અમદાવાદ, 3 એપ્રિલ 2020
સોશિયલ મીડિયા ટ્રાફિક પર પોલીસ નજર રાખી રાજ્યમાં 25 ગુના નોંધીને 59 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના ફૂટેજની ચકાસણી કરીને તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. આવું ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. જે એક ગુજરાતનો ક્રાઈમ રેકર્ડ છે.
માલવાહક વાહનોને છૂટ આપવામાં આવી છે, માલના વાહનોમાં માણસોની હેરફેરી થાય છે. આવા સંજોગોમાં વાહન જપ્ત કરીને માલિકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરાશે. જૂનાગઢ ખાતે ખાનગી એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી સંદર્ભે એમ્બ્યુલન્સના સંચાલક સહિત 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
કમ્યુનિટી વોલિન્ટીયર્સ તરીકે સિવિલ ડિફેન્સના જવાનો, કોલેજના NSS/NCCના વિદ્યાર્થીઓને આ કામગીરીમાં જોડવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિવૃત પીએસઆઇ અને તેથી નીચેની કેડરના શારીરિક સક્ષમ પોલીસ કર્મચારીઓને પણ ટૂંકા ગાળા માટે તેમની સેવામાં લેવામાં આવશે.
મરકઝ, નિઝામુદ્દીનમાંથી ગુજરાતમાં આવેલા લોકો અંગે કેન્દ્ર સરકાર દ્વારા આપેલી વિગતો મુજબ વિવિધ સ્થળૉએ ચેકિંગ કરીને આજે સુરતમાંથી 08 તેમજ અમદાવાદમાંથી 04 એમ અત્યાર સુધીમાં કુલ-84ને ઓળખી લઈને ક્વૉરેન્ટાઇનમાં લઈ લેવામાં આવ્યા છે જ્યારે હજુ પણ બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે. શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ બદલ 753, ક્વૉરેન્ટાઇનના ભંગ બદલ 361 જ્યારે અન્ય 42 ગુનાઓ નોંધવામાં આવ્યા છે જેમાં 1990 આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે 5707 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.