વસ્ત્રાપુરના ક્યુ ૩ થાઈ સ્પામાંથી ૩ વિદેશી તથા ૪ પરપ્રાંતીય યુવતીઓ ઝડપાઈ 

Six foreigners and 3 mutant girls aboard the Q-Thai Spa in Dharpur

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસનાં પીએસઆઈ એમ.બી.જાડેજાએ મંગળવારે રાત્રે બાતમીને આધારે રાત્રે પોણા દસ વાગ્યાનાં સુમારે હિમાલય મોલની નજીક આવેલાં ‘ક્યુ ૩ થાઈ સ્પા’નામના સ્પા સેન્ટર પર કાર્યવાહી કરી હતી. અંદર પ્રવેશતાં પોલીસે તુષાર રાજેન્દ્ર અંબોલે (ભવ્યનિધિ ફ્લેટ, વેજલપુર, મૂળ. મહારાષ્ટ્ર) નામનાં સ્પા સેન્ટરનાં મેનેજરને ઝડપી લીધો હતો.

લાકડાની કેબીનોમાં સાત યુવતીઓ મળી આવી હતી. જે પૈકી ૩ થાઈલેન્ડની અને બાકીની ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી તથા અમદાવાદની હોવાનું ખુલ્યું છે. પોલીસે ૩ વિદેશી સહિત સાતેય યુવતીઓને પકડીને તેમનાં વિરૂદ્ધ પણ કાર્યવાહી આદરી છે. જ્યારે તુષારની પૂછપરછમાં સ્પાનો માલિક કેતન ત્રિવેદી હોવાનું ખુલ્યું હતું. જેને ઝડપી લેવા પોલીસ કામગીરી શરૂ કરી છે.