્રગ્સનો જથ્થો ઉતરવાનો હતો. પોરબંદર કોસ્ટગાર્ડ અને મુંબઈ તેમજ ગાંધીધામથી ડોનીયર પ્લેન અને હેલિકોપ્ટરને તપાસમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા તમામ આઠ શખસો ભારતીય છે. દસ્તાવેજ વગરની ટગની ભંગાર ટગને ખરીદી કરીને તેને રંગકામ કરીને તૈયાર કરવામાં આવી હતી. ઈરાનથી લાવવામાં આવ્યું હતું અને તે પછી અલંગ ભાંગવા માટે જવાનું હતું. મુંબઈ, ગાંધીધામ અને પોરબંદરથી હેલિકોપ્ટર ઉડ્યા હતા અને ત્રણેયે ટગને ઘેરી લઈને પકડી પાડી હતી.
વડોદરામાં 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત…
7 માર્ચ 2018ના દિવસે વડોદરામાં રાજધાની ટ્રેનમાંથી નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન નાગરિક પાસેથી રૂ.6 કરોડનું 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન પોલીસે પકડી પાડ્યું છે. વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. પિસ્તા, રાઈસના ગિફ્ટ બોક્ષમાં હેરોઈન છૂપાવીને લઈ જતો હતો. તેનું નામ મામ્ડુ બુએઝે નોન્સો ચાલ્સ (ઉ.વ.38) છે તે બિઝનેસ વીઝા ધરાવે છે. પહેલાં બ્રાઉન સુગર, કોકેઈન જેવા કેફી પદાર્થો ભારતમાં લાવવામાં આવતા હતા. હવે અફઘાનિસ્તાનનું વ્હાઈટ કલરનું હેરોઈન ભારતમાં આવવાની શરૂઆત થઈ છે. જે ચિંતાનો વિષય છે.
સલાયાનું વહાણ 2800 કરોડના હેરોઈન સાથે ઝડપાયું…
3 મે 2014મા કેન્યા અને ટાન્ઝાનીયા વચ્ચેના સમુદ્રમાંથી ઓસ્ટ્રેલિયન નેવીએ રૂ.2800 કરોડના હેરોઇન વેરાવળના વહાણના જામનગર જિલ્લાના આઠ ખલાસીઓને ઝડપી લીધા હતા. વેરાવળના શીપિંગ કંપનીના માલિક મેઘજી ઘેલાનાં વહાણ જામસલાયાના રાજા કઠિયારા-હાજી બસીર ઠુંમરાને 450 ટનનું લક્ષ્મીનારાયણ નામનું વહાણ 10 હજાર દિનારથી ભાડે આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન નેવીએ ઘેટા ભરેલા આ વહાણમાંથી 1034 કિલો એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.2800 કરોડનું હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં વેરાવળ, જામનગર, માંડવી સહિતનું કનેકશન પણ ખુલતાં અનેક અટકળો સાથે રહસ્ય પણ સર્જાયું છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર 2000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં
15 એપ્રિલ 2016મા દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલા 270 કરોડના 1368 કિલો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કારોબાર બાદ મહારાષ્ટ્રના સોલાપુરમાં મળી આવેલા 2000 કરોડના ડ્રગ્સના કાળા કારોબારમાં ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની સંડોવણી સામે આવી હતી જેમાં ભાવસિંહ સહિત તેના કુટુંબની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ બનાસકાંઠામાં 1990 ચિમનભાઇ પટેલની સરકારની સરકારમાં ધારાસભ્ય હતા. તેમની ચેન્નાઇમાં મેન્ડરેસ ડ્રગ્સમાં ધરપકડ થઇ હતી, જેમાં તેઓ 7 વર્ષ જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત હથિયારો અને ડુપ્લિકેટ નોટોના કેસમાં જેલમાં જઇ આવ્યા છે. આમ તો કોંગ્રેસમાં રહેલા ભાવસિંહે ગુજરાતના જાણીતા હજુરિયા-ખજુરીયા પ્રકરણમાં શંકરસિંહ વાઘેલાને ભરપુર સહયોગ આપ્યો હતો. ભાજપે તેમને પાટણથી સાંસદની ટિકિટ પણ આપી હતી. ભાજપના ધારાસભ્ય પણ બન્યા હતા. 2012 કોંગ્રેસમાં જોડાયા હતા. કિશોરસિંહ ચૂંટણી દરમિયાન દામ-શામ-દંડ-ભેદની નીતિથી વોટ મેળવવાના અનેક આરોપો થયા હતાં. 2000માં બનાવટી ચલણી નોટના કેસમાં અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે કિશોરસિંહને સજા થઈ હતી.
નાઈજિરિયનની આંતરરાષ્ટ્રીય લિંક…
8 માર્ચ 2018મા અમદાવાદના નાર્કોટિક્સ વિભાગે આપેલી વિગતોના આધારે ડ્રગ્સનું મોટું દેશવ્યાપી રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં બેંગલુરુમાં નાઈજિરિયન યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા સાથે આ ડ્રગ્સ સંડોવણી મળી હતી. અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી પકડાયેલાં બે નાઈજિરિયન યુવકો જોન સાથે જોડાયેલાં હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાં જૂન 2017મા પિટર ઓકાફોર નામના નાઈજિરિયન યુવકને 843 ગ્રામ એમ્ફેટામાઈન, 255 ગ્રામ કોકેઈન અને 65 ગ્રામ ટેબલેટ્સ મળીને કુલ 3.5 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી જોન વિલિયમ બેસ્ટને 587 ગ્રામ કોકેઈન, 700 ગ્રામ એમ્ફેટામાઈન મળીને 6 કરોડના માલ સાથે પકડાયો હતો.
કોડીનનો નશો
નશા માટે વપરાતી કોડીન કફ સીરપની 46 લાખ રૂપિયાની 42,000 બોટલો, એનસીબીએ નિલેશ ચાવડા પાસેથી પકડી હતી. ભુતકાળમાં મુંબઈમાં પણ કોડીન કફ શિરપની સાતસો પેટીઓ સાથે પકડાયો હતો અને ત્યાથી તડીપાર છે અને ગુજરાતમા અડિંગો જમાવ્યો છે. બહેરામપુરામા એનો મેડિકલ સ્ટોર હતો જેનુ લાયસન્સ કોડીન શિરપ વેચવા બદલ રદ કરવામાં આવ્યું હતું. નામનો વ્યક્તિ આમા સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું. આ દરમિયાન FDCA અને NCB એ દિયા હેલ્થ કેર સાણંદમાં દરોડા કરી એના માલિક લલિત પટેલની ધરપકડ કરી. પાટણમા ગોડાઉન માથી 37000 જેટલી બોટલ જપ્ત કરી 29 જુલાઈ 2018ના રોજ 46 લાખની કિંમતની 42000 કોડીન કફ શિરપનો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો પકડયો હતો. તેમજ આ સમગ્ર કૌભાંડમા સંડોવાયેલ ભરત ચૌધરી, લલિત પટેલ, નિલેશ ચાવડા અને પાટણના ઘનશ્યામ પટેલની કરી હતી. (દિલીપ પટેલ)