ભારત છોડો, બોયકોટ ચીન અને આત્મનિર્ભર આંદોલન એક ફરેબ

ભાઈની રક્ષા કરવા બહેન આ વર્ષે ચીનની રાખડી ખરીદી ન શકી, એક હજાર કરોડનો ચીનને ફટકો પડ્યો હોવાનો દાવો છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 50 કરોડ રાખડીઓનો વેપાર થાય છે, જેની કિંમત આશરે 6 હજાર કરોડ છે. ઘણા વર્ષોથી ચીનથી રાખડીઓ આવે છે. આ વર્ષે ચીનની 1 કે 2 હજાર કરોડની રાખડી વાપરવામાં આવી નથી. કોરોનાના ડરને કારણે બજાર કે ઓનલાઈન બજારમાં રાખડી ખરીદવા ઘમાં લોકો ગયા નથી. પ્રાચીન સમયની જેમ ઘરે બનાવેલી દોરાની રાખડી બાંધી રહી છે.

9 ઓગસ્ટે ભારત છોડો 

ચીની ચીજોના બહિષ્કાર કરવા 9 ઓગસ્ટ 2020થી ભારત છોડો આંદોલન શરૂ કરાશે. દેશભરમાં 800 થી વધુ સ્થળોએ, વેપારી સંગઠનો શહેરના એક અગ્રણી સ્થળે એકઠા થશે અને ચીન ભારત છોડવા માટે સૂત્રો બોલાવશે. મગર ચીન ભારત છોડકર જાયેગા તો હમારે સભી મોબાઈલ ફોન, સભી કાર, મોટરસાઈકીલ, ટીપી, ફ્રીઝ બંધ હો જાયેગા. એ ભારત માટે શક્ય નથી. ભારત છોડો આંદોલન એક માત્ર છેતરપીંડી છે.

51.25 અબજ ડોલરનો વેપાર 

ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (એફઆઈઆઈઓ) ના જણાવ્યા અનુસાર, 2019 માં ચીન સાથે ભારતનો વેપાર 6.05 અબજ ડોલર ઘટ્યો હતો. તે હવે 51.25 અબજ ડોલર સુધી મર્યાદિત છે. સીંગાપોર સાથેની ભારતની વેપાર ખાધ પાછલા નાણાકીય વર્ષમાં 5.82 અબજ ડોલર હતી. હોંગકોંગથી મુખ્ય આયાતમાં નોંધપાત્ર વૃદ્ધિમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જ્યારે 2017 માં 1.3 અબજ ડોલર અને 2019 માં વધીને 8.6 અબજ ડોલર થઈ હતી.

ચીનથી 65 અબજ ડોલરની આયાત

ભારતનો પ્રત્યેક નાગરિક સરેરાશ રૂ. 3700નો માલ ચીનથી આયાત થયેલો હોય એવો વાપરે છે. ભારત ચીન પાસેથી 65 અબજ ડોલરની આયાત કરે છે જ્યારે ભારતની ચીનમાં નિકાસ 16 અબજ ડોલર છે. આમ વેપારી ખાધ 49 અબજ ડોલરની કહી શકાય. ચીનના ફોન, ટીવી, ગેજેટ્સ ન લઇએ તો ભારતીયો પાસે વિકલ્પ જ નથી. 88 સ્ટાર્ટ અપ તો મોદી સરકારના 2015થી 2019માં ચીન જેવા રોકાણથી શક્ય બન્યા છે. 30ના ટોચના સ્ટાર્ટઅપમાંથી 18માં ચીનનું રોકાણ છે. ચીનનો ભારતના ઉદ્યોગો પરનો પ્રભાવ જોવા જેવો છે.

ઓટોમોબાઈલની 27 ટકા આયાત 

ઓટોમોબાઇલમાં 27 ટકા માલ ચીનથી આયાત થાય છે. તે પછી ભારત 14 ટકા જર્મનીથી, 10 ટકા સાઉથ કોરિયાથી, 9 ટકા જાપાનથી, 7 ટકા અમેરિકાથી, પાંચ ટકા સિંગાપોરથી ઓટો પાર્ટસની આયાત કરે છે. ચીનની એમજી મોટર્સ, બીવાયડી મોટર્સ, કોલસાઇટ વાયએપી ઓટોમોબાઇલ કંપની તેમની કાર ઇલેક્ટ્રીક અને હ્રાઇબ્રીડ કાર, બસ લોંચ કરી ચૂકી છે.

ભારતમાં ચીનું રોકાણ
અલીબાબા-એન્ટ ફાઇનાન્સિયર: ભારતની પેટીએમ, સ્નેપડીલ, ઝોમાટો, બિગ બાસ્કેટમાં કુલ 2.7 અબજ ડોલરનું રોકાણ
ટેન્સેન્ટ: પોલિસી બાઝાર, ઓલા, ઉડાન, ફ્લિપકાર્ટ, બેઇજુ, ડ્રીમ ઇલેવન, હાઇડ, સ્વિગી (કુલ રોકાણ બે અબજ ડોલર)
શુનવેલ કેપિટલ : ઝોમાટો, મિશો (કુલ રોકાણ 15 કરોડ ડોલર)
હિલીહાઉસ: સ્વિગી, ઉડાન, ક્રેડ (કુલ રોકાણ 16 કરોડ ડોલર)
ટી.આર. કેપિટલ : ફ્લીપકાર્ટ, લેન્સકાર્ટ, અર્બન લેડર, બિગ બાસ્કેટ (ફુલ રોકાણ 11 કરોડ ડોલર)
ફાર્મસીમાં 70 ટકા માલ ચીનનો
દવા – (ફાર્મસી ઉદ્યોગ) બનાવવા માટેનો કાચો માલ 60 થી 70 ટકા ચીનનો હોય છે. ભારત કરતા ચીનનો કાચો માલ 20 થી 30 ટકા સસ્તો હોય છે. ફાર્મસી કંપની અજન્ટા 100 ટકા દવા બનાવવા માટેના તત્વો (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇનગ્રેડિએન્ટ-API) ચીનથી આયાત કરે છે. આલ્કેમ 70 ટકા, ઓરોબિન્દો 50 ટકા, કેડિલા હેલ્થકેર 45 ટકા, સિપ્લા કેન્સર અને શ્વાસની બિમારીને બાદ કરતા તમામ દવાની API ડીઆરડીઓ 45 ટકા, સ્ટ્રાઇડસ 45 ટકા, સન 45 ટકા અને ટીઆરપી 70 ટકા API ચીનથી આયાત કરે છે.

મોબાઇલ ફોન બજારમાં ચીનનો 76 ટકા હિસ્સો

ભારત છોડો આંદોલન કરવામાં આવશે. પણ આ કંપનીઓને ભારતથી ભગાડી મૂકવી શક્ય નથી. કારણ કે જો તેમ થાય તો ભારતનું અર્થતંત્ર ઠપ્પ થઈ જાય તેમ છે.

શિયાઓમી(ચીન) 31%
વિવો (ચીન) 21%
ઓપો (ચીન) 11%
રીયલમી (ચીન) 13%
સેમસંગ (દ. કોરિયા) 16%
અન્ય 8%
ભારતના ટી.વી. બજારમાં ચીનનો 49 % હિસ્સો

શિયાઓમી (ચીન) 33%
ટીસીએસ (ચીન) 9%
વીયુ (ચીન) 7%
એલજી (દ.કોરિયા) 13%
સેમસંગ (દ.કોરિયા) 14%
સોની (જાપાન) 10%
અન્ય 14%

બોયકોટ ચાઈના એક ફરેબ

ચીનથી આયાત થચી 17 અબજ ડોલરની વસ્તુઓ રીટેલ વેપારીઓ વેચે છે. એટલે કે ભારતના લોકો સીધા જ પોતાના ઘરમાં આ વસ્તુઓ વાપરે છે. જેમાં મોટે ભાગે રમકડા, ઘરની વસ્તુઓ, મોબાઇલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક ગિડ્સ અને કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળ પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના પક્ષમાં છે.

ભારતને લોકડાઉનના કારણે એક કવાર્ટરના જીડીપીમાં 40 થી 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. ભારત આત્મનિર્ભર રહી શકે તેમ નથી. તેણે ચીનથી આયાત કરવી જ પડશે. ભારત સ્વનિર્ભર નથી. વેપારી લાલચુ હોય છે અને તે 10 ટકા સસ્તો માલ શોધતો હોય છે જે ચીન આપે છે. ચીનનું દ્વાર બંધ કરીશું તો તે જ માલ બાંગગા દેશ કે બીજેથી આવવાનો છે. જે મૂળ તો ચીનનો સસ્તો માલ હશે. એટલે આત્મનિર્ભર, બોયકોટ ચીન કે પછી ભારત છોડો આંદોલન એ પ્રજાને ગેરમાર્ગે દોરવા માટેનું આંદોલન છે. ખરેખર તો આંદોલન એ થવું જોઈએ કે ચીને ભારતની ભૂમિ પચાવી પાડી છે તે છોડવા માટે આંદોન ખવું જોઈએ.