વડા પ્રધાન મોદીનું રિલાયન્સ રમકડાની દુનિયા અને 1500 કરોડ રૂપિયાના રમકડા સંગ્રહાલયનું રહસ્ય

ગાંધીનગર, 3 સપ્ટેમ્બર 2020

વડાપ્રધાને રમકડાની વાતો કેમ કરી તેના રહસ્યો રૂ.1500 કરોડમાં છૂપાયેલા છે. ગુજરાતમાં રૂ. 1500 કરોડનું રમકડા મ્યુઝિયમ બનાવવાનો મોદીએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બીજું રહસ્ય એ છે કે અંબાણી એ 260 વર્ષ જૂની હેમલેયસ (HAMLEYS) નામની રમકડાં બનાવતી કંપની રૂ. 620 કરોડ (70 મીલીયન યુરોજ) માં ચીનની કંપની C.Banner International Holdings Ltd. પાસેથી ગયા વર્ષે ખરીદી લીધી હતી. મોદીએ રમકડાનું માર્કેટિંગ કેમ ચાલુ કર્યુ ?

ગુજરાતમાં સૌથી મોટું રુ.1500 કરોડના બજેટમાં ટોય મ્યુઝિયમ બનવા જઇ રહ્યુ છે. 30 એકર જમીન પર બનશે. રાજ્યની ચિલ્ડ્રન યુનિવર્સિટીના બાલભવન પ્રોજેક્ટમાં તે હશે. પ્રાચીન કાળથી લઇને આધુનિક સમય સુધીના લગભગ 11 લાખથી વધુ રમકડા પ્રદર્શન માટે મુકાશે. રમકડા દ્વારા વૈજ્ઞાનિકો, કલાકારો, મહાપુરૂષોનો પરિચય કરાવાશે. ભારતિય સંસ્કૃતિને લોકો નજીકથી ઓળખે તે માટે છે.

રાજ્યમાં રાજધાની ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી નજીક શાહપુર અને રતનપુર ગામ વચ્ચે રમકડા સંગ્રહાલય બનશે. રૂ. 1500 કરોડના ખર્ચે 5 વર્ષમાં બનશે.

પ્રધામંત્રી નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટમાં ખુદ માર્ગદર્શન કરી રહ્યા છે. 22 ઓગસ્ટ 2020એ વડા પ્રધાને આ માટે ઓનલાઇન સંવાદ કર્યો હતો. આમાં તેમણે ચિલ્ડ્રન યુનિવર્સિટીને ટોય મ્યુઝિયમ પ્રોજેક્ટ સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવ્યું હતું. મોદીએ કહ્યું છે કે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આ યોજનામાં સંપૂર્ણ શક્તિ સાથે કામ કરવું જોઈએ.

ટોય મ્યુઝિયમની વિશેષતાઓ બજેટઃ

1500 કરોડના દેશી તથા વૈજ્ઞાનિક રમકડાં બનશે. ઇસરો-DRDOની મદદ લેવાશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી રમકડાંનું શાસ્ત્ર વિકસાવશે. મનોવૈજ્ઞાનિક સંશોધન બાદ સાંસ્કૃતિ અને વિજ્ઞાનને પ્રોત્સાહક રમકડાંનું નિર્માણ થશે.

દેશના રાજ્યોના ગામડાના બાળકો જે રમકડાં રમે છે તેનો ઈતિહાસ અહીં હશે. DRDO અને ઈસરોની મદદથી ઈલેક્ટ્રોનિક, બેટરી અને સોલર આધારિત નાના યાન, પૃથ્વી મિસાઈલ, અગ્નિ મિસાઈલ, સેટેલાઈટ વગેરે તૈયાર થશે.

30 હજાર ચોરસ મીટર જગ્યામાં USAમાં હાલ વિશ્વનું સૌથી મોટું ‘ટોયઝ મ્યુઝિયમ’ બ્રાન્સર મીસોરી સ્ટેટમાં છે. આ મ્યુઝિયમમાં હાલ 10 લાખથી વધુ પ્રાચીન અને આધુનિક રમકડાં મુકાયેલા છે.

દર વર્ષે 2500 કરોડથી વધારેના રમકડાં ચાઈનાથી ભારતમાં આયાત થાય છે. મહિનામાં બાળ ભવનનો પ્લાન તૈયાર કરી વડાપ્રધાન સમક્ષ રજૂ કરવાનો છે. વડાપ્રધાન પ્લાનને મંજૂરી આપે પછી ભૂમીપૂજન કરી પ્રોજેક્ટ નિર્માણની કામગીરી શરૂ થશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ સરકાર પાસે કુલ 100 એકર જગ્યા માંગી છે.